Virat Kohli ને લઈ ભારતીય દિગ્ગજે આપ્યુ મોટુ નિવેદન, અશ્વિનને ટેસ્ટ માંથી બહાર કરી શકાતો હોય તો કોહલીને T20 થી કેમ નહીં?

આ અનુભવી ભારતીય ખેલાડીએ કહ્યું કે જો ટેસ્ટના બીજા સર્વશ્રેષ્ઠ બોલર આર અશ્વિન (R Ashwin) ને ટીમમાંથી બહાર કરી શકાય છે તો વિશ્વનો નંબર વન પણ બહાર બેસી શકે છે.

Virat Kohli ને લઈ ભારતીય દિગ્ગજે આપ્યુ મોટુ નિવેદન, અશ્વિનને ટેસ્ટ માંથી બહાર કરી શકાતો હોય તો કોહલીને T20 થી કેમ નહીં?
Virat Kohli ના ફોર્મે ચિંતા સર્જી દીધી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 8:56 AM

વિરાટ કોહલી (Virat Kohli) લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. હવે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) ટીમમાં સ્થાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે કે જો આર અશ્વિન જેવા બોલરને ટેસ્ટ ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે તો લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને ટી-20 ટીમમાંથી કેમ નહીં. તેમણે કહ્યું કે કોહલીને ભારતીય ટીમ (Indian Cricket Team) માંથી બાકાત રાખવો કોઈ મોટો મુદ્દો ન હોવો જોઈએ. કોહલી 2019થી મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. કોહલીની બેટ વડે છેલ્લી સદી 22 નવેમ્બર 2019 ના રોજ બાંગ્લાદેશ સામેની કોલકાતા ટેસ્ટ મેચમાં આવી હતી.

નવા ખેલાડીઓને બહાર રાખી શકતા નથી

ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટરનું માનવું છે કે જો ભારતીય ટીમ મેનેજમેન્ટ શાનદાર લયમાં ચાલી રહેલા ખેલાડીઓને પૂરતી તકો નહીં આપે તો તે તેમની સાથે અન્યાય થશે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કપિલ દેવે કહ્યું કે જો તમે ટેસ્ટના બીજા સર્વશ્રેષ્ઠ બોલર અશ્વિનને ડ્રોપ કરી શકો છો તો વિશ્વનો નંબર વન ખેલાડી પણ બહાર બેસી શકે છે. તેણે વધુમાં કહ્યું કે હું ઇચ્છું છું કે કોહલી રન બનાવે, પરંતુ આ સમયે તે તે રંગમાં દેખાતો નથી જે આપણે જાણીએ છીએ. તેણે તેના પ્રદર્શનના આધારે પોતાનું નામ બનાવ્યું છે અને જો તે પ્રદર્શન નહીં કરે તો તમે નવા ખેલાડીઓને બહાર નહીં રાખી શકો.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

નવા ખેલાડીઓ કોહલી માટે બાબતો મુશ્કેલ બનાવે છે

પોતાની કપ્તાનીમાં ભારતને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર આ દિગ્ગજે કહ્યું કે હું ઈચ્છું છું કે નવા ખેલાડીઓ એટલું મજબૂત પ્રદર્શન કરે કે કોહલી માટે વસ્તુઓ મુશ્કેલ બની જાય. તેમજ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એવી રીતે વાપસી કરે કે જે નવા ખેલાડીઓ કરી શકે અને તેમનું સ્તર વધુ વધારવું પડે. હું ઈચ્છું છું કે બંને વચ્ચે સારી સ્પર્ધા થાય. કપિલ દેવે એમ પણ કહ્યું હતું કે વિરાટને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી આરામ લેવા પર તેને ટીમમાંથી બહાર કર્યાનો વિચાર કરવો જોઈએ. તેણે કહ્યું કે જો તમે ઇચ્છો તો તમે તેને આરામ કહી શકો છો અથવા તેને ટીમમાંથી બહાર કરી શકો છો.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">