
IPL 2025ની મેગા ઓક્શન પૂરી થઈ ગઈ છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં બે દિવસ (રવિવાર અને સોમવાર) માટે આ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. IPL 2025ની મેગા ઓક્શનમાં કુલ 182 ખેલાડીઓ વેચાયા હતા. આ સમયગાળા દરમિયાન તમામ 10 ટીમોએ કુલ 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મેગા ઓક્શનમાં કુલ 62 વિદેશી ખેલાડીઓ વેચાયા હતા. તમામ ટીમોએ કુલ 8 વખત RTMનો ઉપયોગ કર્યો. બિહારનો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી હરાજીમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી હતો. રાજસ્થાને વૈભવને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિષભ પંત આ વર્ષની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી હતો. રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
2 દિવસનો મેગા ઓક્શન સમાપ્ત, ખેલાડીઓ પર થયો કરોડો રૂપિયાનો વરસાદ
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખમાં ટીમમાં સામેલ કર્યો
રાજસ્થાન રોયલ્સે દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર ક્વેના માફાકાને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન મેથ્યુ બ્રેત્ઝકેને 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
કેરળના અનુભવી બેટ્સમેન સચિન બેબીને હૈદરાબાદે 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
કોલકાતાએ જ તોફાની ફાસ્ટ બોલર ઉમરાન મલિકને 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીને KKR એ બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે.
આ વખતે હરાજીમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને કોઈએ ખરીદ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સે પણ બોલી લગાવી ન હતી.
અનકેપ્ડ ખેલાડી સ્વસ્તિક ચિકારાને બેંગલુરુએ 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
ડોનોવન ફરેરાને દિલ્હી કેપિટલ્સે રૂ. 75 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
જ્યારે ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને ગુજરાતે બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો.
અજિંક્ય રહાણેને કોલકાતાએ 1.5 કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
લેગ સ્પિનર શ્રેયસ ગોપાલને ચેન્નાઈએ 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
અનુભવી લેગ સ્પિનર પીયૂષ ચાવલા પણ ફરી એકવાર વેચાયો ન હતો.
લવનીત સિસોદિયાને KKR એ 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
IPLના સૌથી સફળ વિદેશી બેટ્સમેન અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ડેવિડ વોર્નરને ફરી એકવાર કોઈ ખરીદનાર મળ્યો નથી.
ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડિકલ RCBમાં પરત ફર્યો છે. બેંગલુરુએ તેને 2 કરોડમાં ખરીદ્યો હતો.
શ્રીલંકાના ફાસ્ટ બોલર ઈશાન મલિંગા પણ પહેલીવાર IPLમાં રમતા જોવા મળશે. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
માત્ર 13 વર્ષના ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.10 રૂપિયામાં ખરીદ્યો હતો અને વૈભવ માટે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે લડાઈ થઈ હતી અને અંતે રાજસ્થાનનો વિજય થયો હતો. આ સાથે વૈભવ IPLમાં એન્ટ્રી કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
અનકેપ્ડ ખેલાડી પ્રિન્સ યાદવને લખનૌએ 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
સરફરાઝ ખાનને કોઈ ખરીદનાર ન મળ્યો પરંતુ તેના નાના ભાઈ મુશીર ખાનને પંજાબે 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો.
SRH એ અનકેપ્ડ ખેલાડી અનિકેત વર્માને 30 લાખમાં ખરીદ્યો
રાજ અંગદ બાવાને મુંબઈએ 30 લાખમાં ખરીદ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર શમર જોસેફને લખનૌએ RTM દ્વારા 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
દિલ્હી કેપિટલ્સે અનકેપ્ડ ખેલાડી વિપરાજ નિગમને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
મુંબઈએ શ્રીજીત કૃષ્ણનને 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.
RCBએ ઈંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર જેકબ બટલને 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આઈપીએલમાં બૈથલની આ પ્રથમ સિઝન હશે.
ઈંગ્લેન્ડના ઝડપી બોલર બ્રેડન કાર્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 1 કરોડ રૂપિયાની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો.
જ્યારે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર એરોન હાર્ડીને પંજાબ કિંગ્સે 1.25 કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
શ્રીલંકાના ઓલરાઉન્ડર કામિન્દ મેન્ડિસને સનરાઇઝર્સ હૈદરાબાદે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
દિલ્હી કેપિટલ્સે શ્રીલંકાના ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાને 75 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે. આ સાથે જ ચમીરા ફરીથી IPLમાં પરત ફરી છે.
ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર નાથન એલિસને ચેન્નાઈ સુપર કિંગ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સીએસકેએ એલિસ પર રૂ. 1.40 કરોડની બોલી લગાવી હતી, ત્યારબાદ પંજાબે આરટીએમમાં બિડ કરી હતી. ચેન્નાઈએ 2 કરોડ રૂપિયાની બોલી લગાવી, જેના પર પંજાબે પીછેહઠ કરી.
દિલ્હીના વિસ્ફોટક અનકેપ્ડ ખેલાડી પ્રિયાંશ આર્ય માટે મજબૂત બોલી લગાવવામાં આવી છે. પ્રિયાંશ, જેની મૂળ કિંમત માત્ર 30 લાખ રૂપિયા હતી, તેને પંજાબ કિંગ્સે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પ્રિયાંશ આર્યએ થોડા મહિના પહેલા જ દિલ્હી પ્રીમિયર લીગમાં પોતાની તોફાની બેટિંગથી પોતાનું નામ બનાવ્યું હતું. ખાસ કરીને તેણે એક જ ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારીને શો ચોર્યો હતો.
અનુભવી ભારતીય ઝડપી બોલર જયદેવ ઉનડકટને સનરાઇઝર્સ હૈદરાબાદે ફરીથી ખરીદ્યો છે. ઉનડકટને 1 કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
અરશિન કુલકર્ણી – 30 લાખ બેઝ પ્રાઈસ
ઋષિ ધવન – 30 લાખ બેઝ પ્રાઈસ
ઉમેશ યાદવ – 2 કરોડ બેઝ પ્રાઈસ
નવીન ઉલ હક – બે કરોડ બેઝ પ્રાઈસ
મુસ્તાફિઝુર રહેમાન – 2 કરોડ બેઝ પ્રાઈસ
ઉમરાન મલિક – 75 લાખ બેઝ પ્રાઇસ
મોઈન અલી – બે કરોડ બેઝ પ્રાઈસ
બેન ડકેટ – બે કરોડ બેઝ પ્રાઈસ
અનકેપ્ડ ખેલાડી ગુરનૂર બ્રાર માટે મજબૂત બોલી લગાવવામાં આવી હતી અને અંતે ગુજરાતે તેને રૂ. 1.30 કરોડમાં ખરીદ્યો હતો.
મુકેશ ચૌધરી ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. CSKએ મુકેશને રૂ. 30 લાખની મૂળ કિંમતે ખરીદ્યો છે.
સ્વપ્નિલ સિંહ ફરીથી RCB તરફથી રમશે. આરસીબીએ સ્વપ્નિલ માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. સ્વપ્નિલ 50 લાખ રૂપિયામાં RCB સાથે જોડાયો છે.
અરશદ ખાનને ગુજરાત ટાઇટન્સે 1.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રણજી ટ્રોફીની એક જ ઇનિંગમાં 10 વિકેટ લેનાર હરિયાણાના ફાસ્ટ બોલર અંશુલ કંબોજ માટે મજબૂત બોલી લગાવવામાં આવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આખરે તેને 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો. અંશુલ ગત સિઝનમાં મુંબઈનો ભાગ હતો.
મયંક ડાગર – 30 લાખ બેઝ પ્રાઇસ
પુખરાજ માન – 30 લાખ બેઝ પ્રાઇસ
માધવ કૌશિક – 30 લાખ બેઝ પ્રાઇસ
સ્વસ્તિક ચિકારા – 30 લાખ બેઝ પ્રાઇસ
અનકેપ્ડ ખેલાડી શેખ રાશિદને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે માત્ર 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ગુજરાતની ટીમે પણ શેખ રશીદ માટે રસ દાખવ્યો હતો, પરંતુ તે વધારે બોલી લગાવી ન હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેગા ઓક્શનમાં શુભમન દુબેને 80 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.
આઈપીએલ ઓક્શનના બીજા દિવસનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે સૌથી વધુ 14 કરોડ 15 લાખ રૂપિયા બાકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે સૌથી ઓછા પૈસા છે, જે રૂ. 5.15 કરોડ છે.
કેશવ મહારાજ – સાઉથ આફ્રિકા
મુજીબ ઉર રહેમાન – અફઘાનિસ્તાન
વિજયકાંત – ભારત
અકેલ હુસૈન – વેસ્ટ ઈન્ડિઝ
અફઘાનિસ્તાનનો સ્પિનર અલ્લાહ ગઝનફર પહેલીવાર IPLમાં એન્ટ્રી કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને પંજાબ કિંગ્સે બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે. જ્યારે અફઘાન સ્પિનર મુજીબ ઉર રહેમાન અનશોલ્ડ રહ્યો હતો.
ફાસ્ટ બોલર દીપક ચહરને મુંબઈ ઈન્ડિયન્સે 9.25 કરોડમાં ખરીદ્યો છે. દીપકની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. જ્યારે આકાશ દીપને લખનૌ સુપર જાયન્ટ્સે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહર માટે મુંબઈ અને પંજાબ વચ્ચે બોલી લાગી હતી, જે બાદ મુંબઈએ આખરે 9.25 કરોડની મજબૂત બોલી લગાવીને ચહરને ખરીદ્યો હતો. અગાઉ, દીપક મુંબઈની સૌથી મોટી હરીફ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો.
ભારતના ફાસ્ટ બોલર મુકેશ કુમાર દિલ્હી કેપિટલ્સમાં જ રહેશે. તેના માટે સારી બોલી લગાવવામાં આવી હતી, ત્યારબાદ પંજાબ કિંગ્સે 6.50 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. અહીં દિલ્હી કેપિટલ્સે RTM એક્ટિવેટ કર્યું. આ પછી પંજાબે 8 કરોડ રૂપિયાની નવી બોલી લગાવી.
ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને નવી ટીમ મળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના માટે સૌથી વધુ 10.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને ગુજરાત ટાઇટન્સે રૂ. 2.40 કરોડમાં ખરીદ્યો છે. ગત સિઝનમાં મુંબઈનો ભાગ હતો.
દરિયાકાંઠા વિસ્તારોમાંથી વારંવાર મળતા ડ્રગ્સ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ બની ગયો છે. તેમણે કહ્યું, દરિયા કિનારો ડ્રગ્સના કન્સાઈનમેન્ટ માટે ગેટ વે બને એ ચિંતાજનક છે. ગૃહપ્રધાન ખુદની પીઠ થાબડવાના બદલે ડ્રગ્સ માફિયાઓને પકડે. તેમણે દાવો કર્યો કે, હવે ગુજરાતની કેટલીક કંપનીઓ પણ ડ્રગ્સ બનાવી રહી છે. બીજી તરફ ભાજપે પલટવાર કરતા કહ્યું, કોંગ્રેસ ડ્રગ્સ માફિયાને બચાવવા નિવેદનબાજી કરી રહ્યુ છે.
મુંબઈના બોલર તુષાર દેશપાંડેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે.
કેટલાક વિકેટકીપર બેટ્સમેનો અનશોલ્ડ રહ્યા
શે હોપ – વેસ્ટ ઈન્ડિઝ
કેએસ ભારત – ભારત
એલેક્સ કેરી – ઓસ્ટ્રેલિયા
ડોનોવન ફેરેરા – દક્ષિણ આફ્રિકા
પાટણ: વારાહીની ખાનગી હોસ્પિટલમાં બાળકને વેચવાનું કૌભાંડ સામે આવ્યુ છે. તેમાં કોરડા ગામનાં બોગસ તબીબ સુરેશ ઠાકોર સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. આરોપી બોગસ તબીબ 3 દિવસના રીમાન્ડ પર ચે. બાળક દત્તક આપવાનું કહી દસ્તાવેજી પુરાવા ન આપવાનો તેના પર આરોપ છે. ખોટા પુરાવાના આધારે ખોટી નોંધણી પણ કરાવ્યાની ફરિયાદ છે. દત્તક બાળકના નામે રૂ.1.20 લાખમાં અરજદાર સાથે સોદો કરાયો હતો. બાળકના જન્મનું નકલી પ્રમાણપત્ર પણ આરોપીએ બનાવ્યાનું સામે આવ્યું છે.
સાઉથ આફ્રિકાના વિકેટકીપર રેયાન રિકલ્ટનને મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે કેએસ ભરત, શાઈ હોપ અનશોલ્ડ રહ્યા. ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર જોશ ઈંગ્લિસને પંજાબ કિંગ્સે 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે સાઉથ આફ્રિકાના ઉભરતા વિકેટકીપર-બેટ્સમેન રેયાન રિકલટનને ખરીદ્યો છે.
અનુભવી બેટ્સમેન નીતિશ રાણાને નવી ટીમ મળી છે. તેને રાજસ્થાન રોયલ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ગત્ત સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો.
અનુભવી ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા માટે બેંગલુરુ અને રાજસ્થાન વચ્ચે લડાઈ ચાલી હતી. આખરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 5.75 કરોડમાં ખરીદ્યો.
ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરીલ મિશેલને કોઈ ખરીદનાર મળ્યો નથી. તે ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સમાં હતો.
