KL Rahulએ વર્કઆઉટની તસ્વીર શેર કરી તો એકટ્રેસ ગર્લફ્રેન્ડે આપ્યુ કંઈક આવુ રીએકશન, થવા લાગી ચર્ચા

|

May 27, 2021 | 9:38 PM

કે એલ રાહુલ આમ પણ તેની ગર્લફ્રેન્ડને લRને ક્યારેક ક્યારેક ચર્ચામાં રહેતો હોય છે. તેની ગર્લફ્રેન્ડ એકટ્રેસ આથિયા શેટ્ટી (Athiya Shetty) છે. હવે જો આમ જ બંને વચ્ચે જો ચાલતુ રહ્યુ તો ક્રિકેટની દુનિયામાં સંબંધના જોડાણના સમાચાર પણ જાણવા મળી શકે છે.

KL Rahulએ વર્કઆઉટની તસ્વીર શેર કરી તો એકટ્રેસ ગર્લફ્રેન્ડે આપ્યુ કંઈક આવુ રીએકશન, થવા લાગી ચર્ચા
KL Rahul-Athiya Shetty

Follow us on

ભારતીય ટીમ વિરાટ કોહીલી (Virat Kohli)ની આગેવાનીમાં ઈંગ્લેંડ પ્રવાસ ખેડવા પહેલાની અંતિમ તૈયારીઓનો તબક્કો પસાર કરી રહ્યો છે. આગામી 2 જૂને ટીમ ઈન્ડીયા (Team India) ઈંગ્લેંડ રવાના થશે. ટીમની સાથે કેએલ રાહુલ (KL Rahul) ઈંગ્લેંડ જશે. રિપોર્ટસ મુજબ રાહુલે પ્રવાસની શરુઆત પહેલા ફિટનેસ રિપોર્ટસ આપવાનો છે. તે માટે કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે. જેની પર તેની ગર્લફ્રેન્ડે પણ રિએકશન આપ્યુ છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

કે એલ રાહુલ આમ પણ તેની ગર્લફ્રેન્ડને લRને ક્યારેક ક્યારેક ચર્ચામાં રહેતો હોય છે. તેની ગર્લફ્રેન્ડ એકટ્રેસ આથિયા શેટ્ટી (Athiya Shetty) છે. હવે જો આમ જ બંને વચ્ચે જો ચાલતુ રહ્યુ તો ક્રિકેટની દુનિયામાં સંબંધના જોડાણના સમાચાર પણ જાણવા મળી શકે છે. આથિયા બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી છે. જોકે તેની ઓળખની વાત નથી, પરંતુ તેના ક્રિકેટર બોયફ્રેન્ડ કે એલ રાહુલની તસ્વીર પર રિએકશનની છે.

 

કે એલ રાહુલે વર્કઆઉટની તસ્વીર શેર કરી

ટીમ ઈન્ડીયાની સાથે ઈંગ્લેંડનો પ્રવાસ ખેડવા પહેલાની કસોટી પાર પાડવા માટે કે એલ રાહુલ મહેનત કરી રહ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ કરતી તસ્વીર શેર કરી છે. તેમાં રાહુલની ફિટનેસ દેખાઈ રહી છે.

ગર્લફ્રેન્ડ આથિયાએ કરી કોમેન્ટ

આથિયા શેટ્ટીએ કે એલ રાહુલની તસ્વીર પર કોમેન્ટ કરવાનું ચુકી નહોતી. તેણે ખાસ તો કોમેન્ટમાં કંઈ લખ્યુ નથી. પરંતુ તેણે જે કોમેન્ટ કરી તેનાથી રાહુલ અને આથિયા જરુર ચર્ચામાં છવાઈ ગયા છે. તેણે કોમેન્ટમાં એક સ્માઈલી ઈમોજી દ્વારા જ પોતાના મનની તમામ વાતને કહી દીધી છે. હવે ગર્લફ્રેન્ડે રિએક્ટ કર્યુ તો બોયફ્રેન્ડ કે એલ રાહુલે પણ જવાબમાં હાફ મૂન ઈમોજી પોસ્ટ કર્યુ.

 

આ પણ વાંચો: Cricket Records: વન ડે ક્રિકેટમાં બે-બે વાર હેટ્રીક મેળવનારા બોલરો, મલિંગા ધરાવે છે જબરદસ્ત રેકોર્ડ

Next Article