Kane Williamson એ છોડી ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ, પાકિસ્તાન પ્રવાસ પહેલા લીધો નિર્ણય

|

Dec 15, 2022 | 10:48 AM

કેન વિલિયમસને ન્યુઝીલેન્ડને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિશ્વ વિજેતા બનાવ્યુ હતુ. હવે 32 વર્ષીય વિલિયમસને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય કર્યો છે.

Kane Williamson એ છોડી ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ, પાકિસ્તાન પ્રવાસ પહેલા લીધો નિર્ણય
Kane Williamson એ ટેસ્ટ ટીમ કેપ્ટનશિપ છોડી

Follow us on

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ થી સમાચાર આવી રહ્યા છે કે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કેન વિલિયમસને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. 32 વર્ષીય કેન વિલિયમસને આ નિર્ણય પાકિસ્તાન પ્રવાસ માટેની ટીમની પસંદગી પહેલા જ ટેસ્ટ ટીમનુ સુકાન છોડી દેવા માટે જણાવ્યુ છે. ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ વતી પાકિસ્તાનમાં સુકાન સંભળાવની જવાબદારી હવે ટિમ સાઉથીને મળનારી છે. ન્યુઝીલેન્ડની ટીમ આગામી 26 ડિસેમ્બરથી પાકિસ્તાન પ્રવાસની શરુઆત ટેસ્ટ ક્રિકેટથી કરનાર છે.

વિલિયમસન ન્યુઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટની ટીમ માટે કેપ્ટનશિપ સંભાળી રહ્યો હતો. જ્યારે તેને ટિમ સાઉથી અને લાથમ તેને ડેપ્યુટી તરીકે સાથ આપી રહ્યા હતા. પરંતુ હવે ટેસ્ટ કેપ્ટનશિપની જવાબદારી તેના ઉપકપ્તાન ટિમ સાઉથીને મળશે. વિલિયમસને ન્યુઝીલેન્ડને 2021માં આઈસીસ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપને જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ તેના માટે મોટી સિદ્ધી હતી. ભારત સામે ફાઈનલમાં ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી.

કેન વિલિયમસને ટેસ્ટ કેપ્ટનશિપમાંથી રાજીનામું આપ્યું

40 ટેસ્ટ મેચોમાં ન્યુઝીલેન્ડની ટીમનુ સુકાન વિલિયમસને સંભાળ્યુ હતુ, જેમા તેણે 22 મેચોમાં કિવી ટીમને જીત અપાવી હતી. જ્યારે 10 ટેસ્ટ મેચોમાં હાર મળી હતી. આ દરમિયાન 8 મેચો ડ્રો રહી હતી. તેણે કહ્યું, “ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ કરવી મારા માટે હંમેશા ખાસ રહી છે. આ ક્ષણ અદ્ભુત હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેન વિલિયમસને વધુમાં કહ્યું, “મને ટેસ્ટ ક્રિકેટમાં હંમેશા પડકાર ગમ્યો છે. ટીમની કેપ્ટનશિપ કરતી વખતે મેં તેનો સામનો કર્યો હતો. જો તમને કેપ્ટનશીપ મળે છે, તો તે તમારી સાથે મેદાનની અંદર અને બહાર દબાણ પણ લાવે છે. મારી કારકિર્દીના જે તબક્કે હું અત્યારે ઉભો છું, મને લાગ્યું કે ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે. આગળ કહ્યું, “આગામી 2 વર્ષમાં સફેદ બોલના ક્રિકેટના બે વર્લ્ડ કપ છે, તેને ધ્યાનમાં રાખીને મેં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સાથે વાત કર્યા બાદ આ પગલું ભર્યું છે.”

ટિમ સાઉથી સંભાળશે સુકાન

હવે ન્યૂઝીલેન્ડની ટેસ્ટ કેપ્ટનશિપની બાગડોર ટિમ સાઉથીને સોંપવામાં આવી છે. સાઉથીને ટેસ્ટ કેપ્ટન જાહેર કરતાં કોચ ગેરી સ્ટેડે તેને ટીમની માંગ ગણાવી હતી. તેણે કહ્યું, “સાઉદી પાસે ક્ષમતા છે. તેનામાં નિર્ણય લેવાની ક્ષમતા છે અને તેના કારણે તે ટેસ્ટ કેપ્ટનશિપ માટે ફિટ છે”. કિવી કોચે આગળ કહ્યું, “તે ફાસ્ટ બોલર હોવાથી તેની વિચારવાની રીત પણ અલગ હશે. મને આશા છે કે તેની અસર મેદાન પર પણ જોવા મળશે”.

ન્યુઝીલેન્ડ ક્રિકેટમાં 1955 પછી આવું બન્યું હતું

ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કમાન સંભાળનાર સાઉથી બીજા વિશેષ ફાસ્ટ બોલર છે. તે પહેલા, વર્ષ 1955માં હેરી કેવે પાકિસ્તાન અને ભારતનો પ્રવાસ કરનાર ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. હેરી કેવની જેમ, સાઉદી પણ પાકિસ્તાનના પ્રવાસથી સંપૂર્ણ ફ્લેગ રીતે ટેસ્ટ કમાન્ડ સંભાળતો જોવા મળશે.

 

Published On - 10:35 am, Thu, 15 December 22

Next Article