IPL 2022 Retention: રિટેન્શન માટે શુ છે નિયમો, ટીમોના પર્સ-બજેટ પર અસર, જાણો તમામ જાણકારી

IPL 2022 માં 8 ને બદલે 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. 10 ટીમોની મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પહેલા રિટેન્શન (IPL Retention) ની પ્રક્રિયા મંગળવારે પૂરી થશે.

IPL 2022 Retention: રિટેન્શન માટે શુ છે નિયમો, ટીમોના પર્સ-બજેટ પર અસર, જાણો તમામ જાણકારી
Indian Premier League
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 12:46 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ખૂબ જ અલગ બનવા જઈ રહી છે જેમાં 10 ટીમો રમવા જઈ રહી છે. ઓક્ટોબરમાં, દુબઈમાં બે નવી ટીમો માટે બિડ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ (Ahmedabad) અને લખનૌ (Lucknow) ને બે નવી ટીમ તરીકે પસંદ કરવામાં આવી હતી. BCCI એ આ બંને ટીમોથી 12 હજાર કરોડથી વધુની કમાણી કરી છે, જે અપેક્ષા કરતા ઘણી વધારે છે. લખનૌ માટે સંજીવ ગોએન્કા ગ્રુપ દ્વારા 7090 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.

અમદાવાદ માટે રૂ. 5625 કરોડની બિડ કરવામાં આવી હતી, જે વિદેશી કંપની CVC ગ્રુપ દ્વારા મૂકવામાં આવી હતી. આવી સ્થિતિમાં બે નવી ટીમો આવ્યા બાદ મેગા હરાજી ખૂબ જ રસપ્રદ બની છે.

IPL 2022ની મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પહેલા ખેલાડીઓને રિટેન (IPL 2022 Retention) કરવાની પ્રક્રિયા મંગળવારે સમાપ્ત થઈ રહી છે. આવતા વર્ષે, લીગમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે, જેના કારણે હરાજી અને જાળવી રાખવા બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંગળવારે, લીગની વર્તમાન 8 ટીમો તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામની જાહેરાત કરશે, જેમની યાદી તેમણે BCCIને આપી છે. આ પછી, બાકીની બે ટીમો અમદાવાદ અને લખનૌને તક મળશે.આ વખતે હરાજીમાં ઘણા મોટા નામો સામેલ થશે, જેમાં સુરેશ રૈના, કેએલ રાહુલ અને ડેવિડ વોર્નર જેવા નામો પણ સામેલ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

IPL 2022 માં ભાગ લેતી ટીમો

વર્તમાન ટીમો – ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ

નવી ટીમો – અમદાવાદ, લખનૌ

ટીમો કેટલા સમય સુધી ખેલાડીઓને જાળવી શકે છે?

લીગની વર્તમાન 8 ટીમોએ 30 નવેમ્બર સુધીમાં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની છે. આ પછી, બંને નવી ટીમોને તક આપવામાં આવશે, જે 1 થી 25 ડિસેમ્બર સુધી ખેલાડીઓની પસંદગી કરી શકે છે.

હાલની ટીમો માટે રીટેન્શન નિયમો શું છે?

વર્તમાન આઠ ટીમોને પ્રથમ તક આપવામાં આવી છે, તેઓ વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી શકે છે. જેમાં ત્રણથી વધુ ભારતીય અને બેથી વધુ વિદેશી ખેલાડીઓ ન હોઈ શકે. તે જ સમયે, તે ફક્ત બે મહત્તમ બે અનકેપ્ડ ખેલાડીઓને જાળવી શકે છે.

નવી ટીમો માટે રીટેન્શન નિયમો શું છે?

અમદાવાદ અને લખનૌની ટીમો ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકશે. આ ત્રણ ખેલાડીઓમાં બેથી વધુ ભારતીય ન હોઈ શકે અને ન તો એકથી વધુ વિદેશી ખેલાડી હોઈ શકે. ઉપરાંત, નવી ટીમો દરેક એક અનકેપ્ડ ખેલાડીને જાળવી શકે છે.

ટીમો માટે સેલેરી કેપ શું છે?

તમામ 10 ટીમોને 90 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે. જો ટીમો ચાર ખેલાડીઓને જાળવી રાખે છે તો તેમના બજેટમાંથી 42 કરોડ, ત્રણ ખેલાડીઓ માટે 33 કરોડ, બે ખેલાડીઓ માટે 24 કરોડ અને માત્ર એક ખેલાડીને જાળવી રાખવા પર 14 કરોડ કપાશે. જો કોઈ ટીમ ખેલાડીને આપેલા સ્લેબ કરતાં વધુ પૈસા આપવા માંગે છે, તો તે પૈસા પણ ટીમોના પર્સમાંથી કાપવામાં આવશે.

રીટેન્શન ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે?

ટીમોના રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરાત મંગળવારે સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ Star Sports અને લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર થશે.

રિટેન કર્યા બાદ ખેલાડીઓને કેટલા પૈસા મળશે

જો ચાર રિટેન્શન હોય તો પ્રથમ ખેલાડીને 16 કરોડ રૂપિયા, બીજા ખેલાડીને 12 કરોડ રૂપિયા, ત્રીજા ખેલાડીને 8 કરોડ રૂપિયા અને ચોથા ખેલાડીને 6 કરોડ રૂપિયા મળશે.

જો કોઈ ટીમ માત્ર ત્રણ ખેલાડીઓને જાળવી રાખે છે, તો પ્રથમ ખેલાડીને 15 કરોડ રૂપિયા, બીજા ખેલાડીને 11 કરોડ રૂપિયા અને ત્રીજાને 7 કરોડ રૂપિયા મળશે.

જો એક જ ખેલાડીને રિટેન કરવામાં આવે તો તેને વાર્ષિક માત્ર 14 કરોડ રૂપિયા મળશે. બે ખેલાડીઓને જાળવી રાખવાના કિસ્સામાં પણ પ્રથમ ખેલાડીને 14 કરોડ રૂપિયા મળશે જ્યારે બીજા ખેલાડીને માત્ર 10 કરોડ રૂપિયા જ મળશે.

આ પણ વાંચોઃ Ashwin: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર નહી બને, અનિલ કુંબલેના રેકોર્ડ સુધી પહોંચતા પહેલા લઇ લેશે સંન્યાસ

આ પણ વાંચોઃ IPL 2022 Retention Live Stream: જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">