IND vs SA : સાઉથ આફ્રિકા સામેની પહેલી ટી20 મેચમાં દર્શકોને લઇને આવ્યા મોટા સમાચાર, DDCA અધ્યક્ષે આપ્યું નિવેદન

Cricket : 2 વર્ષ પછી આ પ્રથમ વખત બનશે જ્યારે ભારતીય ટીમ (Team India) કોઈપણ પ્રતિબંધ વિના ક્રિકેટ મેચ રમશે. કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયા બાદ બોર્ડે બાયો-બબલને (Bio-Bubble) દૂર કરવાનો નિર્ણય લીધો છે.

IND vs SA : સાઉથ આફ્રિકા સામેની પહેલી ટી20 મેચમાં દર્શકોને લઇને આવ્યા મોટા સમાચાર, DDCA અધ્યક્ષે આપ્યું નિવેદન
Arun Jaitly Stadium (PC: ToI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 2:31 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી (T20 Series) 9 જૂનથી દિલ્હીમાં શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીમાં કોઈપણ પ્રતિબંધ વિના રમાશે. લગભગ 2 વર્ષ પછી આવું પ્રથમ વખત બનશે જ્યારે ભારતીય ટીમ કોઈપણ પ્રતિબંધ વિના ક્રિકેટ મેચ રમશે. કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયા બાદ બોર્ડે બાયો-બબલને દૂર કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે દિલ્લી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ રોહન જેટલીએ કહ્યું છે કે તેઓ સુરક્ષાને ધ્યાને રાખીને આ મેચ સમયે પોતાની રીતે થોડા નિયંત્રણો લગાવશે.

તેમણે કહ્યું કે, તમામ જરૂરી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ભલે કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. પરંતુ અમે લોકો માટે તેનું પાલન કરવાનું ફરજિયાત બનાવીશું. અગાઉથી તૈયાર થવું જરૂરી છે. સ્ટેડિયમ મેચની યજમાની માટે તૈયાર છે અને અમે ચાહકોને આવકારવા આતુર છીએ. પ્રથમ T20 મેચ માટે અમે મોટી સંખ્યામાં દર્શકોની અપેક્ષા રાખી રહ્યા છીએ. દક્ષિણ આફ્રિકાની (Cricket South Africa) ટીમ અહિયા આવી પહોંચી છે અને તેઓ હવામાનને અનુરૂપ સેટ થઇ ગયા છે. જ્યારે ટીમ ઇન્ડિયા (Team India) સોમવારે દિલ્હી ખાતે આવી પહોંચશે. દિલ્હી ક્રિકેટ માટે આ ખૂબ જ રોચક સમય છે.

2019 માં દિલ્હી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું

દિલ્હીના આ સ્ટેડિયમને પહેલા ફિરોઝ શાહ કોટલા (Firoz Shah Kotla) તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ 2019 માં ભૂતપૂર્વ ભારતીય નાણામંત્રી અરુણ જેટલી (Arun Jaitley Stadium) ના અવસાન બાદ આ સ્ટેડિયમનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ મેદાન પર નવેમ્બર 2019 માં છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ભારતે દિલ્હીમાં માત્ર 2 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાંથી ભારતે એક જીતી છે અને એક મેચમાં હારનો સામનો કર્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે

દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામેની શ્રેણી માટે ભારતે રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી (Virat Kohli) અને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) જેવા અનુભવી ખેલાડીઓને આરામ આપ્યો છે. ભારતીય ટીમની કપ્તાની કેએલ રાહુલ (KL Rahul) ને સોંપવામાં આવી છે. સાથે જ કેટલાક યુવા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">