Jhulan Goswami: સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝુલન ગોસ્વામી નિવૃત્તિ લેવા તૈયાર! છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે

TV9 GUJARATI

|

Updated on: Aug 20, 2022 | 4:02 PM

બીસીસીઆઈએ હાલમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં ઝુલન ગોસ્વામીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઝુલનને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો.

Jhulan Goswami: સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝુલન ગોસ્વામી નિવૃત્તિ લેવા તૈયાર! છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે
ઝુલન ગોસ્વામી નિવૃત્તિ લેવા તૈયાર! છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે
Image Credit source: Twitter

Jhulan Goswami: ભારતની દિગ્ગજ મહિલા બોલર ઝુલન ગોસ્વામી ટૂંક સમયમાં તેની અંદાજે બે દાયકાની કારકિર્દી પર પૂર્ણ વિરામ લગાવવા જઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઝુલને (Jhulan Goswami) મહિલા ક્રિકેટમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે હાલમાં દેશનો સૌથી સફળ અને અનુભવી ખેલાડી છે. મિતાલી રાજ (Mithali Raj)ની નિવૃત્તિ બાદ તે ટૂંક સમયમાં જ નિવૃત્તિ લેશે, જેના માટે સમગ્ર પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.

ઝુલન છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે

બીસીસીઆઈએ હાલમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં ઝુલન ગોસ્વામીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઝુલનને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. ઝુલન ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેની છેલ્લી મેચ રમશે. ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં રમાશે. એવું માનવામાં આવે છે કે આ મેચ ઝુલનના કરિયરની છેલ્લી મેચ પણ હશે.

ઝુલને T20ને અલવિદા કહી દીધું છે

ઝુલને તેની છેલ્લી વનડે મેચ આ વર્ષે માર્ચમાં રમી હતી. તે ન્યૂઝીલેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો. જોકે ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ગ્રુપ મેચમાં જગ્યા બનાવી શકી ન હતી. તેણે તેની છેલ્લી ટી20 મેચ વર્ષ 2018માં રમી હતી. આ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી હતી. કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ ઓક્ટોબર 2021માં રમાઈ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઝુલન IPL રમી શકે છે. બીસીસીઆઈએ તાજેતરમાં કહ્યું હતું કે મહિલા આઈપીએલ આવતા વર્ષથી શરૂ થશે. ઝુલને T20માંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ તે IPL રમી શકે છે. આ સિવાય તે મેન્સ આઈપીએલમાં કોઈપણ ટીમ સાથે સપોર્ટિંગ સ્ટાફ તરીકે પણ જોડાઈ શકે છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati