IPL 2024 : આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર, CSKની ટોપ 4માંથી બહાર

|

Apr 24, 2024 | 11:53 AM

આઈપીએલ 2024માં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સીઝનમાં પહેલી વખત ટોપ 4માંથી બહાર થઈ ગઈ છે પરંતુ લખનૌ સુપર જાયન્ટસે ટોપ 4માં એન્ટ્રી કરી લીધી છે.

IPL 2024 : આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર, CSKની ટોપ 4માંથી બહાર

Follow us on

આઈપીએલ 2024માં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનૌએ તોફાની અંદાજથી જીત મેળવી લીધી હતી આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ આ સીઝનમાં પહેલી વખત ટોપ-4થી બહાર થઈ ગઈ છે. જ્યારે કે.એલ રાહુલની કેપ્ટનશીપ વાળી લખનૌ સુપર જાયન્ટસે ટોપ-4માં ફરી એક વખત એન્ટ્રી કરી લીધી છે.

રાજસ્થાન રોયલ્સ મજબુતી સાથે ટોપ પર

આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં હાલમાં રાજસ્થાન રોયલ્સ મજબુતી સાથે ટોપ પર છે. કારણ કે, ટીમે 8માંથી 7 મેચ જીતી લીધી છે. વધુ એક મેચ જીતતાની સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે. બીજા નંબર પર હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ છે. જે 7માં 5 મેચ જીતી ચુકી છે. આટલી જ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે જીત મેળવી છે પરંતુ કેકેઆરનો નેટ રન રેટ ખુબ સારો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સીએસકેને હરાવી ટોપ-4માં એન્ટ્રી કરી

લખનૌએ સીએસકેને હરાવી ટોપ-4માં એન્ટ્રી કરી લીધી છે. લખનૌની ટીમ આ સીઝનમાં 8માંથી 5 મેચ જીતી ચુકી છે અને હવે ચોથા સ્થાન પર યથાવત છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 8માંથી 4 મેચમાં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં આ ટીમ પાંચમાં સ્થાને છે. સીઝનમાં પહેલી વખત ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ વાળી ટીમ ટોપ-4માંથી બહાર થઈ ગઈ છે. સારી વાત તો એ છે કે, ગુજરાત ટાઈટન્સની ટીમે 8 પોઈન્ટ કરી લીધા છે પરંતુ સીએસકેનો નેટ રન રેટ સારો છે.

9માં સ્થાન પર પંજાબ કિંગ્સ

છઠ્ઠા સ્થાન પર ગુજરાત ટાઈટન્સના ખાતામાં 4 જીત છે અને ટીમ 8 મેચ રમી ચુકી છે. સાતમાં સ્થાન પર હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ છે. જેણે 8 માંથી 3માં જીત મેળવી લીધી છે, 8માં સ્થાન પર દિલ્હી કેપિટ્લસની ટીમનો કબજો છે. જે 8 મેચ રમી ચુકી છે અને 3માં જીત મેળવી છે.9માં સ્થાન પર પંજાબ કિંગ્સ છે, તેમજ આરસીબી છેલ્લા સ્થાન પર છે જે 8માંથી માત્ર એક જ મેચ જીતી છે.

આ પણ વાંચો : IPL 2024: માર્કસ સ્ટોઈનિસે ધમાકેદાર સદી ફટકારી લખનૌને રોમાંચક જીત અપાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article