Breaking News: IPL 2027 મિની ઓક્શનની તારીખ જાહેર, આ દિવસે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલી

IPL 2027 મિની ઓક્શનને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, આ હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે. ફ્રેન્ચાઇઝીઓએ 15 નવેમ્બર સુધીમાં રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. બીજી તરફ, ટ્રેડ વિન્ડો પણ ખુલ્લી છે, જેના કારણે ટીમોમાં ખેલાડીઓની અદલાબદલી અને નવા સમીકરણોને લઈને ચર્ચા તેજ બની છે.

Breaking News: IPL 2027 મિની ઓક્શનની તારીખ જાહેર, આ દિવસે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલી
ipl auction
Image Credit source: X
| Updated on: Oct 26, 2026 | 8:08 PM

IPL 2027ની મિની હરાજી આ વખતે ગોવામાં યોજાવાની શક્યતા છે. ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, હરાજી માટે 16 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ હરાજીમાં ફ્રેન્ચાઇઝીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે ખેલાડીઓની પસંદગી કરી શકશે.

15 નવેમ્બર સુધી રિટેન્શન લિસ્ટ જાહેર કરવી પડશે

ફ્રેન્ચાઇઝીઓ માટે રિટેન્શન પ્રક્રિયા પણ મહત્ત્વની રહેશે. અહેવાલ અનુસાર, ટીમોએ 15 નવેમ્બર સુધીમાં તેઓ કયા ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખવા માગે છે તેની યાદી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ હરાજીમાં ઉપલબ્ધ ખેલાડીઓ માટે ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે. મિની હરાજી હોવાથી ટીમો પોતાની ખાલી જગ્યાઓ અને જરૂરિયાતો પ્રમાણે ખેલાડીઓ પર દાવ લગાવશે.

IPL 2027 માટે ટ્રેડ વિન્ડો ખુલ્લી

IPL 2026ની સીઝન પૂર્ણ થયા બાદ ટ્રેડ વિન્ડો ખુલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન ફ્રેન્ચાઇઝીઓ પરસ્પર સંમતિથી ખેલાડીઓની અદલાબદલી કરી શકે છે. નિયમો અનુસાર, હરાજી પહેલાં અને નવી સીઝન શરૂ થવા સુધી નિર્ધારિત સમયગાળામાં ટ્રેડની તક મળે છે. આથી હરાજી પહેલાં જ ટીમોની રચનામાં ફેરફાર જોવા મળી શકે છે.

ટ્રેડ ડીલમાં ખેલાડીઓની અદલા-બદલી

અહેવાલમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેના ટ્રેડ ડીલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ડીલમાં ટી નટરાજન હૈદરાબાદ સાથે જોડાયા હોવાની અને ઝીશાન અંસારી દિલ્હી કેપિટલ્સમાં ગયા હોવાની માહિતી આપવામાં આવી છે. જોકે, રિષભ પંત અને કુલદીપ યાદવ અંગેના ટ્રેડની વિગતોને સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

IPL 2027ની શરૂઆત ક્યારે થશે?

BCCIએ હજુ સુધી IPL 2027નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું નથી. અગાઉ જાહેર કરાયેલા આયોજન અનુસાર, ટુર્નામેન્ટ માર્ચથી મે વચ્ચે યોજાવાની શક્યતા છે. બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ પણ ટુર્નામેન્ટ માર્ચના અંતમાં શરૂ થઈ શકે તેવો સંકેત આપ્યો હોવાનો અહેવાલ છે. હવે હરાજીની તારીખ, રિટેન્શનની અંતિમ સમયમર્યાદા અને આગામી સીઝનના શેડ્યૂલ અંગે BCCIની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

IPLમાં ધૂમ મચાવનાર ભુવનેશ્વર કુમાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેમ નિષ્ફળ જઈ રહ્યો છે? બોલિંગ કોચે કર્યો ખુલાસો

Published On - 7:21 pm, Mon, 26 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.