IPL: રાજસ્થાન રોયલ્સ ફેન્ચાઈઝી ટીમે હવે કેરિબીયન લીગમાં ઝુકાવ્યુ, બાર્બાડોઝ ટીમનો મોટાભાગનો હિસ્સો ખરીદી લીધો

IPLની લોકપ્રિયતાના કેટલાક વર્ષ બાદ કેરિબિયન પ્રિમિયર લીગની શરુઆત થઈ હતી. જેની 3 ફ્રેન્ચાઈઝીઓમાં હવે આઈપીએલ ટીમોના માલિકોનો હિસ્સો થઈ ચુક્યો છે.

IPL: રાજસ્થાન રોયલ્સ ફેન્ચાઈઝી ટીમે હવે કેરિબીયન લીગમાં ઝુકાવ્યુ, બાર્બાડોઝ ટીમનો મોટાભાગનો હિસ્સો ખરીદી લીધો
Rajasthan Royals Team
Follow Us:
| Updated on: Aug 01, 2021 | 12:00 AM

ક્રિકેટ વિશ્વની સૌથી મોટી T20 લીગ ઈન્ડીયન પ્રિમિયર લીગ (IPL)ની લોકપ્રિયતા કોઈનાથી પણ છુપાયેલી નથી. તેનો હિસ્સો વિશ્વભરમાંથી દરેક બનવા ઈચ્છતુ હોય છે. આ લીગની સફળતાનું જ પરીણામ છે કે વિશ્વભરમાં હવે અનેક જગ્યાએ ફ્રેન્ચાઈઝી T20 ટૂર્નામેન્ટોની શરુઆત થઈ છે. જેમાં કેરેબિયન પ્રિમિયર લીગ ખૂબ જ ખાસ અને લોકપ્રિય છે. આ લીગની પણ ક્રિકેટરો અને ક્રિકેટ ફેન્સ વચ્ચે ખૂબ જ આકર્ષણ ધરાવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

માટે જ IPL ફ્રેન્ચાઈઝીના માલિકો તે તરફ ઢળી રહ્યા છે. IPLની 2 ફ્રેન્ચાઈઝી પહેલાથી જ CPL ટીમોમાં પોતાનો હિસ્સો ધરાવે છે. હવે તેમાં વધુ એક ફ્રેન્ચાઈઝી તે તરફ પોતાના કદમ વધારી રહી છે. એક રીપોર્ટ મુજબ IPL ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના માલિકોએ CPL ફ્રેન્ચાઈઝી બાર્બાડોઝ ટ્રાઈડેન્ટસ (Barbados Trident)માં મોટો હિસ્સો ખરીદ્યો છે.

મીડિયા રીપોર્ટનુસાર રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીના માલિક, ધ રોયલ સ્પોર્ટસ ગૃપે બાર્બાડોઝની ફ્રેન્ચાઈઝીનો 80 ટકા હિસ્સો ખરીદ્યો છે. જેના બાદ હવે ફ્રેન્ચાઈઝી પર રોયલ સ્પોર્ટસ ગૃપનો અધિકાર સ્થાપાઈ જશે. આ સાથે જ ટીમનું નામ બદલીને હવે બાર્બાડોઝ રોયલ્સ (Barbados Royals) બની જશે. એટલુ જ નહીં રાજસ્થાન રોયલ્સમાં આ સિઝન પહેલા ડાયરેક્ટર ઓફ ક્રિકેટના રુપમાં નિયુક્ત કરવામાં આવેલા દિગ્ગજ શ્રીલંકન બેટ્સમેન કુમાર સંગાકારાને જ CPLમાં બાર્બાડોઝની ક્રિકેટ કાર્યવાહી સંભાળવાની જવાબદારી આપવામાં આવશે.

બે વખતની ચેમ્પિયન બાર્બાડોઝ ટ્રાઈડેન્ટ

બાર્બાડોઝે બે વાર કેરેબિયન પ્રિમિયર લીગનું ટાઈટલ જીત્યુ છે. ટીમ પ્રથમ વખત 2014માં CPL ચેમ્પિયન બની હતી. જ્યારે 2019માં જેસન હોલ્ડરની કેપ્ટનશીપમાં ટીમ બીજીવાર લીગનું ટાઈટલ પોતાના નામે કર્યુ હતુ. જોકે આ ટીમ સિઝન 2020માં પોતાનું ટાઈટલ બચાવી શકી નહોતી. રિપોર્ટ મુજબ જેસન હોલ્ડરનું ટીમના કેપ્ટન બની રહેવાનું નક્કી છે. CPL 2021ની સિઝનની શરુઆત 26 ઓગષ્ટથી થશે.

પહેલા જ બે ફ્રેન્ચાઈઝીઓની CPLમાં પહોંચ

રોયલ્સ પ્રથમ ગૃપ નથી, જેણે CPLમાં પોતાનું સ્થાન બનાવ્યુ હોય. સૌથી પહેલા કલકત્તા નાઈટ રાઈડર્સના સહમાલિક, શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ કંપનીએ 2015માં ત્રિનિદાદ એન્ડ ટોબાગો રેડ સ્ટીલને ખરીદ કરી હતી. ત્યારબાદથી આ ટીમ ટ્રિનબાગો નાઈટ રાઈડર્સના નામથી CPLમાં રમી રહી છે. જ્યારે પંજાબ કિંગ્સને ચલાવનાર KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમીટેડ કંસોર્ટિયમે પાછળના વર્ષે જ સેન્ટ લૂસિયા જૂક્સને ખરીદ કરી હતી.

આ પણ વાંચોઃ Sabarknatha: વિધર્મી યુવકે તસ્વીરો જાહેર કરવાની ધમકીઓ આપતા યુવતીએ ભર્યુ અંતિમ પગલુ, યુવકની ધરપકડ

આ પણ વાંચોઃ Emergency in Japan: જાપાનમાં કોરોનાનો કહેર, સરકારે ‘ટોક્યો ઓલિમ્પિક’ વચ્ચે જાહેર કરી કટોકટી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">