AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ સામે આવ્યા ઘણા સવાલો, જલ્દી શોધવા પડશે જવાબ !

ટીમ ઈન્ડિયાએ મિશન વર્લ્ડ કપ માટે પોતાના ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. એશિયા કપ વચ્ચે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં 15 નામોની જાહેરાત કરી. પરંતુ શું ટીમ કોમ્બિનેશનને લગતા તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે? અનેક સવાલો ફેન્સના મનમાં છે, અનેક પ્રશ્નો પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો ભારતે વર્લ્ડ કપ ટ્રોફી જીતવી હોય તો આ સવાલોના જલ્દી જવાબો શોધવા પડશે.

World Cup 2023: ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ સામે આવ્યા ઘણા સવાલો, જલ્દી શોધવા પડશે જવાબ !
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:39 PM
Share

ODI વર્લ્ડ કપ (World Cup 2023) માટે BCCIએ આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કર્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે, કે શું આ 15 ખેલાડીઓ ભારતને 10 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ કપ જીતાડશે? શું ટીમ ઈન્ડિયા (Team India) આ 15 માંથી બેસ્ટ પ્લેઈંગ 11 પસંદ કરી શકશે? શું સ્ટાર ખેલાડીઓ સંપૂર્ણ ફિટ છે? અનેક સવાલો છે અને રોહિત શર્મા (Rohit Sharma) અને રાહુલ દ્રવિડે આ સવાલોનો ઉકેલ એક મહિનામાં લાવવાનો છે.

મિડલ ઓર્ડર કન્ફ્યુઝન

ટીમ ઈન્ડિયા અને મિડલ ઓર્ડર કન્ફ્યુઝનને જૂનો સંબંધ છે. ગયા વર્લ્ડ કપમાં આ મૂંઝવણના કારણે વિજય શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, આ વખતે પણ નંબર-4 અને નંબર-5ને લઈને કોઈ સ્પષ્ટ ચિત્ર નથી. ટીમ ઈન્ડિયા ચોથા નંબર પર શ્રેયસ અય્યરને મેદાનમાં ઉતારી રહી છે, જેનો ODI રેકોર્ડ વધુ સારો છે પરંતુ તે ઈજામાંથી વાપસી કરી રહ્યો છે અને પોતાની લય શોધી શક્યો નથી. નંબર-5 માટે ત્રણ ખેલાડીઓ વચ્ચે લડાઈ છે, જેમાં કેએલ રાહુલ, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ છે. જો સૂર્યાનું ODI ફોર્મ સારું નથી તો આ રેસમાં માત્ર ઈશાન અને રાહુલ જ બાકી છે અને બંનેને વિકેટકીપર તરીકેનો ફાયદો પણ મળશે.

પ્લેઈંગ-11માં વિકેટકીપર કોણ હશે?

ઈશાન કિશને પાકિસ્તાન સામે ભરોસાપાત્ર ઈનિંગ્સ રમી છે, આ સમયે તે વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી બની જાય છે. કારણ કે તે ડાબોડી બેટ્સમેન છે, તે આક્રમક પણ છે, તેથી તેને તેનો ફાયદો પણ મળે છે. તેના સિવાય કેએલ રાહુલ પણ આ જગ્યા માટે દાવેદાર છે, પરંતુ તે હજુ પણ ઈજામાંથી વાપસી કરી રહ્યો છે અને સંપૂર્ણ રીતે ફિટ નથી અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પાર્ટ ટાઈમ વિકેટકીપર સાથે આગળ વધવું ટીમ માટે મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચો : Asia Cup 2023: ટીમ ઈન્ડિયા આ મેદાન પર પાકિસ્તાનનો સામનો કરશે, જાણો ક્યાં થશે ફાઈનલ?

​કોણ છે મેચ વિનિંગ સ્પિનર્સ?

ચહલ અને અશ્વિન ટીમમાં નથી, જાડેજા અને કુલદીપ મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવશે, બંનેને અક્ષરનો સાથ મળશે, પરંટી સ્પિનર ડીપાર્ટમેન્ટને લીડ કોણ કરશે? અહીં એક આઉટ ઓફ ધ બોક્સ પસંદગી રવિચંદ્રન અશ્વિન હોઈ શકે છે, જે હોમ પિચોને સમજવામાં માસ્ટર છે અને તેની પાસે અનુભવ પણ છે. પરંતુ ટીમ ઈન્ડિયા અહીં સુરક્ષિત રમતી જોવા મળી હતી, ટીમે ભલે ઓફ સ્પિનર ​​કે રાઈટ આર્મ સ્પિનર ​​પસંદ ન કરી શકી, પરંતુ કુલદીપ યાદવને ટીમમાં ચોક્કસ રાખવામાં આવ્યો છે. લગભગ બે વર્ષ બાદ કુલદીપે વાપસી કરી અને આ વર્ષે તેણે વનડેમાં અત્યાર સુધીમાં 23 વિકેટ ઝડપી છે, હવે તેને વર્લ્ડ કપની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

ટીમમાં ચાર ઓલરાઉન્ડર શા માટે?

રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર. ચારેય અત્યારે એશિયા કપમાં રમી રહ્યા છે અને વર્લ્ડ કપમાં પણ હશે. પરંતુ હોમ ગ્રાઉન્ડમાં પણ ટીમ ઈન્ડિયા આટલા બધા ઓલરાઉન્ડરો સાથે કેમ જઈ રહી છે, રોહિત શર્મા પોતે કહે છે કે તે પોતાની બેટિંગને મજબૂત કરવા માંગે છે, તેથી ધ્યાન એવા ઓલરાઉન્ડરો પર છે જેઓ બેટિંગ પણ કરી શકે છે. અહીં જાડેજા-અક્ષર ટીમ માટે બોલિંગ અને બેટિંગ બંને વિભાગ સંભાળી શકે છે, જ્યારે ટીમ કોમ્બિનેશનની માંગ હોય તો શાર્દુલ ઠાકુર પણ અહીં મદદ કરી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">