15મી અને 16મી ઓવરે LSGની હાર નક્કી કરી નાખી ! આ માટે કેપ્ટન રાહુલ પણ જવાબદાર હતો, અંતે બોરિયા બિસ્તરા બાંધવા પાડ્યા

|

May 26, 2022 | 7:18 AM

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમ ખાતે રમાયેલી મેચમાં આરસીબીએ (RCB) એલએસજીને (LSG) જીતવા માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ લખનૌએ 193 રન બનાવ્યા અને 14 રનથી મેચ હારી ગઈ.

15મી અને 16મી ઓવરે LSGની હાર નક્કી કરી નાખી ! આ માટે કેપ્ટન રાહુલ પણ જવાબદાર હતો, અંતે બોરિયા બિસ્તરા બાંધવા પાડ્યા
Lucknow team player and coach
Image Credit source: BCCI

Follow us on

2022માં IPLની (IPL 2022) શરૂઆત કરનાર બે ટીમો, ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) સતત સારું પ્રદર્શન કર્યું અને પહેલી જ સિઝનમાં પ્લેઓફમાં પ્રવેશ કર્યો. ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં તો પહોંચી ગયું છે, પરંતુ લખનૌની સફર પૂરી થઇ ગઇ છે. બુધવાર, 25 મેના રોજ એલિમિનેટર મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના (Royal Challengers Bangalore) હાથે 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ મેચમાં બેંગ્લોરે સારું પ્રદર્શન કર્યું, પરંતુ લખનૌએ પણ આમાં તેમની ઘણી મદદ કરી અને એવી ભૂલો કરી, જે ક્રિકેટ મેચમાં સૌથી ખરાબ માનવામાં આવે છે. એ પણ એક વાર નહિ, બે વાર.

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં રજત પાટીદારની સદી અને છેલ્લી ઓવરમાં બેંગ્લોરની જોરદાર બોલિંગના કારણે લખનૌને પ્લેઓફમાંથી જ બહાર થવું પડ્યું હતું. લખનૌએ બેંગ્લોરની બેટિંગ અને પોતાની બેટિંગ દરમિયાન કેટલીક ભૂલો કરી, જે આખરે ટીમને મોંઘી પડી. અત્યારે તો બેંગ્લોરની ઇનિંગ્સ એટલે કે લખનૌની બોલિંગની જ વાત છે, જ્યાં ટીમે ભૂલ કરી. આ ભૂલ બોલિંગમાં નહોતી પરંતુ ફિલ્ડરો બોલરોને સપોર્ટ કરવામાં નિષ્ફળ જવાના કારણે હતી, જેમણે ઘણા પ્રસંગોએ ન માત્ર વિકેટની તકો ગુમાવી પરંતુ વધારાના રન પણ આપ્યા.

5 બોલમાં બે વખત ભૂલ

હવે સીધા મુદ્દા પર આવીએ તો બેંગ્લોરની ઇનિંગ્સની 15મી ઓવરથી વાત શરૂ થાય છે. ત્યાં સુધીમાં બેંગ્લોરનો સ્કોર 14 ઓવરમાં 117 રન હતો અને રજત પાટીદાર ક્રિઝ પર હતો, દિનેશ કાર્તિક તેને સપોર્ટ કરવા મેદાનમાં આવ્યો હતો. 15મી ઓવર મોહસીન ખાનની હતી, જે શાનદાર બોલિંગ કરી રહ્યો હતો અને ઓવરના પાંચમા બોલ પર તેણે ટીમ માટે તક સર્જી હતી. દિનેશ કાર્તિક મોટો શોટ રમવામાં નિષ્ફળ ગયો અને વધારાના કવર તરફ કેચ ઉછળ્યો હતો, જે પકડવા માટે કેપ્ટન કેએલ રાહુલ તેની ડાબી તરફ દોડ્યો. આ કેચ બિલકુલ આસાન ન હતો, પરંતુ તે બહુ મુશ્કેલ પણ નહોતો. પરંતુ કેપ્ટન રાહુલે કેચ પડતો મુકતા મોહસીને સર્જેલી તક ગુમાવી દીધી. તે સમયે કાર્તિક બે રન પર હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભૂલ એક વાર થાય તો ચાલે, પણ વારંવાર થાય તો સમસ્યા બની જાય છે અને લખનૌના કિસ્સામાં પણ આવું જ બન્યું. લખનૌએ માત્ર પાંચ બોલમાં જ આવી જ બીજી ભૂલ કરી હતી. 16મી ઓવરના ત્રીજા બોલ પર, રજત પાટીદારે મિડવિકેટ તરફ પુલ શોટ રમ્યો અને કેચ ઉછળ્યો, પરંતુ બાઉન્ડ્રી પર ફિલ્ડીગ કરી રહેલા દીપક હુડ્ડાએ આ સરળ તક ગુમાવી દીધી અને બોલ બાઉન્ડ્રીને પાર થઈ ગયો. તે સમયે રજત 40 બોલમાં 72 રન બનાવીને રમી રહ્યો હતો.

લખનૌ માટે આ ભૂલ ભારે પડી

આ ભૂલો લખનૌ માટે ભારે હતી કારણ કે આ પછી બંને બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો હતો. કાર્તિકે કેચ છુટ્યા બાદ તેના સ્કોરમાં વધુ 35 રન ઉમેર્યા હતા, જ્યારે પાટીદારે પણ કેચ ડ્રોપ થયા બાદ 40 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનો છેલ્લે સુધી મેદાનમાં રહ્યા અને પાંચમી વિકેટ માટે માત્ર 41 બોલમાં 92 રનની મજબૂત ભાગીદારી કરીને ટીમને 207 રન સુધી લઈ ગયા. અંતે, લખનૌ માત્ર 14 રનથી લક્ષ્ય ચૂકી ગયું.

 

Next Article