ટીમ ઈન્ડિયામાંથી બહાર થવા પર ઈશાન કિશને તોડ્યું મૌન, સિલેક્ટર્સના નિર્ણય પર કહી આ મોટી વાત

|

Aug 12, 2022 | 10:00 PM

ઓગષ્ટ મહિનાથી 27 તારીખથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે, પરંતુ ઓપનર ઈશાન કિશનને (Ishan Kishan) તેમાં જગ્યા મળી નથી.

ટીમ ઈન્ડિયામાંથી બહાર થવા પર ઈશાન કિશને તોડ્યું મૌન, સિલેક્ટર્સના નિર્ણય પર કહી આ મોટી વાત
Ishan-Kishan

Follow us on

આ મહિનાથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ભારતીય ટીમની (Indian Cricket Team) જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ઈશાન કિશનને (Ishan Kishan) જગ્યા મળી નથી. ઈશાનને ટી-20 વર્લ્ડ કપની ટીમનો દાવેદાર માનવામાં આવતો હતો. એવું માનવામાં આવતું હતું કે તે ટીમમાં બેકઅપ ઓપનર તરીકે રહેશે, પરંતુ એશિયા કપની ટીમમાંથી બહાર થયા બાદ ઈશાન માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમમાંથી બહાર થયા બાદ હવે ઈશાન બોલ્યો છે અને કહ્યું છે કે તે પોતાની રમતમાં સુધારો કરશે.

ટીમમાંથી બહાર થયા બાદ ઈશાને કહ્યું છે કે આ તેના માટે પોઝિટીવ બાબત છે અને હવે તે પોતાની રમત પર પહેલા કરતા વધુ મહેનત કરશે. તેને કહ્યું કે તે ટીમમાં વાપસી કરવા માટે વધુ રન બનાવશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. તે ટી20 ફોર્મેટમાં રમાશે. 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે.

‘સિલેક્ટર્સે જે કર્યું તે સારું’

ઈશાને ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, મને લાગે છે કે સિલેક્ટર્સે જે કર્યું તે યોગ્ય છે. જ્યારે તે ખેલાડીઓની પસંદગી કરે છે ત્યારે તે ઘણું વિચારે છે કે કોને અને ક્યારે તક આપવી જોઈએ. તે મારા માટે પોઝિટીવ છે કારણ કે જો મારી પસંદગી નહીં થાય તો હું વધુ મહેનત કરીશ અને વધુ રન બનાવીશ. જ્યારે સિલેક્ટર્સને મારામાં વિશ્વાસ હશે તો તેઓ મને ટીમમાં ચોક્કસ રાખશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એશિયા કપ માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે ઈશાનનું નામ ન જોઈને ઘણા લોકોને હેરાન થયું કારણ કે ઈશાન લાંબા સમયથી ટીમની સાથે હતો અને સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તે આ વર્ષે ટી20માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં બીજા નંબરે છે. તેને 30.71ની એવરેજથી 430 રન બનાવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે ત્રણ અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 89 રહ્યો છે. તેના પછી શ્રેયસ અય્યર છે જેણે 14 મેચમાં 449 રન બનાવ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર કરી હતી મોટિવેશનલ પોસ્ટ

એશિયા કપ માટે ટીમમાં પસંદ ન થયા બાદ ઈશાન કિશને ઈન્સ્ટાગ્રામ પર એક મોટિવેશનલ પોસ્ટ કરી હતી. તેને તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રેપ સોંગ પોસ્ટ કર્યું છે. તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું.

“કિ અબ એસા બનના હે કિ ભલે ઘાયલ હો જાના, તુઝે ફૂલ સમજે કોઈ તો તુ ફાયર હો જાના, આ સબ આગે વાલો કી તરહ ન ગાયબ હો જાના મેરી બાત સુન મેં હેટ દેકર કહાં જાઉંગા? યા ફિર કહું કિ હેટ લેકર બદલ જાઉંગા.”

Next Article