ટીમ ઈન્ડિયાના ખેલાડીને ‘ઈજા’, ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેયર કર્યું દર્દ

|

Aug 10, 2022 | 7:41 PM

ટી20 ક્રિકેટમાં આ વર્ષે રનનો વરસાદ કર્યો હોવા છતાં એશિયા કપ માટે ભારતીય બેટ્સમેનની અવગણના કરવામાં આવી હતી. ભારતીય ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને (Ishan Kishan) જગ્યા મળી ન હતી.

ટીમ ઈન્ડિયાના ખેલાડીને ઈજા, ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શેયર કર્યું દર્દ
Ishan Kishan

Follow us on

એશિયા કપ 2022 માટે ભારતીય ટીમની (Indian Cricket Team) જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ભારતીય ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને (Ishan Kishan) જગ્યા મળી ન હતી, ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. ઈશાને બુધવારે એક ગીતના અંશો શેયર કર્યા અને કહ્યું કે તેને ફાયર થવું પડશે. ઈશાન આ વર્ષે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન છે. ટી20 ક્રિકેટમાં આ વર્ષે રનનો વરસાદ કર્યો હોવા છતાં એશિયા કપ માટે ભારતીય બેટ્સમેનની અવગણના કરવામાં આવી હતી.

રાહુલની વાપસીથી ઈશાન બહાર

ઈશાને આ વર્ષે ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં 14 મેચમાં 30.71ની એવરેજ અને 130.30ના સ્ટ્રાઈક રેટથી કુલ 430 રન બનાવ્યા છે. આ શાનદાર પ્રદર્શનના આધારે તેને ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. તેનો બેકઅપ ઓપનર અને વિકેટકીપર તરીકે ઉપયોગ થતો હતો, પરંતુ એશિયા કપ માટે કેએલ રાહુલની વાપસી સાથે ઈશાનને પડતો મૂકવામાં આવ્યો હતો.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ઈશાને ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેયર કરી અને લખ્યું કે અબ એસા બનના હે કિ ભલે ઘાયલ હો જાના, તુઝે ફૂલ સમજે કોઈ તો તુ ફાયર હો જાના, આ સબ આગે વાલો કી તરહ ન ગાયબ હો જાના.

આઈપીએલમાં ફ્લોપ રહ્યો હતો ઈશાન

ઈશાન કિશનના આઈપીએલ 2022માં પ્રદર્શનની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે તેને 15.25 કરોડ રૂપિયાના મોટી રકમમાં ખરીદ્યો હતો. તેને આઈપીએલ 2022ની શરૂઆતની મેચોમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે પછી તે લયથી ભટકી ગયો અને 14 મેચમાં માત્ર 428 રન જ બનાવી શક્યો. પરંતુ તેનું બેટ ભારત માટે જોરદાર દોડ્યું.

દક્ષિણ આફ્રિકા સામે કર્યો રનનો વરસાદ

ઈશાનના બેટથી દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી ટી20 સિરીઝમાં ઘણા રન થયા હતા. તેણે દિલ્હીમાં 76, કટકમાં 36, વિશાખાપટ્ટનમમાં 54, રાજકોટમાં 27 અને બેંગ્લોરમાં 15 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી તેનું બેટ આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલ્યું ન હતું. વિન્ડીઝ સામેની 5મી અને છેલ્લી ટી20 મેચમાં તે માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. આ સાથે જ તેણે ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી20 મેચમાં 8 રન બનાવ્યા હતા. ઈશાનને ઈંગ્લેન્ડ અને વિન્ડીઝ સામે માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ , રવિચંદ્રન અશ્વિન, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.

Next Article