AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: ના બેટ ચલાવ્યુ, ના કોઈ કેચ કર્યો, છતાં પણ KL Rahul ને માટે યાદગાર રહેશે પ્રથમ વન ડે મેચ

ભારતે (Indian Cricket Team) પ્રથમ વનડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1 0ની લીડ મેળવી લીધી છે. શિખર ધવન અને શુભમન ગિલે શતકીય ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી.

IND vs ZIM: ના બેટ ચલાવ્યુ, ના કોઈ કેચ કર્યો, છતાં પણ KL Rahul ને માટે યાદગાર રહેશે પ્રથમ વન ડે મેચ
KL Rahul ઝિમ્બાબ્વે સિરીઝમાં કેપ્ટનની ભૂમિકા નિભાવી રહ્યો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 8:24 AM
Share

ભારત અને ઝિમ્બાબ્વે (India Vs Zimbabwe) વચ્ચેની વનડે શ્રેણી શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા (Team India) ના કેટલાક ખેલાડીઓ માટે આ સીરીઝ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે, જેમાં સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) પણ છે. બે મહિનાથી વધુ સમયથી ઈજા સામે ઝઝૂમી રહેલો રાહુલ લગભગ ત્રણ મહિના પછી પ્રથમ વખત મેદાન પર આવ્યો છે. એક બેટ્સમેન તરીકે તેના માટે આ સારી તક છે, પરંતુ નજર તેની કેપ્ટનશિપ પર પણ છે, જેમાં તેનો રેકોર્ડ ખાસ સારો રહ્યો નથી. જોકે શરૂઆતની નિષ્ફળતા બાદ હવે રાહુલનું ખાતું ખોલવામાં આવ્યું છે.

રાહુલને છેલ્લી ઘડીએ આ પ્રવાસ માટે ઉમેરવામાં આવ્યો હતો. તેના પહેલા ટીમની કમાન શિખર ધવનના હાથમાં હતી, પરંતુ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ એશિયા કપ પહેલા ગતિ પકડવા માટે રાહુલને આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો હતો. ટીમના રેગ્યુલર વાઈસ કેપ્ટન હોવાના કારણે તેને કમાન સોંપવામાં આવી હતી. આવી સ્થિતિમાં તેની પાસે પોતાનો નાનો પરંતુ ખરાબ કેપ્ટનશિપનો રેકોર્ડ સુધારવાની સારી તક છે.

સતત ચાર હાર બાદ જીત

રાહુલે પણ આની શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે 18 ઓગસ્ટે રમાયેલી ODI શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું હતું. ભારતે પહેલા ઝિમ્બાબ્વેને માત્ર 189 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ શિખર ધવન અને શુભમન ગીલની શતકીય ઓપનિંગ ભાગીદારીના આધારે આસાન વિજય હાંસલ કર્યો હતો. બંને ઓપનર ખેલાડીઓ અણનમ રહ્યા હતા. આ રીતે પાંચમી મેચમાં કેપ્ટનશીપ કરતા રાહુલે પ્રથમ વિજય મેળવ્યો હતો.

રાહુલે આ વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જોહાનિસબર્ગ ટેસ્ટમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી હતી. ત્યારપછી આ પ્રવાસમાં તેણે વનડે શ્રેણીની ત્રણેય મેચમાં કેપ્ટનશીપ કરી. ટીમ ઈન્ડિયા આ તમામ મેચ હારી ગઈ હતી.

રાહુલને બેટિંગ કરવાની તક મળી ન હતી

જોકે આ મેચમાં રાહુલને બેટિંગ કરવાની તક મળી ન હતી. એવું માનવામાં આવતું હતું કે એશિયા કપ પહેલા બેટિંગની લય મેળવવા માટે તેણે ધવન સાથે ઓપનિંગમાં જવું જોઈએ, જેથી તે ક્રિઝ પર વધુ સમય વિતાવી શકે. હવે રાહુલ અને ટીમ ઈન્ડિયાને આશા હશે કે રાહુલને બીજી અને ત્રીજી મેચમાં બેટિંગ કરવાની તક મળે. જો કે, રાહુલ પોતે પોતાના કેપ્ટનશિપના રેકોર્ડને સુધારવાને પ્રાથમિકતા આપશે, ભલે તેને બેટિંગની તક ન મળે.

g clip-path="url(#clip0_868_265)">