Breaking News: RCBને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! ચેમ્પિયન બેટ્સમેન થયો ઈજાગ્રસ્ત, અધવચ્ચે જ છોડવો પડ્યો ટીમનો સાથ

IPL 2026 માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમનો વિસ્ફોટક ઓપનર કે, જેણે પોતાની આક્રમક બેટિંગથી વિરોધી ટીમોમાં ધાક જમાવી હતી, તે ગંભીર ઈજાને કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો છે.

Breaking News: RCBને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! ચેમ્પિયન બેટ્સમેન થયો ઈજાગ્રસ્ત, અધવચ્ચે જ છોડવો પડ્યો ટીમનો સાથ
Image Credit source: PTI
| Updated on: May 05, 2026 | 12:38 PM

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ ઈજાના કારણે છેલ્લી ત્રણ મેચથી પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો રહ્યો નથી. આંગળીમાં ઈજા થવાને કારણે સોલ્ટ બહાર છે અને તેની જગ્યાએ ડાબોડી બેટ્સમેન જેકબ બેથેલને રમવાની તક મળી રહી છે.

દિલ્હી સામેની મેચમાં લાગી હતી ‘ઈજા’

RCB ની ટીમ 18 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમી રહી હતી. આ દરમિયાન છઠ્ઠી ઓવરમાં બાઉન્ડ્રી બચાવવા માટે ડાઈવ લગાવતી વખતે ફિલ સોલ્ટની આંગળીમાં ઈજા થઈ હતી. પહેલા એવું લાગતું નહોતું કે, ઈજા આટલી ગંભીર હશે પરંતુ બાદમાં ખબર પડી કે ઈજા ઘણી વધારે છે. ત્યારબાદ ફિલ સોલ્ટે RCB માટે બેક-ટુ-બેક ત્રણ મેચ મિસ કરી હતી.

એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ફિલ સોલ્ટ પરત ઇંગ્લેન્ડ ચાલ્યો ગયો છે. ફિલ સોલ્ટની ગેરહાજરીમાં જેકબ બેથેલ વિરાટ કોહલી સાથે ઇનિંગની શરૂઆત કરી રહ્યો હતો. હવે એવું લાગે છે કે, આગામી કેટલીક મેચોમાં પણ જેકબ બેથેલ જ ઓપનિંગ કરશે.

ફિલ સોલ્ટે આ સિઝનમાં પોતાની ટીમ માટે 6 મેચ રમીને 202 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 168.33 રહ્યો હતો. જો કે, તે હજુ આખી સિઝનમાંથી બહાર થયો નથી. જો આરસીબીની ટીમ ટૂર્નામેન્ટમાં આગળ વધશે અને ફિલ સોલ્ટ સાજો થઈ જશે, તો તે પરત આવીને ફરીથી રમી શકે છે. જેકબ બેથેલની વાત કરીએ તો, તેણે ત્રણ મેચ રમીને માત્ર 39 રન બનાવ્યા છે, જે ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે.

હવે LSG સામે થશે RCBનો આગામી મુકાબલો

RCB એ હજુ સુધી ફિલ સોલ્ટની જગ્યાએ કોઈ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી, કારણ કે સોલ્ટ હજુ બહાર થયો નથી; જ્યારે તે સત્તાવાર રીતે બહાર થશે, ત્યારે જ કોઈ રિપ્લેસમેન્ટ મળશે. હવે જોવાનું એ રહેશે કે, ટીમ આગામી મેચોમાં કેવું પ્રદર્શન કરે છે. ટીમ ગુરુવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે પોતાનો મુકાબલો રમશે. ટીમ અત્યારે ટોપ 4માં ચાલી રહી છે અને પ્લેઓફ માટે પોતાની દાવેદારી મજબૂત કરી રહી છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Published On - 4:18 pm, Mon, 4 May 26

Follow Us