સૌથી ઝડપી સદી પર ભારે પડી એક સિક્સર, અંતિમ બોલ પર ફટકારેલ છગ્ગાએ મેચ જીતાડી

|

Jul 03, 2024 | 10:25 PM

ગયા વર્ષે ODI વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા માટે મિડલ ઓર્ડરમાં ઘણી શાનદાર ઈનિંગ્સ રમનાર અવિષ્કા ફર્નાન્ડો અને ચરિથ અસલંકાની જોડીએ જાફના કિંગ્સ માટે આવું જ કર્યું અને માત્ર 11માં 134 રન ઉમેરીને ટીમમાં પુનરાગમન કર્યું. ઓવરના અંતિમ બોલ પર ફેબિયન એલને સનસનાટીભર્યો છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.

સૌથી ઝડપી સદી પર ભારે પડી એક સિક્સર, અંતિમ બોલ પર ફટકારેલ છગ્ગાએ મેચ જીતાડી
Fabian Allen

Follow us on

T20 વર્લ્ડ કપ 2024 શાનદાર રીતે તેના સમાપન પર પહોંચ્યો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 7 રનથી જીત મેળવી હતી અને 17 વર્ષ બાદ બીજી વખત ટાઈટલ જીત્યું હતું. જ્યારે આખું ભારત આ આનંદની ઉજવણીમાં ડૂબી ગયું છે, ત્યારે ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં એક નવી T20 એક્શન શરૂ થઈ છે, જ્યાં એક રોમાંચક મેચમાં સદી ફટકારનાર બેટ્સમેનની ટીમ છેલ્લા બોલ પર હારી ગઈ. આ અદ્ભુત નજારો લંકા પ્રીમિયર લીગની ચોથી મેચમાં જોવા મળ્યો હતો, જ્યાં જાફના કિંગ્સે દામ્બુલા સિક્સર્સને 4 વિકેટથી હરાવ્યું હતું.

કુસલ પરેરાની ધમાકેદાર સદી

આ મેચ બુધવાર 3 જુલાઈના રોજ પલ્લેકેલેમાં બંને ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દામ્બુલાએ પ્રથમ બેટિંગ કરીને 191 રન બનાવ્યા હતા. શ્રીલંકાના અનુભવી ઓપનર કુસલ પરેરાએ ટીમ માટે વિસ્ફોટક ઈનિંગ રમી અને માત્ર 52 બોલમાં 102 રન બનાવ્યા. લંકા પ્રીમિયર લીગના ઈતિહાસમાં આ સૌથી ઝડપી સદી છે. પોતાની ઈનિંગમાં પરેરાએ 10 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. તેમના સિવાય દામ્બુલા તરફથી નુવાનિડુ ફર્નાન્ડોએ 40 રન અને ન્યુઝીલેન્ડના બેટ્સમેન માર્ક ચેપમેને 33 રન બનાવ્યા હતા.

અસલંકા-ફર્નાન્ડોની ફટકાબાજી

આ પછી જાફના કિંગ્સનો વારો આવ્યો પરંતુ આ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી. ટીમે માત્ર 36 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ચરિત અસલંકા અને અવિષ્કા ફર્નાન્ડો આગળ ઉભા હતા. ગયા વર્ષના ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા માટે શાનદાર ઈનિંગ્સ રમનારા આ બે બેટ્સમેનોએ સાથે મળીને દામ્બુલા બોલરોને પછાડવાનું શરૂ કર્યું અને ઓછા સમયમાં માત્ર 11 ઓવરમાં 134 રન બનાવીને ટીમને 170 સુધી પહોંચાડી દીધી.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

છેલ્લા બોલ પર સિક્સર ફટકારી

અહીં જ ભાગીદારી તૂટી અને બંને બેટ્સમેન દોઢ ઓવરમાં જ આઉટ થઈ ગયા. જ્યારે થોડી વારમાં ધનંજય ડી સિલ્વા પણ આઉટ થયો હતો. જાફનાને છેલ્લી ઓવરમાં માત્ર 4 રનની જરૂર હતી અને પ્રથમ 2 બોલમાં ત્રણ રન આવ્યા હતા. હવે 4 બોલમાં 1 રનની જરૂર હતી પરંતુ વિમુક્તિના આગલા 3 બોલમાં કોઈ રન નહોતા બન્યા જેના કારણે મેચ રોમાંચક બની ગઈ હતી. દામ્બુલા પાસે મેચને સુપર ઓવરમાં લઈ જવાની તક હતી પરંતુ ફેબિયન એલને છેલ્લા બોલ પર જબરદસ્ત છગ્ગો ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી.

આ પણ વાંચો: PM મોદી સાથે નાસ્તો, પછી બસ પરેડ, ટીમ ઈન્ડિયાનું 4 જુલાઈનું સંપૂર્ણ શેડ્યૂલ આ રીતે રહેશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:23 pm, Wed, 3 July 24

Next Article