KL Rahul નેટ્સમાં પરસેવો પાડી રહ્યો છે, ઝુલન ગોસ્વામી કરાવી રહી છે પ્રેક્ટિસ, જુઓ વીડિયો
Cricket : કેએલ રાહુલ (KL Rahul) આઈપીએલ 2022 થી ક્રિકેટના મેદાનથી દૂર છે. લોકેશ રાહુલને વિન્ડીઝ સામેની ટી-20 સિરીઝ માટે ટીમમાં જગ્યા મળી છે. પરંતુ જો તે ફિટ હશે તો જ તે ભાગ લઈ શકશે.
ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) સફળ સર્જરી બાદ જર્મનીથી સ્વદેશ પરત ફર્યા છે અને તેણે રિહેબિલિટેશન પણ શરૂ કરી દીધું છે. લોકેશ રાહુલ ટૂંક સમયમાં ભારતીય ટીમમાં સામેલ થવા માંગે છે. જેના માટે વાગ જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે. લોકેશ રાહુલને વિન્ડીઝ (West Indies Cricket) સામેની ટી-20 શ્રેણી માટે ટીમમાં જગ્યા મળી છે. પરંતુ તે ફિટ હશે તો જ ભાગ લઈ શકશે.
લોકેશ રાહુલ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (National Cricket Academy) માં નીતિન પટેલની દેખરેખ હેઠળ રિહેબિલિટેશન કરી રહ્યો છે. સોમવારે (18 જુલાઈ) ના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી ઝુલમ ગોસ્વામી (Jhulan Goswami) ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર લોકેશ રાહુલ (KL Rahul) ને નેટ્સમાં બોલિંગ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) બાદથી લોકેશ રાહુલ ક્રિકેટ એક્શનથી દૂર છે. લોકેશ રાહુલને ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમના સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ મેચ શરૂ થાય તે પહેલા જ કે એલ રાહુલ ઈજાના કારણે પાંચ મેચની સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી કે એલ રાહુલને સમગ્ર ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર રહેવાની ફરજ પડી હતી.
K L Rahul is batting and Jhulan Goswami is bowling.
He is fully fit for West Indies tour #MenInBlue
NCA, Bangalore#KlRahul #IndvsWI #INDvsEND
— ⚡ (@TUSHARBAGGA1M) July 18, 2022
ટી20 વર્લ્ડ કપમાં મહત્વની ભુમિકા નિભાવી શકે છે
લોકેશ રાહુલ (KL Rahul) રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે અને ઓસ્ટ્રેલિયામાં આગામી T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં મહત્વની ભૂમિકા ભજવવાની અપેક્ષા છે. 30 વર્ષીય રાહુલે તેની આઠ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 42 ટેસ્ટ, 42 ODI અને 56 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો છે.
લોકેશ રાહુલે આઇપીએળમાં 600 થી વધુ રન બનાવ્યા હતા
કેએલ રાહુલની કપ્તાની હેઠળ, લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) આઈપીએલ 2022 માં પ્લેઓફમાં પહોંચી હતી. IPL 2022 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં લોકેશ રાહુલ (KL Rahul) બીજા નંબરે હતો. રાહુલે 15 મેચમાં 51.33ની એવરેજ અને 135.38ની સ્ટ્રાઈક રેટથી 616 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 સદી અને 4 અડધી સદી નીકળી હતી.