IPL Media Rights Auction : એક જ પ્લેટફૉમ પર નહિ જોવા મળે આઈપીએલની મેચ, અલગ અલગ ચેનલ કરશે પ્રસારણ

|

Jun 13, 2022 | 5:18 PM

આઈપીએલના મીડિયા રાઈટસ (IPL Media Rights)ના 2 પેકેજની હરાજી થઈ ચૂકી છે પરંતુ હજુ એ સ્પષ્ટ થયું નથી કે, આ રાઈટ્સ કોણે ખરીદ્યા છે, આ રાઈટ્સ અલગ-અલગ કંપનીએ ખરીદ્યા છે

IPL Media Rights Auction : એક જ પ્લેટફૉમ પર નહિ જોવા મળે આઈપીએલની મેચ, અલગ અલગ ચેનલ કરશે પ્રસારણ
એક જ પ્લેટફૉમ પર નહિ જોવા મળે આઈપીએલની મેચ
Image Credit source: ipl

Follow us on

IPL Media Rights Auction: આઈપીએલ મીડિયા રાઈટસ (IPL Media Rights ) ની હરાજી હાલમાં મુંબઈમાં શરુ છે. 4 પેકેજોની હરાજીમાંથી 2 પેકેજની હરાજી થઈ ચૂકી છે, બીસીસીઆઈ 2023 અને 2027 સુધી મીડિયા રાઈટ્સ વેંહચી રહી છે, અત્યારસુધી ટીવી રાઈટ્સ અને ડિજીટલ રાઈટસની નીલામી શરુ છે આ બંન્ને રાઈટ્સમાંથી બીસીસીઆઈ (BCCI)ને એક મેચમાંથી 107 કરોડની રકમ મળશે, મીડિયા રિપોર્ટસ અનુસાર ટીવીના રાઈટસ 57.5 કરોડમાં વેંહચાયેલા છે અને ડિજીટલ રાઈટસ 50 કરોડમાં વેચાણા છે. આ હરાજી 2 કેટેગરી પેકેજ એ અને પેકેજ બી માટે થઈ છે.

આ બંન્ને કેટેગરીની કુલ રકમ 45,255 કરોડ જણાવવામાં આવી રહી છે. પેકેજ એની કુલ કિંમત 23,575 કરોડ રુપિયા છે જ્યારે પેકેજ બીની કુલ કિંમત 21,680 છે , હરાજી હજુ બાકી છે

4માંથી અત્યારે 2 પેકેજની હરાજી થઈ ગઈ છે હજુ 2 પેકેજની હરાજી બાકી છે, પ્લેઓફ મેચના રાઈટ્સ અને ભારતીય ઉપખંડની બહારના બ્રોડકાસ્ટ રાઈટસની હરાજી બાકી છે, મીડિયા રિપોર્ટસ અનુસાર ટીવી રાઈટ્સ અલગ કંપની પાસે છે અને ડિજીટલ રાઈટ્સ પણ અલગ કંપની પાસે છે

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અલગ -અલગ પ્લેટફોમ પર મેચ આવશે

પેકેજ એ ખરીદનાર કંપની પાસે પેકેજ સી માટે બોલી લગાવવાનો વિક્લ્પ હશે, કારણ કે, આ પેકેજમાં પ્લેઓફના રાઈટ્સ સામેલ છે, પેકેજ સી અને ડીની હરાજીનો નિર્ણય હજુ બાકી છે સાથે બોલી જીતનાર કંપનીઓના નામ હજુ સામે આવ્યા નથી. આ ચિત્ર આજે રાત્ર સુધીમાં સ્પષ્ટ થઈ જવાની સંભાવના છે અને ખબર પણ પડી જશે કે હવે આઈપીએલ મેચ ક્યાં જોઈ શકાશે,

Next Article