
ઈરાન ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રિકેટને ખુબ મોટું નુકસાન થયું છે. હાલમાં ઈંગ્લેન્ડ લાયન્સ અને પાકિસ્તાન શાહીન્સ વચ્ચે એકદીવસની સીરિઝ રદ થઈ ચૂકી છે. યુદ્ધના કારણે મિડલ ઈર્સ્ટના અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. આ કારણથી ટી20 વર્લ્ડકપમાંથી બહાર થયેલી કેટલીક ટીમ પોતાના ઘરે પરત ફરી નથી અને તેમણે ભારતમાં જ રહેવું પડ્યું છે. આઈપીએલ 2026ની શરુઆત માર્ચના છેલ્લા અઠવાડિયાથી થવાની છે. હવે વિરાટ કોહલીનો એક વાયરલ ફોટોએ તેને આઈપીએલમાં ભાગ લેવાની શકયતા પર સવાલો ઉભા કર્યા છે.
આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલ લંડનમાં પોતાના પરિવાર સાથે છે. જ્યાં કોહલી લંડનના રસ્તા પર પોતાના દીકરા સાથે ફરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, તે હવે લંડનમાં રહે છે અને ક્રિકેટ રમવા માટે ભારત આવે છે. લંડનથી ભારતની દુબઈ રુટની ફ્લાઈટ હાલમાં બંધ છે. મોટાભાગની યાત્રા આ રુટથી આવે છે, લંડનથી ભારતની દુબઈ રુટ વાળી ફલાઈટ હાલમાં બંધ છે. મોટાભાગની મુસાફરી આ રુટથી કરવામાં આવે છે.
ઈરાન ઈઝરાયલ જંગના કારણે દુબઈ એરપોર્ટબંધ છે. તેમજ હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. એવું લાગતું નથી કે, આ યુદ્ધ જલ્દી બંધ થાય. વિરાટ કોહલીનું આઈપીએલ રમવા માટે ભારત આવવું ખુબ મુશ્કેલ જોવા મળી રહ્યું છે. માર્ચના છેલ્લા અઠવાડિયા પહેલા એરસ્પેસ નહી ખુલે તો વિરાટ કોહલી આઈપીએલની શરુઆતની મેચ મિસ કરી શકે છે.
આઈપીએલ દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટ છે અને વિરાટ કોહલી આવવાથી રોમાંચ ખુબ વધી જાય છે. બીસીસીઆઈ નહી ઈચ્છે કે, આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી ન રમે. ત્યારે બીસીસીઆઈ તેના માટે પ્રાઈવેટ જેટની પણ વ્યવસ્થા કરી શકે છે. દુબઈ સિવાય અમેરિકા-ઓસ્ટ્રેલિયાનો રુટ પણ છે. જેનાથી વિરાટ કોહલી ભારત આવી શકે છે. વિરાટ પાસે બે વિકલ્પ છે.
ઝિમ્બાબ્વે અને વેસ્ટઈન્ડિઝની ટીમ ટી20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ચૂકી છે. ઈરાન-ઈઝરાયલના યુદ્ધના કારણે તે પોતાના દેશ પરત ફરી શક્યા નથી. તે ભારતમાં જ રોકાયેલા છે અને સ્થિતિ સુધર્યા બાદ આ દેશોના ખેલાડીઓ પોતાના ઘરે પરત ફરી શકે છે.