
IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ ભલે ક્વોલિફાયર -2માં હારીને ફાઈનલની રેસની બહાર થઈ ગઈ હોય, પરંતુ આ આખીય સિઝન દરમિયાન 15 વર્ષના સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશીએ જે કારનામા કર્યા છે તેમણે વિશ્વભરના ક્રિકેટ એક્સપર્ટને વિચારતા કરી દીધા છે. બિહારના આ યુવા બેટ્સમેન એ ન ફક્ત મોટા મોટા સ્ટાર ખેલાડીઓને પાછળ છોડ્યા છે પરંતુ તેની તોફાની બેટીંગ થી T20 ક્રિકેટની પરિભાષા જ બદલીને રાખી દીધી છે.
રાજસ્થાન રોયલ્સ ભલે ક્વોલિફાયર – 2 માં હારીને ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હોય પરંતુ સમગ્ર સીઝન દરમિયાન વૈભવ સૂર્યવંશીનો કમાલ જોવા જેવો રહ્યો. IPL 2026ની એવોર્ડ સેરેમનીમાં સૌથી વધુ ચર્ચા વૈભવના નામની જ રહી. વૈભવે તેની ઐતિહાસિક બેટીંગના જોરે 55 લાખની પ્રાઈઝ મની અને એક લક્ઝુરિયસ SUV ટાટા સિએરા પણ પોતાને નામ કરી છે. આ ગાડીની સ્ટાર્ટિંગ કિંમત જ 11 લાખ રૂપિયા છે જે 22 લાખ સુધી જાય છે. જો કે વૈભવે આ ગાડી ચલાવવા માટે હજુ ઓછામાં ઓછા ત્રણ વર્ષ રાહ જોવી પડશે. વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં 237.31 ના અવિશ્વસનિય સ્ટ્રાઈક રેટથી 776 રન બનાવ્યા. સમગ્ર સિઝન દરમિયાન વૈભવે 63 ચોગ્ગા અને 72 છગ્ગા જડ્યા છે. આ જ કારણ છે કે ક્રિકેટ જગતમાં તેની સરખામણી મહાન બેટ્સમેન સાથે થવા લાગી છે.
r̶e̶e̶l̶ real
Riyan was a proud captain last night, Vaibhav pic.twitter.com/7ejRBy726T
— Rajasthan Royals (@rajasthanroyals) May 30, 2026
IPL 2026ની સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટર તરીકે વૈભવે ઓરેન્જ કેપ પોતાને નામ કરી. આ સિદ્ધિ બદલ તેને 10 લાખની ઈનામી રાશી પણ મળી. વૈભવને IPL 2026ની સીઝનનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એટલે કે MVP પણ પસંદ કરવામાં આવ્યો. તેણે 436.5 MVP પોઈન્ટ મેળવ્યા છે. જે સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ છે. આ સન્માન માટે તેને 15 લાખ રૂપિયાની વધુ એક ઈનામી રાશી આપવામાં આવી છે.
Age no bar for this truly special teenager
Vaibhav Sooryavanshi is the winner of the Award with 4⃣3⃣6⃣.5⃣ points #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/DowJeSDF5X
— IndianPremierLeague (@IPL) May 31, 2026
237.31 ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટ સાથે બેટીંગ કરનારા વૈભવને સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનનો એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપલબ્ધિ માટે તેના ખાતામાં 10 લાખ રૂપિયા મળ્યા. જસપ્રિત બુમરાહ, પેટ કમિંસ અને કગિસો રબાડા જેવા વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર્સ ની સામે તોફાની બેટીંગ કરનારા વૈભવને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન તરીકે પણ પસંદગી પામ્યો છે. આ એવોર્ડ સાથે તેને 10 લાખ ની ઈનામી રાશી મળી છે.
Go well, Jos bhai pic.twitter.com/DKrMWcIY8z
— Rajasthan Royals (@rajasthanroyals) May 30, 2026
વૈભવ સૂર્યવંશીને IPL ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ સિક્સર જડવાનો એક નવો રેકોર્ડ તો બનાવ્યો. તેણે 72 છગ્ગા સાથે 2012નો ક્રિસ ગેલનો 59 સિક્સર ફટકારવાનો 16 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ શાનદાર સિદ્ધિ માટે તેમને સુપર સિક્સિસ ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો. આ સિદ્ધ બદલ તેને 10 લાખ રૂપિયા મળ્યા, ઉપરાંત એક લક્ઝરી SUV પણ ઈનામમાં મળી.
Swept the field with his skills. Swept the season with awards
1️⃣5️⃣ years old and already needing a bigger trophy cabinet #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/bIYKIHfgRD
— IndianPremierLeague (@IPL) May 31, 2026
“Mere liye 100 se zyada team ki jeet important hai. Agar 100 ke jagah 80+ bana kar meri team jeet rahi hai, toh mere liye woh 80 zyada important hai 100 se” – team man Vaibhav Sooryavanshi 24 hours ago pic.twitter.com/StGFPdZQOj
— Rajasthan Royals (@rajasthanroyals) May 29, 2026
Published On - 2:08 pm, Mon, 1 June 26