IPL: BCCI ની સામે IPL ના પૂર્વ ખેલાડીએ પોતાની બાકી રકમને લઇને સણસણતો સવાલ કર્યો

|

May 25, 2021 | 2:36 PM

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સામે જ બાકી ચુકવણી રકમને લઇને વિવાદ આશ્વર્ય સર્જી રહ્યા છે. IPL નો એક સમયે હિસ્સો રહેલા ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર બ્રાડ હોજ (Brad Hodge) એ દાવો કર્યો છે કે, પોતાની રમતની રકમ દશ વર્ષથી બાકી છે.

IPL: BCCI ની સામે IPL ના પૂર્વ ખેલાડીએ પોતાની બાકી રકમને લઇને સણસણતો સવાલ કર્યો
Brad Hodge

Follow us on

ઘરેલુ ક્રિકેટરોથી લઇને વિદેશી ખેલાડીઓને રકમ ચુકવણીને BCCI સામે હાલમાં વિવાદ પેદા થવા લાગ્યા છે. જોકે વિશ્વમાં ધનીક મનાતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સામે જ બાકી ચુકવણી રકમને લઇને વિવાદ આશ્વર્ય સર્જી રહ્યા છે. IPL નો એક સમયે હિસ્સો રહેલા ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર બ્રાડ હોજ (Brad Hodge) એ દાવો કર્યો છે કે, ખેલાડીઓની રમતની રકમ દશ વર્ષથી બાકી છે. તેણે BCCI ને તે અંગે સવાલ કરી દીધો છે.

હોજ આઇપીએલની સિઝન 2011 ના દરમ્યાન કોચ્ચિ ટસ્કર્સ કેરાલાની ફેન્ચાઇઝીમાં ભાગ લીધો હતો. 2010 બાદ કોચ્ચિ અને સહારા પુણે સુપર વોરિયર્સ ફેન્ચાઇઝી આઇપીએલમાં જોડાઇ હતી. કોચ્ચિ એ હરાજી દરમ્યાન બ્રાડ હોજ ને 4.25 લાખ ડોલરમાં ખરીદ કર્યો હતો. કોચ્ચિની ટીમ ફક્ત 2011 ની સિઝનમાં જ ટુર્નામેન્ટનો હિસ્સો રહી શકી હતી. તે સિઝનમાં હોજ એ 14 મેચ રમીને 35.63 ની સરેરાશથી 285 રન બનાવ્યા હતા.

બ્રાડ હોજનો આરોપ
મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 2020 ના ટી20 વિશ્વકપની ફાઇનલ મેચની ઇનામી રકમ એક વર્ષ બાદ પણ ટીમને વહેંચી શકાઇ નથી. ટ્વીટર પર આ જ સમાચાર સાથે હોજ એ ટ્વીટ કર્યુ હતુ. ખેલાડીઓને 10 વર્ષ પહેલા આઇપીએલમાં કોચી ટસ્કર્સ (Kochi Tuskers) નુ પ્રતિનિધીત્વ કરવા બદલ હજુ સુધી 35 ટકા રકમ મળી નથી. શુ તે રકમની જાણકારી બીસીસીઆઇ લગાવી શકે છે?

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એક જ સિઝન બાદ કોચ્ચિ ટસ્કર્સ બહાર થઇ ગઇ
આઇપીએલ 2011 ની સિઝન રમીને જ ફેન્ચાઇઝી કોચ્ચિ ટસ્કર્સ એક જ સિઝનમાં બહાર થઇ ગઇ હતી. 2011માં ફેન્ચાઇઝી એ 155.3 કરોડ રુપિયા વાર્ષિક ચુકવણુ જ નહોતુ કર્યુ. જેને લઇને બીસીસીઆઇ એ તેની પર આગળની સિઝન માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.

રાહુલ દ્રાવિડ, એસ શ્રીસંત અને માહેલા જયવર્ધને સહિતના ખેલાડીઓ તે ટીમના પ્રતિનિધીઓ હતા. 2012 માં જ જાણકારી સામે આવી હતી કે, ટીમના ખેલાડીઓને 30-40 રકમની ચુકવણી જ કરવામાં આવી નહોતી.

Next Article