Jasprit Bumrah ને પીઠની સમસ્યાની સર્જરી ન્યુઝીલેન્ડના નિષ્ણાંત દ્વારા કરાવાશે, 5-6 મહિના રહેશે ક્રિકેટથી દૂર!

|

Mar 02, 2023 | 9:59 AM

IPL 2023 શર આડે હવે દિવસો ગણાઈ રહ્યા છે. Jasprit Bumrah જેમાંથી બહાર થઈ ચૂક્યો છે. તે હવે વનડે વિશ્વકપ પહેલા ક્રિકેટના મેદાનમાં પરત ફરે એમ લાગી રહ્યુ છે. ત્યાં સુધી તે ક્રિકેટથી દૂર રહેશે.

Jasprit Bumrah ને પીઠની સમસ્યાની સર્જરી ન્યુઝીલેન્ડના નિષ્ણાંત દ્વારા કરાવાશે, 5-6 મહિના રહેશે ક્રિકેટથી દૂર!
Jasprit Bumrah ન્યુઝીલેન્ડમાં સર્જરી કરાવશે

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ હાલમાં પીઠની સમસ્યાથી પરેશાન છે. આ દરમિયાન ઝડપી બોલરને હવે વિદેશમાં સર્જરી કરવા માટે મોકલવાની તજવીજ કરવામાં આવી રહી છે. બુમરાહ IPL 2023 ગુમાવી ચૂક્યો છે. હજુ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત સ્થાન મેળવે છે, તો બુમરાહ એ માટે પણ ઉપલબ્ધ રહી શકે એમ નથી. હવે તે વનડે વિશ્વકપ દરમિયાન ભારતીય ટીમમાં સામેલ હોય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ માટે બુમરાહને ઈંજરીથી ઠીક કરવો જરુરી છે. હવે કોઈ જ કચાશ તેના માટે રાખ્યા વિના શ્રેષ્ઠ સારવાર કરવાનો નિર્ણય બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.

જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર છે. હજુય તે લાંબો સમય મેદાનની બહાર ગુજારવા માટે મજબૂર છે. BCCI ને પણ તેની ઈંજરીને લઈ ચિંતાઓ સતાવી રહી છે. હવે તે ઝડપથી સાજો થાય એ માટે સર્જરી કરવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે. હવે સ્ટાર ઝડપી બોલરને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં જાણિતા સર્જન પાસે બુમરાહની સર્જરી કરવામાં આવશે.

ઓકલેન્ડ જશે બુમરાહ

એક મીડિયા રિપોર્ટ મુજબ બુમરાહને સર્જરી માટે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ મોકલવામાં આવશે. જ્યાં એક નિષ્ણાંત સર્જન તેની પીઠની ઈજાને લઈ સર્જરી કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડ અને નેશનલ ક્રિકેટ એકડમી દ્વારા સર્જરી માટે ઓક્લેન્ડના સર્જન પર પસંદગી ઉતારવામાં આવી છે. આમ બુમરાહને હવે ન્યુઝીલેન્ડ મોકલવામાં આવશે. જ્યાં તેની સર્જરી હાથ ધરાશે.

શિયાળામાં છોડને લીલાછમ રાખવા માટે અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 20-11-2024
પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી

સર્જરી બાદ સંપૂર્ણ રીતે ઠીક થવામાં જસપ્રીત બુમરાહે ખૂબ લાંબો સમય મેદાનથી દૂર રહેવા મજબૂર રહેવુ પડશે. ઓછામાં ઓછા 5 થી 6 મહિના સુધી બુમરાહ ક્રિકેટથી દૂર રહી શકે છે. આમ કરીયરનો મોટો સમય બુમરાહ ક્રિકેટના મેદાનથી દૂર રહી પસાર કરશે.

ODI World Cup માં પરત ફરવાની આશા

ટીમ ઈન્ડિયાનો સ્ટાર પેસર ગત વર્ષથી સ્ટ્રેસ ફ્રેક્ચરથી પરેશાન છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે પહોંચી હતી. જ્યાંથી પરત ફરવા બાદ આ સમસ્યા સામે આવી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ બુમરાહ સતત ટીમથી દૂર રહ્યો છે. તેણે એશિયા કપ, ટી20 વિશ્વકપ સહિત કેટલીક દ્વી પક્ષીય સિરીઝ સહિત હવે આઈપીએલની સિઝન ગુમાવવી પડી રહી છે. આમ લાંબા સમયથી બુમરાહ પીઠની સમસ્યાને લઈ ક્રિકેટ રમી શકતો નથી.

જોકે હવે તે આગામી વનડે વિશ્વકપમાં ભારતીય ટીમનો હિસ્સો બને એ માટે બોર્ડ દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. આ માટે બુમરાહને સંપૂર્ણ રીતે ઠીક કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. જેથી તેને લક્ષ્ય મુજબ ક્રિકેટના મેદાનમાં ઉતારી શકાય જોકે આ પહેલા એશિયા કપ સહિત અનેક ટૂર્નામેન્ટો ગુમાવવાનો ભોગ આપવો પડશે.

Published On - 9:45 am, Thu, 2 March 23

Next Article