Ishan Kishan Debut : શરુઆતમાં મુશ્કેલી થઈ પણ પછી બતાવી કમાલ, આવી રહી ઈશાન કિશનની વિકેકીપિંગ, જુઓ Video
IND vs WI 1st Test: ભારતીય ટીમે સતત પાંચ ટેસ્ટ મેચમાં કેએસ ભરતને તક આપી હતી. પણ તે પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેવામાં ડોમિનિકા ટેસ્ટ મેચમાં ઈશાન કિશનને તક આપવામાં આવી હતી.
Dominica : 23 વર્ષના ઈશાન કિશને 12 જુલાઈના રોજ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આજથી 6 દિવસ બાદ 18 જુલાઈના દિવસે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન 24 વર્ષનો થઈ જશે. ડોમિનિકા ટેસ્ટના પહેલા દિવસે ઈશાન કિશને (Ishan Kishan) વિકેટકીપર તરીકે ફેન્સને નિરાશ કર્યા ન હતા. પણ બીજી ઈનિંગમાં તેની પિચને કારણે તેની અગ્નિપરિક્ષા થઈ શકે છે.
રિષભ પંત અકસ્માત બાદ ભારતીય ટીમથી બહારી છે. ભારતીય ટીમ છેલ્લા 5 મહિનાથી રિષભ પંતની જગ્યા પૂરવાનો પ્રયાસ કરી રહી છે. કેએસ ભરતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ સિવાય ઘણી ટેસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું પણ તેણે નિરાશ કર્યા. તેવામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં ઈશાન કિશન, પંતની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Afghanistan cricket: અફઘાનિસ્તાન ક્રિકેટની ચમક વધી રહી છે, BCCIની પણ છે મોટી ભૂમિકા
પ્રથમ ટેસ્ટમાં ઈશાન કિશનની વિકેટકીપિંગ
Lord Shardul Thakur doesn’t waste time.
Also, Ishan Kishan’s maiden Test catch 😍 .
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/kufukYWBfo
— FanCode (@FanCode) July 12, 2023
વેસ્ટ ઈન્ડિઝે મેચના પ્રથમ દિવસે પ્રથમ દાવમાં માત્ર 64.3 ઓવર બેટિંગ કરી હતી, જેમાંથી 38.3 ઓવર બંને સ્પિનરોએ ફેંકી હતી અને ઈશાને નિરાશ કર્યા ન હતા. શરૂઆતમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સામે લેગ સ્ટમ્પ તરફની ભૂલ અને અશ્વિન સામેની ભૂલને બાદ કરતાં, ઈશાને મોટા ભાગના સમય માટે પોતાને સક્ષમ વિકેટકીપર તરીકે સાબિત કર્યું.
ઈશાને આ દરમિયાન બે ખૂબ સારા કેચ પણ લીધા હતા. સૌથી પહેલા તેણે શાર્દુલ ઠાકુરના બોલ પર આગળ કૂદીને કેચ પકડ્યો હતો. ત્યારબાદ જાડેજાના ઝડપી અને ઉછાળાવાળા બોલ પર જોશુઆ ડેસિલ્વાનો કેચ લઈને ટીમને સફળતા અપાવી હતી.
ટેસ્ટ શરૂ થતા પહેલા પહેલા ઈશાન કિશનને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ આપી હતી. આ રીતે ઈશાન કિશન ભારતનો નંબર 307 ટેસ્ટ પ્લેયર બની ગયો છે. ઈશાને માર્ચ 2021માં કોહલીની કેપ્ટન્સીમાં T20માં ડેબ્યૂ કર્યું હતું. યશસ્વી જયસ્વાલને કેપ નંબર 306 મળી હતી, જે તેને કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ કેપ આપી હતી.
આ પણ વાંચો : IND vs WI: ઈશાન કિશન ટીમ ઈન્ડિયાનો 307મો ટેસ્ટ ક્રિકેટર બન્યો, આક્રમક બેટિંગની ક્ષમતાએ અપાવ્યું ટીમમાં સ્થાન
ટેસ્ટ શેડયૂલ
તારીખ | મેચ | સ્થળ |
12-16 જુલાઈ | WI vs IND 1st Test | વિન્ડસર પાર્ક, રોઝો, ડોમિનિકા |
20-24 જુલાઈ | WI vs IND 2nd Test | ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ |