જય શ્રી રામ… ઈશાન કિશને નારા લગાવ્યા, રાજસ્થાન રોયલ્સ ટીમના ‘રામ ભક્ત’ ખેલાડીને પૂછ્યું – શું તને હિન્દી આવડે છે?

IPL 2024માં રાજસ્થાન સામેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈશાન કિશન કેશવ મહારાજને મળ્યો હતો. તેણે તેને પૂછ્યું કે શું તેને હિન્દી આવડે છે. ત્યારબાદ ઈશાન કિશને કેશવ મહારાજ સામે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જેનો વીડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જય શ્રી રામ... ઈશાન કિશને નારા લગાવ્યા, રાજસ્થાન રોયલ્સ ટીમના ‘રામ ભક્ત’ ખેલાડીને પૂછ્યું – શું તને હિન્દી આવડે છે?
Keshav Maharaj & Ishaan Kishan
| Updated on: Apr 22, 2024 | 5:16 PM

IPL 2024ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પ્રવેશવા જો પોતાની આશા જીવંત રાખવા અને IPLની 17મી સિઝનમાં આગળ વધવા ઈચ્છે છે તો તેમને કોઈપણ ભોગે રાજસ્થાન સામે જીતની જરૂર પડશે. મુંબઈ ઈન્ડિયન્સના જીતવાના ઈરાદાને સાકાર કરવામાં ઈશાન કિશન મહત્વની કડી છે. જો તેનું બેટ ઓપનિંગમાં કામ કરશે તો જયપુરના નાના મેદાન પર રનની આતશબાજી જોવા મળશે, જેના કારણે મુંબઈ જીતી શકે છે.

ટ્રેનિંગ સેશનમાં કેશવ મહારાજને મળ્યો ઈશાન

ઈશાન કિશનનું બેટ મેચમાં રન બનાવશે કે નહીં તે તો પછી જ ખબર પડશે. પરંતુ, તે પહેલા ટીમના પ્રેક્ટિસ સેશનમાં તેનો ઉત્સાહ ઘણો વધારે જોવા મળ્યો છે, જે મુંબઈ ઈન્ડિયન્સના દૃષ્ટિકોણથી સારો સંકેત છે. જ્યારે રામ ભક્ત કેશવ મહારાજ તેને મળવા આવ્યો ત્યારે ઈશાન કિશનનો ઉત્સાહ વધુ જણાતો હતો.

બંનેની વાતચીતનો વીડિયો થયો વાયરલ

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજ IPL 2024માં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે. અને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પણ તે રાજસ્થાનની પ્લેઈંગ-11 નો ભાગ હશે અને મેચમાં રમશે. મેચના એક દિવસ પહેલા કેશવ મહારાજ મુંબઈના ઈશાન કિશનને મળ્યો હતો. જ્યારે બંને મળ્યા ત્યારે જોરદાર માહોલ બન્યો હતો.

ઈશાન કિશને કેશવ મહારાજને કહ્યું- જય શ્રી રામ

વાસ્તવમાં, આ આખો મામલો તે સમયનો છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ઈશાન કિશન અને રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલ ટ્રેનિંગ સેશન દરમિયાન વાત કરી રહ્યા હતા. આ બંને વાતો કરી રહ્યા હતા ત્યારે રામ ભક્ત કેશવ મહારાજ પણ ત્યાં આવી ગયો. તેણે ઈશાન કિશન સાથે હાથ મિલાવ્યા. આ પછી મુંબઈ ઈન્ડિયન્સના ઓપનરે કેશવ મહારાજને પૂછ્યું કે શું તેઓ બરાબર હિન્દી બોલે છે અને સમજે છે? કેશવ મહારાજ તરફથી જવાબ મળ્યા બાદ ઈશાન કિશન તેને જય શ્રી રામ કહેતો જોવા મળે છે.

મુંબઈ માટે રાજસ્થાનને હરાવવું શા માટે મહત્વનું?

મેચની વાત કરીએ તો, આ સાતમા ક્રમની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર બેઠેલી ટીમ રાજસ્થાન વચ્ચેની મેચ છે. રાજસ્થાનના અત્યાર સુધી 7 મેચમાં 12 પોઈન્ટ છે જ્યારે આટલી જ મેચો બાદ મુંબઈના પોઈન્ટ રાજસ્થાન કરતા અડધા પોઈન્ટ છે. આ જ કારણ છે કે રાજસ્થાન કરતા મુંબઈ માટે આ મેચમાં જીત વધુ મહત્વની છે.

આ પણ વાંચો : IPL 2024 : ધોનીની સાસુ ચલાવે છે કરોડ રૂપિયાની કંપની, નેટવર્થ જાણીને ચોંકી જશો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો