IPL ઓક્શનઃ સૌથી મોંઘા ખેલાડી રહ્યા ફ્લોપ, ફ્રેન્ચાઈઝીને કરોડોનો સોદો હંમેશા ભારે પડ્યો

|

Dec 18, 2023 | 7:21 AM

IPLની હરાજીમાં હંમેશા કોઈને કોઈ ખેલાડી પર ઊંચી બોલી લગાવવામાં આવે છે. આઈપીએલનો ઈતિહાસ સાક્ષી છે કે જે ખેલાડીઓને સૌથી વધુ બિડ મળે છે અને જેઓ સૌથી મોંઘી હરાજીના રેકોર્ડ સર્જે છે, તેઓ મોટા ભાગના કિસ્સાઓમાં નિષ્ફળ રહ્યા છે. આ યાદીમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓના નામ સામેલ છે.

IPL ઓક્શનઃ સૌથી મોંઘા ખેલાડી રહ્યા ફ્લોપ, ફ્રેન્ચાઈઝીને કરોડોનો સોદો હંમેશા ભારે પડ્યો
IPL Auction

Follow us on

થોડાક જ કલાકોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝન માટે ખેલાડીઓની હરાજી દુબઈમાં થશે. દર વખતની જેમ આ વખતે પણ મિની ઓક્શનમાં ઓછા ખેલાડીઓ ખરીદવામાં આવશે અને આવી સ્થિતિમાં આ વખતે પણ કોઈ પણ ખેલાડી માટે 15-16 કરોડ રૂપિયા કે તેનાથી વધુની બોલી લગાવી શકે છે. પરંતુ શું કોઈ ખેલાડીને આટલા પૈસા ચૂકવવા એ નફાકારક સોદો સાબિત થયો છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ IPLના લાંબા ઈતિહાસમાં એક જ રહ્યો છે – ના.

સૌથી મોંઘા ખેલાડી રહ્યા ફ્લોપ

આ વખતે હરાજી માટે 10 ફ્રેન્ચાઈઝી સમક્ષ 333 ખેલાડીઓના નામ આવશે. આ 10 ફ્રેન્ચાઈઝીમાં 77 ખેલાડીઓ માટે ખાલી જગ્યા છે. આ ઓક્શનમાં એવા કેટલાક ખેલાડીઓ હશે કે જેના પર કરોડોની બોલી લાગી શકે છે, જો કે ખાસ વાત એ છે કે મોટી બોલી લગાવી ટીમમાં સામેલ કરાયેલ ખેલાડીઓ કોઈ ખાસ કમાલ કરી શક્યા નથી, જેથી હવે ટીમોએ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આવા ખેલાડીઓ હંમેશા સફળ થતા નથી.

સેમ કરન

ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરને પંજાબ કિંગ્સે 2023ની સિઝન માટે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલ હરાજીના ઈતિહાસમાં આ સૌથી મોંઘો સોદો હતો. કરન અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો ન હતો. કરને 14 મેચમાં 276 રન બનાવ્યા હતા પરંતુ બોલિંગમાં તે માત્ર 10 વિકેટ જ લઈ શક્યો હતો અને 10.76ની મોંઘી એવરેજથી રન આપ્યા હતા.

ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?

બેન સ્ટોક્સ

છેલ્લી હરાજીમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સે ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માટે 16.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ તે માત્ર એક જ મેચ રમી શક્યો હતો અને પછી ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર રહ્યો હતો.

ક્રિસ મોરિસ

દક્ષિણ આફ્રિકાના આ ઓલરાઉન્ડરને રાજસ્થાન રોયલ્સે 2021 સિઝનની હરાજીમાં રૂ. 16.25 કરોડની કિંમતે ખરીદ્યો હતો. ત્યારબાદ તે IPLનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. મોરિસે તે સિઝનમાં 15 વિકેટ લીધી હતી પરંતુ 9.17ની એવરેજથી રન આપ્યા હતા અને માત્ર 67 રન જ બનાવી શક્યો હતો.

યુવરાજ સિંહ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને 2015ની હરાજીમાં દિલ્હીએ 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે અપેક્ષા મુજબનું પ્રદર્શન પણ કરી શક્યો નહોતો. તેના બેટથી માત્ર 248 રન જ બની શક્યા હતા.

કેમરોન ગ્રીન

જો કે, કેમેરોન ગ્રીન એક એવું નામ છે જેણે મોટાભાગે અપેક્ષાઓ મુજબ પ્રદર્શન કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલમાં ગ્રીનની આ પ્રથમ સિઝન હતી અને તેણે 16 મેચમાં 160ના સ્ટ્રાઈક રેટથી 452 રન બનાવ્યા હતા. 6 વિકેટ પણ લીધી હતી. જો કે, તે મોંઘો પણ સાબિત થયો હતો.

આ પણ વાંચો: અર્શદીપ સિંહ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો, તો પછી કેએલ રાહુલે શું કહ્યું કે તેને 5 વિકેટ લીધી?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:20 am, Mon, 18 December 23

Next Article