Joe Root એ તોડ્યો સુનીલ ગાવસ્કરનો મોટો રેકોર્ડ, હવે સચિન તેંડુલકરને પછાડવા પર છે નજર

|

Jul 06, 2022 | 2:36 PM

IND Vs ENG: જો રૂટે 142 રનની ઇનિંગ રમીને સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો. હવે જો રૂટ સચિનનો રેકોર્ડ તોડવાથી 9 રન દૂર છે.

Joe Root એ તોડ્યો સુનીલ ગાવસ્કરનો મોટો રેકોર્ડ, હવે સચિન તેંડુલકરને પછાડવા પર છે નજર
Joe Root (File Photo)

Follow us on

ઈંગ્લેન્ડે ભારત સામે એજબેસ્ટન ટેસ્ટમાં 378 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને શાનદાર જીત નોંધાવી હતી. ઈંગ્લેન્ડની જીતમાં પૂર્વ સુકાની જો રૂટ (Joe Root) એ મહત્વનો ભાગ ભજવ્યો હતો. જો રૂટે 142 રનની શાનદાર ઇનિંગ રમીને બે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) અને રિકી પોન્ટિંગ (Ricky Ponting) ના મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સાથે રૂટ પાસે હવે સચિન તેંડુલકર (Sachin Tendulkar) નો મોટો રેકોર્ડ તોડવાનો મોકો છે.

જો રૂટ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) ને પછાડીને સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. ઇંગ્લેન્ડના પુર્વ સુકાની જો રૂટ (Joe Root) એ ભારત સામે 25 ટેસ્ટમાં 2526 રન બનાવ્યા છે. તો સુનિલ ગાવસ્કરે ઈંગ્લેન્ડ સામે 38 મેચમાં 2483 રન બનાવ્યા હતા. હવે માત્ર સચિન તેંડુલકર જ જો રૂટથી આગળ છે. તેણે 2535 રન બનાવ્યા છે. જો રૂટ 9 રન બનાવી લે છે તો તે આ મામલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દેશે.

જો રુટનું શાનદાર ફોર્મ ચાલુ

ભારત સામે પાંચમી ટેસ્ટ મેચમાં સદી સાથે જો રૂટે વધુ એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. ભારત સામે જો રૂટની આ 9મી સદી હતી. જો રૂટ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ભારત સામે આટલી સદી ફટકારી શક્યો નથી. આ પહેલા પોન્ટિંગે ભારત સામે 8 સદી ફટકારી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તમને જણાવી દઈએ કે જો રૂટ આ સમયે પોતાના કરિયરના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જો રૂટ (Joe Root) એ ગયા વર્ષથી અત્યાર સુધીમાં 11 સદી ફટકારી છે. જો રૂટે 18 મહિનામાં સ્ટીવ સ્મિથ (Steve Smith) અને વિરાટ કોહલી (Virat Kohli) જેવા અનુભવી ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. હાલમાં જો રૂટ ફેબ 4માં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે.

378નો લક્ષ્યાંક પણ ઓછો પડ્યો હતો

આ મેચના પ્રથમ સેશનમાં ખરાબ શરૂઆત છતાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી. ત્યારપછી ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને માત્ર 284 રનમાં સમેટી દીધું અને 132 રનની લીડ મેળવી લીધી. મેચના ચોથા દિવસે જ્યારે બેટિંગ માટે સારી સ્થિતિ હતી ત્યારે ભારતીય બેટિંગ તેનો ફાયદો ઉઠાવી શકી ન હતી અને માત્ર 245 રન જ બનાવી શકી હતી. આમ છતાં ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે કોઈપણ મુશ્કેલી વિના હાંસલ કરી લીધો હતો. તેના માટે જો રૂટ અને જોની બેયરિસ્ટોએ શાનદાર સદી ફટકારી હતી.

Next Article