IRE vs IND: Bhuvneshwar Kumar એ ઇતિહાસ રચ્યો, T20I પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

|

Jun 27, 2022 | 7:43 AM

Cricket : સૂર્યકુમાર યાદવ આ મેચ સાથે ટીમ ઈન્ડિયા (Team India) માં વાપસી કરી હતી. તે IPL દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. IPL માં શાનદાર પ્રદર્શનના આધારે ઉમરાન મલિક (Umran Malik) ને આયરલેન્ડ સામેની પહેલી ટી20 મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાપર્ણ કર્યું હતું.

IRE vs IND: Bhuvneshwar Kumar એ ઇતિહાસ રચ્યો, T20I પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
Bhuvneshwar Kumar (File Photo)

Follow us on

આયર્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમ (Team India) ના વાઇસ કેપ્ટન ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) એ રવિવારે રાત્રે ઈતિહાસ રચી દીધો છે. તે T20 ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે આજે આ મામલે વિન્ડીઝના સેમ્યુઅલ બદ્રી (Samuel Badree) ને પાછળ છોડી દીધો છે. ભુવનેશ્વર કુમારે હવે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) માં પાવરપ્લે દરમિયાન કુલ 34 વિકેટ ઝડપી છે. આ પહેલા પાવરપ્લેમાં સેમ્યુઅલના નામે 33 વિકેટના રેકોર્ડ સાથે સૌથી આગળ હતો. ભુવનેશ્વર કુમારે આયર્લેન્ડના ઓપનર એન્ડ્ર્યુ બાલબેરીનને આઉટ કરીને આ સિદ્ધી પોતાના નામે કરી હતી. મેચની પહેલી જ ઓવરમાં આયર્લેન્ડનો ઓપનર બાલબરીન તેનો શિકાર બન્યો હતો. ભુવીએ તેને શૂન્યના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો.

વરસાદના કારણે મેચ મોટી શરૂ થઇ અને 12-12 ઓવરની મેચ શક્ય બની

વરસાદના કારણે મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી. 11:20 વાગ્યે મેચ શરૂ થઈ ત્યારે તેને 20ને બદલે 12-12 ઓવરની કરવામાં આવી હતી. આ મેચમાં પાવરપ્લે ઓવરોની સંખ્યા પણ છને બદલે ચાર ઓવરની કરવામાં આવી છે. બે બોલરો માટે ત્રણ-ત્રણ ઓવર અને ત્રણ ક્રિકેટરો માટે બે ઓવર નાખવાનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આ સીરિઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા (Hardik Pandya) કરી રહ્યો છે. હાર્દિક માટે પણ આ મેચ ભારતીય ટીમના કેપ્ટન તરીકે ડેબ્યુ મેચ છે. તે અગાઉ IPLમાં ગુજરાત ટાઇટન્સ માટે સુકાની રહી ચૂક્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

સુર્ય કુરામા યાદવે કરી વાપસી તો ઉમરાન મલીકે ટીમ ઇન્ડિયામાં ડેબ્યુ કર્યું

સૂર્યકુમાર યાદવ આ મેચ સાથે ટીમ ઈન્ડિયા (Team India) માં વાપસી કરી હતી. તે IPL દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. IPL માં શાનદાર પ્રદર્શનના આધારે ઉમરાન મલિક (Umran Malik) ને આયરલેન્ડ સામેની પહેલી ટી20 મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાપર્ણ કર્યું હતું. ટીમ ઈન્ડિયાને ઉમરાન મલીક પાસેથી ઘણી આશાઓ છે. મહત્વનું છે કે તેણે IPL 2022 માં 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી અને ટીમ ઇન્ડિયા માટેના દરવાજા ખખડાવ્યા હતા.

Next Article