KKR vs LSG, IPL 2022: ડીકોક અણનમ 140 અને કેએલ રાહુલના 68 વડે લખનૌએ વિના વિકેટે કોલકાતા સામે 210 રનનો સ્કોર ખડક્યો

|

May 18, 2022 | 9:31 PM

ડીકોક (Quinton de Kock) અને રાહુલે સિઝનની સૌથી શ્રેષ્ઠ પાર્ટનરશીપ કરી હતી. બંનેએ ઓપનીંગમાં આવીને અંત સુધી ક્રિઝ પર ઉભા રહ્યા હતા અને ટીમને 200 પ્લસ સ્કોર પર પહોંચાડી હતી.

KKR vs LSG, IPL 2022: ડીકોક અણનમ 140 અને કેએલ રાહુલના 68 વડે લખનૌએ વિના વિકેટે કોલકાતા સામે 210 રનનો સ્કોર ખડક્યો
Quinton de Kock એ અણનમ 140 રન ફટકાર્યા

Follow us on

IPL 2022 ની 66મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Kolkata Knight Riders vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ રહી છે. કેએલ રાહુલે (KL Rahul) ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. રાહુલ અને ક્વિન્ટન ડીકોકે (Quinton de Kock) શાનદાર રમત રમી દર્શાવી હતી. બંનેએ સિઝનની સૌથી શ્રેષ્ઠ ઓપનીંગ ભાગીદારી રમી હતી. ક્વિન્ટન ડીકોકે અણનમ સદી ફટકારી હતી. જ્યારે કેએલ રાહુલે 68 રનની ઈનીંગ રમી હતી. બંને વચ્ચે 200 પ્લસ પાર્ટનરશીપે લખનૌને કોલકાતા સામે મજબૂત સ્થિતીમાં મુકી દીધુ હતુ. લખનૌએ 20 ઓવરના અંતે વિના વિકેટે 210 રનનો સ્કોર કર્યો હતો.

સિઝનની શ્રેષ્ઠ ઈનીંગ આજે ક્વિન્ટન ડીકોક અને કેએલ રાહુલે રમી હતી. લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર એ જ બંને વચ્ચેની ભાગીદારી રમતનો આંકડો છે. કારણ કે બંને શરુઆત થી અંત સુધી ક્રિઝ પર રહ્યા હતા. એટલે કે બંનેએ અણનમ રમત રમી હતી. ક્વિન્ટન ડીકોકે શાનદાર શતક નોંધાવ્યુ હતુ. તેણે 70 બોલનો સામનો કરીને 140 રન નોંધાવ્યા હતા. 200 ની સ્ટ્રાઈક રેટ વડે આ રન નોંધાવ્યા હતા. ડીકોકે 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે આ 20 બોલમાં જ તેણે 100 રન મેળવી લીધા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લખનૌના કેપ્ટન કેએલ રાહુલે પણ શાનદાર રમત દર્શાવી હતી. તેણે શરુઆતમાં ધીમી રમત રમી હતી. પરંતુ ડિકોકને સ્ટ્રાઈક આપવા પ્રયાસ રાખ્યો હતો. સાથે જ તે વિકેટ પણ બચાવી રાખવા પ્રયાસ કર્યો હતો. તેણે 51 બોલમા 68 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

રસેલ-સાઉથી ખૂબ ધોવાયા

આમ તો મોટા ભાગે તમામ બોલરો પર ચોગ્ગા અને છગ્ગા મોકો મળતા જ રાહુલ અને ડિકોકની જોડીએ મેળવ્યા હતા. પરંતુ ખાસ કરીને સૌથી વધુ સરેરાશની રન આંદ્રે રસેલની 3 ઓવરમાં મેળવ્યા હતા. રસેલે 3 ઓવર કરી હતી અને તેણે 45 રન આપ્યા હતા. ટિમ સાઉથીએ 4 ઓવરમાં 57 રન આપ્યા હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. સુનિલ નરેને કરકસર ભરી તેની શરુઆતની બે ઓવર કરી હતી. પરંતુ બાદની બંને ઓવરમાં છગ્ગા સહન કર્યા હતા. જોકે તેણે સૌથી ઓછી ખર્ચ કરનાર બોલીંગ કરીને 4 ઓવરમાં સૌથી ઓછા 27 રન આપ્યા હતા.

Published On - 9:18 pm, Wed, 18 May 22

Next Article