England : કોણીની ઈજા છતાં ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમ સાથે ભારત આવશે જોફ્રા આર્ચર, જાણો કેમ
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે રવિવારે વર્લ્ડ કપ માટે તેના 15 ખેલાડીઓની જાહેરાત કરી હતી. જોફ્રા આર્ચરને આ 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી કારણ કે તે કોણીની ઈજાથી પીડાઈ રહ્યો છે. ECBના મુખ્ય પસંદગીકાર લ્યુક રાઈટે સોમવારે કહ્યું કે આર્ચર વર્લ્ડ કપ માટે ટીમ સાથે ભારત આવશે અને ટીમ સાથે રહેશે. વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી તરીકે તે ટીમ સાથે જ રહેશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ (England) ક્રિકેટ ટીમ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપમાં પોતાના ખિતાબ બચાવવા પ્રયાસ કરશે. જોસ બટલરની કપ્તાનીવાળી ટીમ ખિતાબની પ્રબળ દાવેદારોમાંની એક છે. જોકે, તાજેતરમાં આ ટીમને એક ઝટકો લાગ્યો છે. જેસન રોય ઈજાના કારણે ODI વર્લ્ડ કપ (World Cup 2023) માંથી બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ હેરી બ્રુકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા તેમનો વધુ એક સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ચૂક્યો હતો, પરંતુ હવે સમાચાર છે કે આ તોફાની બોલર વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે ભારત આવશે.
આર્ચર રિઝર્વ ખેલાડી તરીકે ભારત આવશે
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે રવિવારે વર્લ્ડ કપ માટે તેના 15 ખેલાડીઓની જાહેરાત કરી હતી. જોફ્રા આર્ચરને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી કારણ કે તે કોણીની ઈજાથી પીડાઈ રહ્યો છે. ECB ચીફ સિલેક્ટર લ્યુક રાઈટે સોમવારે કહ્યું કે આર્ચર રિઝર્વ ખેલાડી તરીકે વર્લ્ડ કપમાં ટીમ સાથે જશે.
Jofra will travel with our @CricketWorldCup squad where he will continue his rehab #CWC23 | #EnglandCricket pic.twitter.com/I2NGmigtzI
— England Cricket (@englandcricket) September 18, 2023
જોફ્રા આર્ચર કોણીની ઈજાથી પરેશાન
જોકે, લ્યુક રાઈટે સ્પષ્ટ કર્યું છે કે જોફ્રા આર્ચર ટીમ સાથે જશે પરંતુ તેને કાળજી રાખવી પડશે. તેનું સમગ્ર ધ્યાન ઈજમાંથી સાજા થવા પર રહેશે. IPL દરમિયાન આર્ચર ઈજાગ્રસ્ત થયો હતો. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો અને તે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે IPL-2023 દરમિયાન અધવચ્ચે બેલ્જિયમ પણ ગયો હતો અને પોતાની કોણીની સર્જરી કરાવીને પાછો આવ્યો હતો. આર્ચર લાંબા સમયથી ઈજાથી પરેશાન છે. તેણે આ વર્ષે કોઈ રીતે પુનરાગમન કર્યું હતું પરંતુ તે પછી IPLમાં ઈજાગ્રસ્ત થયો હતો. 6 મે, 2023ના રોજ, તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેની છેલ્લી મેચ રમી હતી પરંતુ ત્યારબાદથી તે ફરી મેદાનમાં રમવા ઉતર્યો નથી. તેની ગેરહાજરી ઈંગ્લેન્ડની ટીમ માટે મોટી ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો : એશિયા કપમાં મોહમ્મદ સિરાજના પ્રદર્શનથી આનંદ મહિન્દ્રા ખુશ, નવી SUV કાર ગિફ્ટ કરશે
Our @CricketWorldCup 1⃣5⃣
Are we excited yet?! #CWC23 | #EnglandCricket pic.twitter.com/u5FOly7rAk
— England Cricket (@englandcricket) September 17, 2023
વર્લ્ડ કપ ડિફેન્સ કરવો મોટો પડકાર
ઈંગ્લેન્ડ સામે તેનું ટાઈટલ બચાવવાનો મોટો પડકાર છે. ઈંગ્લેન્ડની ટીમ ખૂબ જ મજબૂત છે અને આ ટીમની બેટિંગ ઘણી ઊંડી છે. ટીમમાં જોસ બટલર, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટન જેવા બેટ્સમેન છે. આ બેટ્સમેનો તેમની તોફાની બેટિંગ માટે જાણીતા છે. જો જેસન રોય હોત તો ટીમની બેટિંગ વધુ તોફાની બની ગઈ હોત. જ્યાં સુધી બોલિંગની વાત છે તો ટીમમાં માર્ક વુડ, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ઋષિ ટોપલી, આદિલ રાશિદ, સેમ કરન જેવા બોલર છે. જોકે, ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે ભારતમાં રમવું આસાન નહીં હોય. અહીંની ગરમ અને સ્પિન ફ્રેન્ડલી પીચો પર ઇંગ્લેન્ડના બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.