ઝિમ્બાબ્વેમાં T20 સિરિઝ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જવાની છે. ભારતીય ટીમ શ્રીલંકામાં 3 ODI અને 3 T20 મેચ રમવાની છે. અહેવાલો અનુસાર, આગામી 24 કલાકમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે અને મોટા સમાચાર એ છે કે હાર્દિક પંડ્યાને T20 ટીમની કેપ્ટનશીપ મળવાની ખાતરી છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ODI ટીમનો કેપ્ટન કોણ હશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેએલ રાહુલ ટીમનો કેપ્ટન હશે પરંતુ હવે તેના પત્તાં કપાતા જોવા મળી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ પણ ODI કેપ્ટન બનવાની રેસમાં છે. હાલમાં જ ગિલે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેમાં T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. હવે ગિલને ODI ટીમનો કેપ્ટન બનાવવાની ચર્ચા છે. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ ગિલને કેપ્ટન બનાવીને ભવિષ્ય પર નજર રાખી રહ્યું છે.
વાસ્તવમાં, ગિલ એક એવો ખેલાડી છે જે ત્રણેય ફોર્મેટ રમે છે અને શક્ય છે કે ટીમ મેનેજમેન્ટ તેને રોહિત શર્માના વિકલ્પ તરીકે વિચારી રહ્યું હોય. જો કે હજુ સુધી આ સમાચારને સમર્થન મળ્યું નથી. જો કેએલ રાહુલ ODIનો કેપ્ટન ન બને તો તેના માટે ખરાબ સમાચાર છે, તેને તાજેતરમાં T20 વર્લ્ડ કપની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો નથી.
T20 અને ODI ટીમનો કેપ્ટન કોણ બનશે તે ગૌતમ ગંભીર પર નિર્ભર રહેશે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે, મુખ્ય કોચ તરીકે શ્રીલંકાનો પ્રવાસ પ્રથમ અસાઈનમેન્ટ હશે અને અહીંથી તે આગામી ચાર વર્ષનો રોડમેપ તૈયાર કરશે. એવા પણ અહેવાલો છે કે ગૌતમ ગંભીર ઈચ્છે છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ શ્રીલંકા પ્રવાસ માટે ઉપલબ્ધ રહે. હવે જોવાનું એ રહેશે કે તેમનું નામ શ્રીલંકા પ્રવાસ પર જનારી ટીમમાં છે કે નહીં.
આ પણ વાંચો: IND vs SL: વિરાટ-રોહિત-બુમરાહને નહીં મળે લાંબી રજા, ગંભીર શ્રીલંકામાં ODIમાં રમાડવાના મૂડમાં