Kapil Dev : 1-2 મેચમાં રન બનાવે છે પછી નિષ્ફળ, કપિલ દેવ ભારતના આ યુવા ક્રિકેટર પર ગુસ્સે થયો

|

Jun 15, 2022 | 4:47 PM

Cricket : ટીમ ઈન્ડિયા (Team India) ના પૂર્વ કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) ટી20 વર્લ્ડ કપને ધ્યાને લઇને વિકેટકીપર્સ વિશે વાત કરી. કપિલ દેવે કેટલાક ખેલાડીઓની સરખામણી કરી, સાથે જ સંજુ સેમસનની પણ ટીકા કરી.

Kapil Dev : 1-2 મેચમાં રન બનાવે છે પછી નિષ્ફળ, કપિલ દેવ ભારતના આ યુવા ક્રિકેટર પર ગુસ્સે થયો
Kapil Dev (File Photo)

Follow us on

ટીમ ઈન્ડિય (Team India) ની યુવા બ્રિગેડ હાલમાં સિનિયર ખેલાડીઓ વિના સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામે T20 સિરીઝ (T20 Cricket) રમી રહી છે. ભારતીય ટીમ શ્રેણીમાં 1-2 થી પાછળ છે. પરંતુ આ શ્રેણીને T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન પૂર્વ કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) યુવા ખેલાડીઓ પર ટિપ્પણી કરી છે.

કપિલ દેવે આ ટીમના વિકેટકીપર વિશે વાત કરી છે. જેમને T20 વર્લ્ડ કપમાં તક મળી શકે છે. કપિલ દેવે અહીં રિષભ પંત, ઈશાન કિશન, દિનેશ કાર્તિક અને સંજુ સેમસન વિશે વાત કરી. કપિલ દેવ કહે છે કે, આ બધા એક જ કેટેગરીમાં આવે છે. જે બેટથી પરફોર્મન્સના મામલે વધુ સારું કરી શકે છે.

પૂર્વ સુકાની કપિલ દેવ (Kapil Dev) એ કહ્યું કે, જો તમે દિનેશ કાર્તિક-ઈશાન કિશન અને સંજુ સેમસનની વાત કરો તો તેઓ એક જ લેવલમાં આવે છે. ત્રણેયની બેટિંગની રીત અલગ-અલગ છે. પરંતુ જો આપણે એક વિકેટકીપરની વાત કરીએ તો તે રિદ્ધિમાન સાહા છે તે વધુ સારો બેટ્સમેન છે. પરંતુ તે ખૂબ જ સિનિયર છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

કપિલ દેવે કહ્યું કે તે સંજુ સેમસન (Sanju Samson) થી સૌથી વધુ નારાજ છે. તેની પાસે ઘણી પ્રતિભા છે. પરંતુ તે માત્ર એક કે બે મેચમાં જ સ્કોર કરી શકે છે અને પછી નિષ્ફળ જાય છે.

નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામે રમાઈ રહેલી ટી-20 શ્રેણીમાં સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી ન હતી. જેને લઈને ઘણી ચર્ચા થઈ હતી. સંજુ સેમસને IPL ની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે ઘણા રન બનાવ્યા હતા, તે પછી પણ તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી શકી ન હતી.

તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ થોડા મહિનાઓ પછી યોજાવાનો છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વિકલ્પો પર નજર રાખી રહી છે. અત્યારે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર તરીકે ઋષભ પંત પ્રથમ પસંદગી છે. પરંતુ તેના સિવાય દિનેશ કાર્તિક, સંજુ સેમસન, ઈશાન કિશન જેવા ખેલાડીઓ પણ લાઈનમાં વ્યસ્ત છે.

Next Article