IPL ના સિંહ રણજીમાં શિયાળ! પૃથ્વી શૉ-શુભમન ગિલ-મયંક સહિતના આ સ્ટાર્સ ક્વાર્ટર ફાઈનલ મેચમાં નિષ્ફળ

|

Jun 07, 2022 | 6:33 AM

Cricket : IPL પુરી થયા બાદ હવે રણજી ટ્રોફી (Ranji Trophy) ની ક્વાર્ટર ફાઈનલ મેચો ચાલી રહી છે. પહેલા જ દિવસે ઘણા મોટા નામો નિષ્ફળ સાબિત થયા જેમણે IPL 2022 માં સારું પ્રદર્શન કર્યું હતું.

IPL ના સિંહ રણજીમાં શિયાળ! પૃથ્વી શૉ-શુભમન ગિલ-મયંક સહિતના આ સ્ટાર્સ ક્વાર્ટર ફાઈનલ મેચમાં નિષ્ફળ
Shubman Gill and Mayank Agarwal

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 પુરી થયા બાદ ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચે ટી20 શ્રેણી થવાની છે. 9 જુનથી 5 મેચની ટી20 શ્રેણીની શરૂઆત થશે. પરંતુ આ દરમિયાન રણજી ટ્રોફી (Ranji Trophy 2022) ની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ રહી છે. આઈપીએલ પુરી થયા બાદ ઘણા સ્ટાર્સ ક્રિકેટરો રણજી ટ્રોફીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પરંતુ આ સ્ટાર્સ ક્રિકેટરો અહીંયા નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.

પૃથ્વી શો (Prithvi Shaw), મયંક અગ્રવાલ, શુભમન ગિલ (Shubhman Gill) અને અન્ય કેટલાક સ્ટાર્સ ક્રિકેટરો સોમવારથી શરૂ થયેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નિષ્ફળ જોવા મળ્યા હતા.

રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જો મુંબઈ-ઉત્તરાખંડ વચ્ચે ચાલી રહેલી મેચની વાત કરીએ તો મુંબઈ તરફથી રમતા પૃથ્વી શૉ (Prithvi Shaw) માત્ર 21 રન જ બનાવી શક્યો હતો. તેના સિવાય યશસ્વી જયસ્વાલ પણ 35 રન બનાવી આઉટ થયો હતો. બંને ખેલાડીઓ IPL માં જોવા મળ્યા હતા. જોકે પૃથ્વી શૉ દિલ્હી કેપિટલ્સ માટે ખાસ કઇ કરી શક્યો ન હતો. જોકે યશસ્વીએ રાજસ્થાન રોયલ્સ માટે છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ સિવાય ટુર્નામેન્ટમાં અન્ય મેચની વાત કરીએ તો કર્ણાટક અને ઉત્તર પ્રદેશ વચ્ચેની મેચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. અહીં મયંક અગ્રવાલ (Mayank Agarwal) પ્રથમ ઇનિંગમાં માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કર્ણાટકના કેપ્ટન મનીષ પાંડેએ પણ 70 બોલમાં 27 રનની ઇનિંગ રમી હતી. પંજાબ અને મધ્યપ્રદેશ વચ્ચે ચાલી રહેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં શુભમન ગિલ નિષ્ફળ રહ્યો હતો.

શુભમન ગિલ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. તે IPL માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો હતો અને તેની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને હતો. શુભમન ગિલે IPL 2022 માં 483 રન બનાવ્યા હતા. જો કે પંજાબના અભિષેક શર્માએ સારી શરૂઆત કરી અને 47 રન બનાવ્યા હતા. અભિષેકે IPL 2022 માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી હતી.

મહત્વનું છે કે રણજી ટ્રોફી (Ranji Trophy 2022) ની ચાર ક્વાર્ટર ફાઈનલ મેચ એક જ સમયે અલગ-અલગ જગ્યાએ રમાઈ રહી છે. સોમવારથી શરૂ થયેલી આ મેચોમાં થોડો સમય વરસાદ પણ વિલન બન્યો હતો.

Next Article