AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: વિશાળ Six કેદ કરતા ઘાયલ થયો કેમરામેન, બોલ વાગતા જ રાશિદ ખાન દોડતો પહોંચ્યો-Video

Trent Boult Six: જયપુરમાં રાજસ્થાનની બેટિંગ ઈનીંગ દરમિયાન મોટા શોટ ઓછા જોવા મળ્યા હતા, પરંતુ એક વિશાળ છગ્ગો ટ્રેન્ટ બોલ્ટે અંતિમ ક્રમે આવીને જમાવ્યો હતો જેના વડે કેમેરામેન ઘાયલ થયો હતો.

IPL 2023: વિશાળ Six કેદ કરતા ઘાયલ થયો કેમરામેન, બોલ વાગતા જ રાશિદ ખાન દોડતો પહોંચ્યો-Video
IPL cameraman injured Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:45 AM
Share

IPL 2023 ની સિઝનની હવે 50મી મેચ શનિવારે રમાનારી છે. આ પહેલા ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. મેચમાં ગુજરાત ટાઈટન્સે 9 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે હવે ગુજરાત ટાઈટન્સને હવે પ્લેઓફમાં પહોંચવા માટે કોઈ જ મુશ્કેલી નડશે નહીં. જોકે આ દરમિયાન ટ્રેન્ટ બોલ્ટે એક છગ્ગો જમાવ્યો હતો. આ છગ્ગો સિધો જ કેમેરામેન પર જઈને વાગ્યો હતો.

આમ તો ક્રિકેટમાં ખેલાડીઓને ઈજા પહોંચવી એ સામાન્ય વાત છે. જોકે આ ઈજા સાથે જ ટીમથી લઈ સૌ કોઈનો જીવ ઉંચો થઈ જાય છે. આ દરમિયાન અનેકવાર મોટા શોટ વડે દર્શકોને પણ ઈજા પહોંચી હોવાની ઘટનાઓ જોવા મળી છે. પરંતુ શુક્રવારે જયપુરમાં ટ્રેન્ટ બોલ્ટનો બોલ લાઈવ પ્રસારણ કરતા ટીવી કેમેરામેનને જઈને વાગ્યો હતો.

બોલ્ટનો ઘાતક છગ્ગો

જયપુરમાં રમાયેલી શુક્રવારની મેચ એક તરફી રહી હતી. ગુજરાતને આ મેચથી રનરેટ અને પોઈન્ટ્સ બંને રીતે મોટો ફાયદો થયો છે. જ્યારે રાજસ્થાનની ટીમ માટે હવે મુશ્કેલીઓની ગણતરી શરુ થઈ ચુકી છે. રાજસ્થાનની ટીમને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો દાવ સફળ રહ્યો નહોતો. રાજસ્થાનની ટીમ માત્ર 118 રન નોંધાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટ્રેન્ટ બોલ્ટ 10માં ક્રમે બોલીંગ કરવા માટે આવ્યો હતો અને આ દરમિયાન તેણે 15 રન ટીમના સ્કોર બોર્ડમાં ઉમેર્યા હતા.

આ પણ વાંચોઃ Nitish Rana- Saachi Marwah: KKR ના સુકાની નીતીશ રાણાની પત્નિનો પિછો કરી કારને ટક્કર મારી, ઘટનાથી સાચી ડરી ગઈ!

બોલ્ટે 15 રનની આ ઈનીંગ દરમિયાન એક છગ્ગો જમાવ્યો હતો. તેની સિક્સર વડે રાજસ્થાનને 6 રન મળ્યા હતા. આ છગ્ગો સીધો જ ડીપ મિડવિકેટ પર જમાવ્યો હતો. પરંતુ બોલ સિધો કેમેરામેન પર જઈ પડ્યો હતો. કેમેરામેન બોલ્ટની સિક્સરના બોલને ફોલો કરી ટીવીના લાઈવ પ્રસારણ માટે કેમરામાં કેદ કરી રહ્યો હતો, પરંતુ એ બોલ પોતાની પર જ પડ્યો હતો. જોકે સદનસીબે આ બોલ માથા પર નહીં વાગતા રાહત રહી હતી.

ગુજરાત ટાઈટન્સ ટીમનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન આ ઘટના જોઈને સીધો જ કેમરામેન તરફ દોડ્યો હતો તે બાંઉન્ડી પર પેનલ કુદીને કેમેરામેનની સ્થિતી જોવા માટે પહોંચ્યો હતો અને હાલચાલ જાણીને તુરત મેદાનમાં પરત ફર્યો હતો.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">