જેણે IPLની આખી સિઝન બેંચ પર બેસાડી રાખ્યો તેની સામે જ લીધો બદલો ! માત્ર 4 ઓવરમાં આ ખેલાડીએ કર્યુ જોરદાર પ્રદર્શન

|

Apr 11, 2022 | 10:46 AM

IPL 2022ની (IPL 2022) મેગા ઓક્શનમાં તેને દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ખરીદ્યો હતો. અને જ્યારે 15મી સિઝનમાં કોલકાતા અને દિલ્હી પહેલીવાર આમને-સામને આવ્યા ત્યારે તેને પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા કહેવાનો મોકો મળ્યો કે કોલકાતાએ બેન્ચ પર બેસાડી રાખીને કેટલી મોટી ભૂલ કરી હતી.

જેણે IPLની આખી સિઝન બેંચ પર બેસાડી રાખ્યો તેની સામે જ લીધો બદલો ! માત્ર 4 ઓવરમાં આ ખેલાડીએ કર્યુ જોરદાર પ્રદર્શન
Kuldeep Yadav
Image Credit source: IPL 2022

Follow us on

કહેવત છે ને સમય કોઈનો થયો નથી અને થવાનો નથી. બસ આવુ જ ક્રિકેટમાં પણ છે. એક સમયે જે ખેલાડીને બેંચ પર બેસાડી રાખ્યો હતો એ જ ખેલાડી તેમની હાર માટે નિર્ણાયક સાબિત થયો. વાત છે, કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવની (Kuldeep Yadav). ગત સિઝનમાં કુલદીપ યાદવે એક પણ મેચ રમી ન હતી. તે IPLની છેલ્લી મેચ સુધી કોલકાતા નાઈટ રાઈડર્સના (Kolkata Knight Riders) ડગઆઉટમાં બેસી રહ્યો હતો. IPL 2022 મેગા ઓક્શનમાં કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો. અને જ્યારે 15મી સિઝનમાં કોલકાતા અને દિલ્હીની ટીમ પહેલીવાર આમને-સામને આવી, ત્યારે કુલદીપને કહેવાનો મોકો મળ્યો કે કોલકાતાએ તેને બેન્ચ પર બેસાડી રાખીને કેટલી મોટી ભૂલ કરી હતી.

દિલ્હી કેપિટલ્સે 10 એપ્રિલની સાંજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની રસાકસીભરી મેચમાં 44 રનથી જીત મેળવી હતી. લીગમાં દિલ્હી કેપિટલ્સની 4 મેચ બાદ આ બીજી જીત છે. કુલદીપ યાદવ આ મેચની જીતનો હીરો બન્યો હતો. જેણે 4 ઓવરમાં જ એવો જોરદાર હુમલો કર્યો કે કોલકત્તા નાઈટ રાઈડર્સ સામેનો બદલો લઈ લીધો.

કુલદીપના શાનદાર પ્રદર્શનથી દિલ્હી જીતી ગયું

દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કુલદીપ યાદવે, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 4 ઓવરમાં 35 રન આપીને 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરની વિકેટ પણ સામેલ હતી. આ સિદ્ધિને કારણે દિલ્હીએ સતત બે પરાજય બાદ પ્રથમ વિજય નોંધાવ્યો હતો. આ સાથે કુલદીપ યાદવ પણ મેચનો હીરો બન્યો હતો. એટલે કે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

KKR સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કુલદીપ યાદવે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. IPL 2022માં તેણે અત્યાર સુધી એકપણ મેચમાં 4 વિકેટ લીધી નથી. અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં તેણે 15મી સિઝનમાં 10 વિકેટ લીધી છે, જેમાં 35 રનમાં 4 વિકેટ તેની સર્વશ્રેષ્ઠ છે. આ પ્રદર્શન બાદ તે પર્પલ કેપની રેસમાં પણ બીજા સ્થાને આવી ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચોઃ

RR vs LSG IPL Match Result: ચહલ અને બોલ્ટે રાજસ્થાનની વાપસી કરાવી, લખનૌને 3 રનથી હરાવ્યું

આ પણ વાંચોઃ

KKR vs DC IPL Match Result: દિલ્હી કેપિટલ્સ સામે કોલકાતાની 44 રને કારમી હાર, કુલદીપ યાદવની 4 વિકેટ

Next Article