હવે વડોદરામાં નકલી GST ઓફિસર ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે બોગસ GST ઓફિસર ઝડપ્યો છે. ઝુબેર મેમણ નામનાં નકલી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. GST અધિકારીનાં નામે ધમકાવી નાણાં પડાવ્યાં હતા. ભુજના વેપારીને ધમકાવી 81 હજાર પડાવ્યાં હતાં. અન્ય વેપારીઓને પણ GST અધિકારી બની ઠગ્યા. ભુજ અને જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો જેન્સનને પંજાબ કિંગ્સે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જેન્સેનની બેસ પ્રાઈઝ રૂ. 1.25 કરોડ હતી.
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ગુજરાત ટાઇટન્સે 3.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરનને 2.40 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો.
IPL 2025ની ઓક્શનમાં અજિંક્ય રહાણે, પૃથ્વી શો, મયંક અગ્રવાલ અનશોલ્ડ રહ્યા
યુવા ભારતીય બેટ્સમેન પૃથ્વી શૉને પણ કોઈ ખરીદનાર મળ્યો નથી. તેની બેસ પ્રાઈઝ 75 લાખ રૂપિયા હતી.
ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પર કોઈએ બોલી લગાવી નહિ. તેની બેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયા હતી.
બેંગલુરુના પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસીસને નવી ટીમ મળી છે. દિલ્હી કેપિટલ્સે તેને બે કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. આરસીબીએ આરટીએમનો ઉપયોગ કર્યો નથી
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં બેફામ કાર ચાલકો આતંક વધી ગયો છે. એસજી હાઇવે પર ફરી એકવાર આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ સાતથી વધુ જેટલા વાહનોને અડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો છે. અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી સાત જેટલા વાહનો અડફેટે લીધા. કાર ચાલક નશાની હાલત હતો અને ફુલ સ્પીડમાં એક બાદ એક વાહનોને અડફેટે લીધા. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે. અમદાવાદના આંબલી બોપલ રોડ પર અકસ્માત સર્જનાર રિપલ પંચાલ પોલીસ સંકજામાં આવી ગયો છે.
આજે પણ ઘણા મોટા ખેલાડીઓ પર નજર રહેશે જેમાં ફાફ ડુ પ્લેસિસ, કૃણાલ પંડ્યા, કેન વિલિયમસન, સેમ કુરન જેવા નામ સામેલ છે.
સેટ 13માં ડુ પ્લેસિસ, વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, રોવમેન પોવેલ અને મયંક અગ્રવાલ છે.
સેટ 14માં માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, કૃણાલ, કરણ, ડેરીલ મિશેલ, નીતિશ રાણા અને શાર્દુલ ઠાકુર છે.
વેસ્ટ ઈન્ડિઝના ટી20 કેપ્ટન રોવમેન પોવેલને KKRએ તેને 1.50 કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
આણંદ: જિલ્લાની નગર પાલિકાઓમાં અંધેર વહીવટ જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લાની દસ નગર પાલિકાઓ પાસે બિલ ભરવાના નાણાં નથી. સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસનાં કરોડો રૂપિયા ભરપાઈ કરવાના બાકી છે. સૌથી વધુ ખંભાત નગર પાલિકાનું ₹10.12 કરોડનું બિલ બાકી છે. પેટલાદ નગર પાલિકાએ પણ ₹7.63 કરોડ ચૂકવવાના બાકી છે. પાલિકાઓએ દેવાળું ફૂંકતાં ગમે ત્યારે વીજ જોડાણ કપાઈ શકે છે.
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ અનસોલ્ડ રહ્યો છે. તેની બેસ પ્રાઈઝ 2 કરોડ હતી.
બીજા દિવસે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રૂ. 30.65 કરોડથી વધુના બજેટ સાથે ઓક્શનમાં પ્રવેશ કરશે. આ કોઈ પણ ટીમમાં સૌથી વધુ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પછી, તે માત્ર રૂ. 5.15 કરોડ છે, જે તમામ 10 ટીમોમાં સૌથી ઓછું છે.
We have got an action-packed Day 2 ahead at the #TATAIPLAuction in Jeddah!
Time to look at the remaining purse of the franchises #TATAIPL pic.twitter.com/Okw3mXDY1s
— IndianPremierLeague (@IPL) November 25, 2024
મેગા ઓક્શનમાં બીજા દિવસની એક્શન શરૂ થઈ ગઈ છે અને ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસન પ્રથમ આવ્યો હતો પરંતુ તેને કોઈએ ખરીદ્યો નહોતો.
Published On - 1:20 pm, Mon, 25 November 24