New Zealand ને ટેસ્ટ ક્રિકેટમાં જલ્દી નવો સુકાની મળી શકે છે, આ ખેલાડી કેન વિલિયમસનની જગ્યા લેશે

|

Jun 12, 2022 | 1:31 PM

Cricket : કેન વિલિયમસનની ફિટનેસ અને ખરાબ ફોર્મ તેને મોટો નિર્ણય લેવા માટે મજબૂર કરી શકે છે. કેનની જગ્યાએ ટોમ લાથમને કેપ્ટનશિપની જવાબદારી મળે તેવી શક્યતા છે.

New Zealand ને ટેસ્ટ ક્રિકેટમાં જલ્દી નવો સુકાની મળી શકે છે, આ ખેલાડી કેન વિલિયમસનની જગ્યા લેશે
Kane Williamson (File Photo)

Follow us on

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand Cricket) ને ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં નવો કેપ્ટન મળી શકે છે. કેન વિલિયમસન (Kane Williamson) ની તાજેતરની ઈજાને કારણે આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. એવી અટકળો ચાલી રહી છે કે કેન વિલિયમસનની જગ્યાએ ટોમ લાથમ (Tom Latham) ને ટેસ્ટ ફોર્મેટમાં કિવી ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સિમોન ડોલે પણ આવો જ સૂચન કર્યું છે. જોકે કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડની ટીમને ઘણી સફળતા મળી છે. કેન વિલિયમ્સને છેલ્લા 12 મહિનામાં ન્યૂઝીલેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જીત અપાવી છે. આ સાથે ટીમ T20 વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહી.

પરંતુ ત્યારબાદ કેન વિલિયમસને કોણીની ઈજામાંથી બહાર આવવા માટે લાંબો બ્રેક લીધો હતો અને ક્રિકેટના મેદાનથી લાંબા સમય માટે દૂર રહ્યો હતો. હવે ટ્રેન્ટ બ્રિજ ખાતે કોવિડ-19 વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ કેન વિલિયમસન ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ ચૂકી ગયો છે. જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તે રમતથી દૂર રહેશે.

ન્યુઝીલેન્ડના સફળ સુકાની છે કેન વિલિયમસન

જો કે કેન વિલિયમસને પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. પછી તે IPL 2022 હોય કે પછી લોર્ડ્સ ટેસ્ટમાં દર્શાવેલ પ્રદર્શન. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા સિમોન ડોલે બ્રોડકાસ્ટર્સ સ્કાય સ્પોર્ટ્સ માટે પ્રથમ દિવસે કોમેન્ટ્રી આપતાં સૂચન કર્યું કે, કેન વિલિયમસને સુકાની તરીકે તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ટેસ્ટમાં નેતૃત્વની ભૂમિકા ઓપનર ટોમ લાથમને સોંપવી જોઈએ.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડોલે આગળ કહ્યું, “મને લાગે છે કે જો કેન વિલિયમસન ત્રીજી ટેસ્ટમાં રમવા માટે અને ટીમની કપ્તાની કરવા માટે ફિટ છે. તો તેને આમ કરવા માટે પ્રેરિત થવો જોઈએ. પરંતુ મને લાગે છે કે ટોમ લાથમ પાસે આ ટેસ્ટ મેચ છે. ટીમની કમાન સંભાળવાનો સમય આવી ગયો છે.”

ડોલની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી દીધી છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રાન્ટ ઇલિયટનું માનવું છે કે, કેન વિલિયમસન કેવું અનુભવે છે તેના આધારે ટેસ્ટ કેપ્ટનશિપનો નિર્ણય લેવો જોઈએ. કેન વિલિયમસને ટીમના કેપ્ટન બન્યા બાદ 36 ટેસ્ટ મેચોમાં 21 મેચોમાં ન્યૂઝીલેન્ડને જીત અપાવી છે. તો નવ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

Next Article