IPL: આગામી સિઝનમાં 2 નવી ટીમ સામેલ કરવાની તૈયારીઓ શરુ, 3 ખેલાડીને રિટેન કરવાની મળશે છુટ

|

Aug 10, 2021 | 10:32 PM

IPL 2021ના બાકી મેચો 19 સપ્ટેમ્બરથી શરુ થશે. આ દરમ્યાન 31 મેચો રમનારી છે. જે યુએઈના દુબઈ, શારજહાં અને અબુધાબીમાં રમાનાર છે.

IPL: આગામી સિઝનમાં 2 નવી ટીમ સામેલ કરવાની તૈયારીઓ શરુ, 3 ખેલાડીને રિટેન કરવાની મળશે છુટ
IPL player

Follow us on

BCCI દ્વારા IPL 2021ની બાકી રહેલી મેચોને UAEમાં પુર્ણ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આગામી 19 સપ્ટેમ્બરથી યુએઈમાં મેચ રમાનારી છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) IPL 2020ને લઈને યોજના બનાવી રહ્યું છે. આગળની સિઝનથી IPLમાં 10 ટીમ રહેનારી છે. એવામાં BCCI તરફથી IPL ફ્રેન્ચાઈઝીઓના અધિકારીઓની હાલમાં જ દિલ્હીમાં એક મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં આગળની સિઝનની રુપરેખાને લઈને વાત થઈ હતી. મીડિયા રીપોર્ટનુસાર BCCIએ બે નવી ટીમોના ટેન્ડર માટેની કાનુની પ્રક્રિયા શરુ કરી દીધી છે. માનવામાં આવે છે કે આ કાર્ય પૂર્ણ થવાને આરે છે.

 

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ દરમ્યાન સૌથી વધારે ચર્ચા વર્તમાન ટીમોના ખેલાડીઓને રિટેશનના અંગે થઈ રહી છે. આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે પહેલાથી જ હાજર ખેલાડીઓને રિટેન કરી દેવામાં આવશે. નવી ટીમો સાથે અન્યાય હશે. માનવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ રીટેન્શનના પક્ષમાં છે. હાલમાં રીટેન્શનની સંખ્યા નક્કી નથી, પરંતુ સંભાવના છે કે આઠ ટીમો 3-3 ખેલાડીઓને રીટેન કરી શકશે.

 

સામાન્ય રીતે બીસીસીઆઈ ચારથી પાંચ ખેલાડીઓને રીટેન કરવાની સાથે રાઈટ ટુ મેચ કાર્ડનું ઓપ્શન ટીમોને આપે છે. રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા ટીમો પોતાના ખેલાડીઓ પર લાગેલી બોલી ના સમાન પૈસા આપીને પોતાની પાસે રાખી લે છે.

 

ઓસ્ટ્રેલિયન ખેલાડી IPL 2021માં ઉપસ્થિત રહેશે

 

દરમ્યાન IPL 2021ની બાકીની મેચો માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ખેલાડીઓને સામેલ થવાનો નિર્ણય ખેલાડીઓ પર છોડી દીધો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કોઈપણ ખેલાડીને સામેલ થતા અટકાવશે નહીં. IPL 2021માં 20 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે. જેમાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, રિલે મેરિડીથ, ઝાય રિચાર્ડસન, કેન રિચાર્ડસન, મોઈસ ઓનરિકેજ અને ગ્લેન મેક્સવેલ જેવા નામોનો સમાવેશ થાય છે. જોકે ઝડપી બોલર પેટ કમિન્સે કહ્યું છે કે તે આઈપીએલમાં રમશે નહીં.

 

 

IPL 2021ના ​​બીજા તબક્કામાં 31 મેચ રમાશે. આ મેચ દુબઈ, અબુધાબી અને શારજહામાં રમાશે. આ મેચો માટે તમામ મુખ્ય દેશોના ખેલાડીઓ હાજર રહેશે. ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ પહેલાથી જ તેમના ખેલાડીઓને ટુર્નામેન્ટમાં હાજર રહેવાની પુષ્ટિ કરી ચૂક્યા છે. હવે ઓસ્ટ્રેલિયા તરફથી સ્વીકૃતિ પછી બાકીની તમામ કસર પણ સંતોષાઈ ગઈ છે.

 

 

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટને રેસલિંગ ફેડરેશન દ્વારા સસ્પેન્ડ કરાઇ, Tokyo Olympics માં ગેરશિસ્ત આચરી હંગામો મચાવ્યો હતો

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝ ટેસ્ટ પહેલા પૂર્વ સિલેકટરે ચેતેશ્વર પુજારા અને અજીંકય રહાણેના ફોર્મને લઇ કહ્યુ આમ

Next Article