IPL Final : ઐતિહાસિક જીત બાદ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો વિરાટ કોહલી, જમીન પર ઘૂંટણિયે બેસી ગયો

IPL 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવ્યું. RCBની આ ઐતિહાસિક જીત પછી વિરાટ કોહલી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પહેલીવાર વિરાટ કોહલીની આંખોમાં આંસુ જોવા મળ્યા.

IPL Final : ઐતિહાસિક જીત બાદ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો વિરાટ કોહલી, જમીન પર ઘૂંટણિયે બેસી ગયો
Virat Kohli
Image Credit source: X
| Updated on: Jun 03, 2025 | 11:58 PM

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવ્યું. RCBની આ ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલી ખૂબ રડવા લાગ્યો. પહેલી વાર વિરાટ કોહલીની આંખોમાં આંસુ જોવા મળ્યા. RCBએ IPL 6 રનથી જીતતા જ વિરાટ કોહલી પોતાને રોકી શક્યો નહીં. તે જમીન પર ઘૂંટણિયે બેસી ગયો અને મોઢું નીચે રાખીને રડવા લાગ્યો. તમને જણાવી દઈએ કે આ મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતા 190 રન બનાવ્યા હતા. જવાબમાં, પંજાબની ટીમ ફક્ત 184 રન જ બનાવી શકી અને તેણે 6 રનથી IPL જીતવાની તક ગુમાવી દીધી.

છેલ્લી ઓવરમાં વિરાટ કોહલીના રડવા લાગ્યો

જોશ હેઝલવુડે છેલ્લી ઓવરમાં બે ડોટ બોલ ફેંક્યા ત્યારે વિરાટ કોહલીની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને આ સાથે RCBનો વિજય નિશ્ચિત થઈ ગયો. વિરાટ કોહલી પહેલીવાર આટલો ભાવુક જોવા મળ્યો. અનુષ્કા શર્મા પણ તેને આ રીતે જોઈને વિશ્વાસ કરી શકી નહીં. મેચ જીત્યા પછી, વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કાને મળ્યો અને તે તેને ગળે લગાવીને રડવા લાગ્યો.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ઐતિહાસિક વિજય

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઐતિહાસિક જીતનો હીરો કૃણાલ પંડ્યા હતો, જેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેના સિવાય ભુવનેશ્વર કુમારે પણ 2 વિકેટ લીધી હતી. યશ દયાલ, જોશ હેઝલવુડ અને રોમારિયો શેફર્ડે 1-1 વિકેટ લીધી હતી. બેટિંગમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ પણ 10 બોલમાં 24 રનની ઈનિંગ રમી હતી.

પંજાબનું સપનું અધૂરું રહ્યું

પંજાબની વાત કરીએ તો, આ ટુર્નામેન્ટમાં પંજાબના દરેક ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ છેલ્લી મેચમાં તેઓ ફક્ત 6 રનથી પાછળ રહી ગયા હતા. ફાઈનલ મેચમાં શશાંક સિંહે 30 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા, તેના બેટમાંથી 6 છગ્ગા લાગ્યા હતા પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. જોશ ઈંગ્લિસે 39 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર આ મેચમાં ફક્ત 1 રન બનાવી શક્યો હતો અને તેની આ નિષ્ફળતા પંજાબ માટે મોંઘી સાબિત થઈ હતી.

આ પણ વાંચો: Breaking News : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2025 ચેમ્પિયન, કિંગ કોહલીનું સપનું થયું સાકાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:56 pm, Tue, 3 June 25