AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ઓક્શન પહેલા જ મોટો ખેલ ! CSKએ ‘કેમેરોન ગ્રીન’ પર ₹21 કરોડનો મોટો દાવ રમ્યો, ‘વેંકટેશ ઐયર’ ₹17.5 કરોડમાં KKR માં જોડાયો

IPL 2026 પહેલા એક મીની ઓક્શન યોજાશે, જ્યાં 359 ખેલાડીઓ પર બોલી લાગશે. જો કે, મીની ઓક્શન પહેલા જ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર સૌથી વધુ બોલી લગાવવામાં આવી અને તે ₹21 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં જોડાયો.

IPL 2026: ઓક્શન પહેલા જ મોટો ખેલ ! CSKએ 'કેમેરોન ગ્રીન' પર ₹21 કરોડનો મોટો દાવ રમ્યો, 'વેંકટેશ ઐયર' ₹17.5 કરોડમાં KKR માં જોડાયો
Image Credit source: Instagram : dhonism_007__ & PTI
| Updated on: Dec 13, 2025 | 4:46 PM
Share

IPL 2026 ની હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીના એતિહાદ એરેનામાં યોજાશે. આ વર્ષે હરાજી માટે કુલ 359 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જો કે, ફક્તને ફક્ત 77 ખેલાડીઓ જ ખરીદી શકાશે. આ સમય દરમિયાન, સ્ટાર ખેલાડીઓ ખરીદવા માટે 10 ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

‘કેમેરોન ગ્રીન’ પર દરેક ટીમની નજર!

આ મીની-હરાજી પહેલા, ભૂતપૂર્વ ભારતીય ઓફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર એક મોક ઓક્શન કર્યું હતું. ચાહકોએ તમામ 10 IPL ટીમો માટે બોલી લગાવી હતી, જેમાં કેમેરોન ગ્રીન સૌથી વધુ ડિમાન્ડમાં રહ્યો હતો.

આ મોક ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર સૌથી વધુ બોલી લગાવવામાં આવી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને ₹21 કરોડમાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો. ખાસ વાત એ છે કે, કેમેરોન ગ્રીન માટે કોલકાતા નાઈટ રાઈડર્સે પણ જોરદાર બોલી લગાવી હતી.

મોક ઓક્શનમાં Sold અને Unsold ખેલાડીઓની લિસ્ટ

  • કેમેરોન ગ્રીન – 21 કરોડ રૂપિયા, ચેન્નાઈ
  • લિયામ લિવિંગસ્ટોન – 18.5 કરોડ રૂપિયા, કોલકાતા
  • વેંકટેશ ઐયર – 17.5 કરોડ રૂપિયા, કોલકાતા
  • રવિ બિશ્નોઈ – 10.5 કરોડ રૂપિયા, હૈદરાબાદ
  • જેસન હોલ્ડર – 9 કરોડ રૂપિયા, લખનૌ
  • મતિશા પથિરાના – 7 કરોડ રૂપિયા, દિલ્હી
  • પૃથ્વી શો – 5.25 કરોડ રૂપિયા, કોલકાતા
  • ડેવિડ મિલર – 4.5 કરોડ રૂપિયા, પંજાબ
  • જોની બેયરસ્ટો – 3.75 કરોડ રૂપિયા, કોલકાતા
  • ટિમ સેઈફર્ટ – 3 કરોડ રૂપિયા, દિલ્હી
  • બેન ડકેટ – 4 કરોડ રૂપિયા, કોલકાતા
  • જેમી સ્મિથ – 3.75 કરોડ રૂપિયા, દિલ્હી
  • આકાશ દીપ – 3.25 કરોડ રૂપિયા, ચેન્નાઈ
  • અકીબ નબી – 3 કરોડ રૂપિયા, દિલ્હી
  • વાનિંદુ હસરંગા – 2 કરોડ રૂપિયા, લખનૌ
  • રચિન રવિન્દ્ર – 2.25 કરોડ રૂપિયા, પંજાબ
  • મુસ્તફિઝુર રહેમાન – 3.5 કરોડ રૂપિયા, બેંગલુરુ
  • એનરીચ નોર્ટજે – 3 કરોડ રૂપિયા, હૈદરાબાદ
  • રાહુલ ચહર – 3.25 કરોડ રૂપિયા, રાજસ્થાન
  • જોશ ઇંગ્લિસ – 2 કરોડ રૂપિયા, ચેન્નાઈ
  • અકીલ હુસૈન – 2 કરોડ રૂપિયા, ચેન્નાઈ
  • અભિનવ મનોહર – 1.75 કરોડ રૂપિયા, લખનૌ

કોણ રહ્યું ‘Unsold’?

  1. સ્ટીવ સ્મિથ – ‘Unsold’
  2. ડેવોન કોનવે – ‘Unsold’
  3. જેક ફ્રેઝર મેકગર્ક – ‘Unsold’

ઓલરાઉન્ડરની ડિમાન્ડ વધારે

બંને ટીમોને સ્ટાર ઓલરાઉન્ડરની જરૂર છે, તેથી મીની ઓક્શનમાં પણ કેમેરોન ગ્રીન માટે સમાન લડાઈ જોવા મળી શકે છે. આ ઉપરાંત, ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન પર પણ જોરદાર બોલી લગાવવામાં આવી હતી. કોલકાતાએ તેને ₹18.5 કરોડમાં ખરીદ્યો હતો. વધુમાં યુવા ભારતીય ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર પણ ₹17.5 કરોડમાં કોલકાતાની ટીમમાં જોડાયો હતો.

‘પૃથ્વી શો’ પણ KKR માં

ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાતો પૃથ્વી શો પણ આ મોક ઓક્શનમાં ટોપ પર રહ્યો હતો. ગયા વર્ષની મેગા ઓક્શનમાં તે વેચાયો ન હતો. જો કે, કોલકાતા નાઈટ રાઈડર્સે તેને મોક ઓક્શનમાં ₹5.25 કરોડમાં ખરીદ્યો, જેનાથી તેનું IPL કમબેક પણ થઈ ગયું.

અનુભવી ખેલાડીઓ ‘Unsold’

ભારતીય સ્પિનર ​​રવિ બિશ્નોઈને હૈદરાબાદે ₹10.5 કરોડમાં ખરીદ્યો. બીજીબાજુ દિલ્હીએ સ્ટાર બોલર મતિશા પથિરાના માટે ₹7 કરોડ ખર્ચ્યા હતા. નોંધનીય છે કે, સ્ટીવ સ્મિથ અને ડેવોન કોનવે જેવા અનુભવી ખેલાડીઓ વેચાયા ન હોતા.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
g clip-path="url(#clip0_868_265)">