IRE vs IND T20: ઉમરાન મલિક આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરી શકે છે, સુકાની હાર્દિક પંડ્યાએ આપ્યા સંકેત

|

Jun 26, 2022 | 7:24 AM

Cricket : દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની તાજેતરની T20 શ્રેણીમાં ભારત તરફથી કોઈ ખેલાડીએ ડેબ્યુ કર્યું નથી. હવે હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) આયર્લેન્ડ સામેની શ્રેણીમાં એક-બે ખેલાડીઓને ડેબ્યૂ કરવાનો સંકેત આપ્યો છે.

IRE vs IND T20: ઉમરાન મલિક આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરી શકે છે, સુકાની હાર્દિક પંડ્યાએ આપ્યા સંકેત
Umran Malik (PC: BCCI)

Follow us on

ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ (IRE vs IND) વચ્ચે બે મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 26 જૂન (રવિવાર) ના રોજ ડબલિનમાં રમાશે. આ મેચની શરૂઆત પહેલા ભારતીય સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ આયર્લેન્ડ શ્રેણીમાં કેટલાક ખેલાડીઓના ડેબ્યૂના સંકેત આપ્યા છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે ભારત એક કે બે ખેલાડીઓને કેપ આપી શકે છે. પરંતુ તેમનું લક્ષ્ય શ્રેષ્ઠ ટીમને રમવાનું રહેશે.

હાર્દિક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે લોકોને તક આપવા માંગીએ છીએ પરંતુ અમારી શ્રેષ્ઠ ઈલેવનને પણ રમાડવા માંગીએ છીએ. તે એવી સ્થિતિ હશે જ્યાં કેટલીક ખેલાડીઓને ડેબ્યુ કરાવવામાં આવશે. પરંતુ અન્ય કંઈપણ કરતાં વધુ અમે ખાતરી કરીશું કે અમારી પાસે શ્રેષ્ઠ XI છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં ઉમરાન મલિકનું ડેબ્યું થયું ન હતું

દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની T20 શ્રેણીમાં કોઈપણ ખેલાડીએ ભારત માટે ડેબ્યુ કર્યું ન હતું. કારણ કે રિષભ પંતે પ્રથમ બે મેચ હારી જવા છતાં ટીમમાં કોઇ ફેરફાર કરવાનું યોગ્ય ન હતું માન્યું. હાર્દિક પંડ્યાના નિવેદનનો અર્થ એ છે કે ઉમરાન મલિક (Umran Malik) અને રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરી શકે છે.

 

 

આ સિરીઝ ખુદ હાર્દિક પંડ્યા માટે મોટી કસોટી હશે. જેણે તાજેતરમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ને તેની કેપ્ટનશિપ હેઠળ IPL ટાઇટલ જીતાડ્યું હતું. કેટલાક ક્રિકેટ નિષ્ણાતોએ હાર્દિક પંડ્યાને નજીકના ભવિષ્યમાં ભારતીય ટીમનો સુકાની બનવાની વાત કહી છે. આવી સ્થિતિમાં આયર્લેન્ડ શ્રેણી હાર્દિક પંડ્યા માટે તે વાતને મજબૂત કરવાની તક હશે.

હું કોઇને બતાવવા માટે નથી રમતોઃ હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે શું તે આ શ્રેણીમાં તેની ક્ષમતા સાબિત કરવા માંગે છે. સુકાની હાર્દિક પંડ્યાએ આ પ્રશ્નનો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, તે કોઈને કંઈ બતાવવા માટે ભારતીય ટીમમાં નથી. હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘હું અહીં કોઈને કંઈ બતાવવા નથી આવ્યો. મને ભારતનું નેતૃત્વ કરવાની તક મળી છે. જે મારા માટે મોટી વાત છે. હું કોઈને બતાવવા માટે આ રમત રમતો નથી. કંઈપણ કરતાં વધુ હું ફક્ત આ શ્રેણીમાં શું કરી શકું તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.’

Next Article