
સતત છઠ્ઠી મેચમાં હાર બાદ લખનૌ સુપર જાયન્ટસે આઈપીએલ 2026માં જીતનો સ્વાદ ચાખ્યો હતો.ગુરુવારે રમાયેલી મેચ પ્રભાવિત મેચમાં લખનૌ સુપર જાયન્ટસે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 9 રનથી હાર આપી હતી. 19-19 ઓવરની આ મેચમાં લખનૌએ સીઝનમાં પોતાના ઘર આંગણે પહેલી જીત નોંધાવી છે. મેચ બાદ કેપ્ટન પંત હળવા મુડમાં જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, આ જીત આખી ટીમ માટે ખુબ ખાસ હતી. કારણ કે, ટીમ લાંબા સમયથી કોમ્બિનેશન શોધી રહી હતી.
પંતે કહ્યું આ અમારા માટે ખુબ શાનદાર મેચ રહી છે. આખી ટીમ માટે આ જીતનો મોટો અર્થ છે. અમે સતત અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરી રહ્યા હતા. એક ટીમ તરીકે એક પેજ પર આવવું જરુરી હતુ. આ સીઝન અમારા માટે હાર્ડ રહી. પરંતુ ક્યારેક ક્યારેક સંધર્ષથી પસાર થવું પડ્યું હતુ. લખનૌ સુપર જાયન્ટસની સૌથી મોટી જીતમાં મોટો રોલ મિચેલ માર્શે નિભાવ્યો હતો. માર્શે માત્ર 56 બોલમાં 111 રન બનાવી આરસીબીના બોલર પર દબાવ બનાવ્યો હતો. પંતે તેની ઈનિગ્સના ખુબ વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું માર્શની ઈનિગ્સ શાનદાર હતી.અમે જાણીએ છીએ કે, ટીમ સતત મહેનત કરી રહી છે. આ સીઝનમાં અમારી શાનદાર બોલિંગ રહી છે.બોલરો દિલ ખોલીને પ્રદર્શન કરી રહ્યા છે. અમે આજ લય આગળ ચાલું રાખવા માંગીએ છીએ.મેચની છેલ્લી મોમેન્ટ શાનદાર હતી. જ્યારે લખનૌ સુપર જાયન્ટને 20 રન બચાવવાના હતા. પંતે અનુભવી બોલર દિગ્વેશ રાઠી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાઠી આ મોંઘો સાબિત થયો પરંતુ કેપ્ટને તેને જવાબદારી આપી હતી. આ મેચ છેલ્લા બોલ સુધી રસપ્રદ રહી હતી.
આ રીતે લખનૌ સુપર જાયન્ટસે 9 રનથી શાનદાર જીત મેળવી હતી.