IPL 2026 Auction : 1355 ખેલાડીઓએ રજિસ્ટર કરાવ્યા નામ, 45 ખેલાડીઓની બેસ પ્રાઈઝ સૌથી વધારે

IPL Auction 2026 : આઈપીએલ 2026ના મીની ઓક્શન માટે કુલ 1355 ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. પરંતુ માત્ર 77 ખેલાડીઓની જગ્યા ખાલી છે. જેમાં 31 વિદેશી ખેલાડીઓ છે.

IPL 2026 Auction : 1355 ખેલાડીઓએ રજિસ્ટર કરાવ્યા નામ, 45 ખેલાડીઓની બેસ પ્રાઈઝ સૌથી વધારે
| Updated on: Dec 02, 2025 | 9:58 AM

IPL Mini- Auction 2026 : 16 ડિસેમ્બરના રોજ આઈપીએલ 2026નું મિની ઓક્શન અબુ ધાબુમાં યોજાશે. જેના માટે કુલ 1355 ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટ્રર કરાવ્યું છે. આ 1355 નામમાં 45 ખેલાડીઓ એ છે. જેમણે પોતાની બેસ પ્રાઈઝ સૌથી વધારે નક્કી કરી છે. જેમાંથી 2 ભારતીય ખેલાડીઓ છે. જ્યારે 43 વિદેશી ખેલાડીઓ છે. આ બધાની બેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયા છે. આઈપીએલ 2026 માટે કુલ 77 ખેલાડીઓનો સ્લોટ ખાલી છે. જેમાંથી 31 સ્લોટ વિદેશી ખેલાડીઓના સામેલ છે.

સૌથી વધારે બેઝ પ્રાઈઝવાળા ખેલાડીઓ

રવિ બિશ્નોઈ અને વેંકટેશ ઐયર એ બે ભારતીય ખેલાડીઓ છે જેમણે IPL 2026 મીની ઓક્શન માટે પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા નક્કી કરી છે. આ સિવાય 2 કરોડની બેસ પ્રાઈઝવાળા 43 વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના કૈમરુન ગ્રીન,સ્ટીવ સ્મિથ, શોન એબટ, એસ્ટન એગર, કપૂર કોનોલી, જૈક ફ્રેઝર મૈક્ગર્ક, જોસ ઈંગ્લિસ, ઈંગ્લેન્ડના જેમી સ્મિથ, ગસ એટકિસન,ટોમ બૈટન,ટોમ કરન, લાયમ ડાઉસન, લાયમ લિવિગ્સ્ટન, બેન ડકેટ, ડૈનિયલ લોરેન્સ, અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહમાન અને નવીન ઉલ હક, ન્યુઝીલેન્ડના ડૈરિલ મિચેલ,રચિન રવિન્દ્રસ, માઈકલ બ્રેસવેલ,સાઉથ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્ઝા, લુંગી એનગિડી, એનરિખ નોખિયા તેમજ શ્રીલંકાના મહીશ તીક્ષણા, મથીષા પાથિરાના,વાનિંદુ હસારંગા છે.

બાંગ્લેદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ પોતાનું નામ રજિસ્ટ્રર કરાવ્યું છે. 9 આઈપીએલ રમવાનો અનુભવ જે ખેલાડીનેછે. તેમણે પોતાની બેઝ પ્રાઈઝ 1 કરોડ રાખી છે.

14 વિદેશી ખેલાડીઓએ રજિસ્ટ્રર કરાવ્યું પોતાનું નામ

આઈપીએલ 2026ના મિની ઓક્શનમાં કુલ 14 દેશના વિદેશી ખેલાડીઓએ પોતાનું નામ રજિસ્ટ્રર કરાવ્યું છે. જેમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, આયરલેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા,શ્રીલંકા, વેસ્ટઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને યુએસએના નામ છે. આ સિવાય એક મલેશિયાનો ક્રિકેટર ભારતીય મૂળનો વીરનદીપ સિંહને પણ એન્ટ્રી મળી છે.

ફ્રેન્ચાઈઝી પાસે કુલ 237.55 કરોડ રુપિયા

આઈપીએલ 2026 માટે ખેલાડીઓને રિટેન કરવાની ડેડલાઈન પૂર્ણ થયા બાદ તમામ 10 આઈપીએલ ફ્રેન્ચાઈઝીની પાસે કુલ 237.55 કરોડ રુપિયા ઓક્શન માટે વધ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સની પાસે સૌથી વધારે 64.30 કરોડ રુપિયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 43.40 કરોડ રુપિયા વધ્યા છે.

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો