Jasprit Bumrah IPL 2022 : બૂમ-બૂમ બુમરાહની ધમાલ, T20 ક્રિકેટમાં 250 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો

|

May 18, 2022 | 9:19 AM

IPL 2022 : જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) T20 ક્રિકેટમાં 250 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં જસપ્રિત બુમરાહે આ રેકોર્ડ બનાવ્યો હતો.

Jasprit Bumrah IPL 2022 : બૂમ-બૂમ બુમરાહની ધમાલ, T20 ક્રિકેટમાં 250 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો
Jasprit Bumrah (PC: Twitter)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) હવે તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. આવા સમયે અનેક રેકોર્ડ ખેલાડીઓના નામે જોવા મળી રહ્યા છે. જેમાં મંગળવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જસપ્રીત બુમરાહે T20 ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી લીધી છે અને તે આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ટીમ સામેની મેચમાં જસપ્રીત બુમરાહને માત્ર એક જ વિકેટ મળી હતી. ટી20 ક્રિકેટમાં આ તેની 250 મી વિકેટ હતી. વોશિંગ્ટન સુંદર (Wasington Sunder) ને જસપ્રિત બુમરાહના હાથે ક્લીન બોલ્ડ થયો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભારતના સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ના T20 રેકોર્ડની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં તે 206 T20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેની કુલ 250 વિકેટ છે. આમાં મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત સિવાય ભારત માટે રમાયેલી T20 મેચોનો સમાવેશ થાય છે.

 

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય (લીગ, આંતરરાષ્ટ્રીય મેચ મળીને)

– જસપ્રીત બુમરાહઃ 250 વિકેટ
– ભુવનેશ્વર કુમારઃ 223 વિકેટ
– જયદેવ ઉનડકટઃ 201 વિકેટ
– વિનય કુમારઃ 194 વિકેટ
– ઇરફાન પઠાણઃ 173 વિકેટ

જસપ્રીત બુમરાહે 13 મેચમાં 12 વિકેટ ઝડપી છે

જ્યારે જસપ્રીત બુમરાહે આ વિકેટ લીધી ત્યારે તેની પત્ની અને ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશન પણ મેદાન પર હાજર હતી. આ સમયે ટીવી સ્ક્રીન પર સંજના ગણેશનની પ્રતિક્રિયા પણ બતાવવામાં આવી હતી. આ સિઝનમાં જસપ્રીત બુમરાહે 13 મેચમાં કુલ 12 વિકેટ લીધી છે અને તે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંનો એક છે.

આફ્રિકા સામેની સીરિઝમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે

જસપ્રીત બુમરાહ એવા ખેલાડીઓમાંથી એક છે જે સતત ક્રિકેટ રમી રહ્યા છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જસપ્રીત બુમરાહને IPL પછી યોજાનારી ભારત-દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીમાં આરામ મળી શકે છે. જસપ્રીત બુમરાહ ઉપરાંત રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંતને પણ આરામ મળી શકે છે.

Next Article