
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ઋતુરાજ ગાયકવાડના ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ધોનીને કમાન સોંપવામાં આવી હતી. જોકે, તેની કેપ્ટનશીપમાં પણ ટીમે સારું પ્રદર્શન કર્યું ન હતું. છેલ્લા બે સિઝનથી ચેન્નાઈના પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે હવે 2026 સિઝન માટે ટીમમાં એક અનુભવી ખેલાડીનો પ્રવેશ થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026માં ભરત અરુણને પોતાનો બોલિંગ કોચ બનાવી શકે છે. ભરત અરુણ હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો બોલિંગ કોચ છે. IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરોનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તેના કારણે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી ન હતી. એટલું જ નહીં, ભરત અરુણ ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે. તે 2014 અને 2015 માં ટીમ ઈન્ડિયા સાથે હતો અને પછી 2017 થી 2021 સુધી, તેણે બોલરોને મહત્વપૂર્ણ બાબતો વિશે જાણકારી આપી હતી.
BIG BREAKING FOR IPL 2026 [Gaurav Gupta from TOI]
Kolkata Knight Riders has part ways with Chandrakant Pandit.
Bharat Arun likely to be the bowling coach of Chennai Super Kings. pic.twitter.com/EMVLHK1Cn6
— Johns. (@CricCrazyJohns) July 29, 2025
એટલું જ નહીં, તેણે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં બોલિંગ કોચ તરીકે પણ કામ કર્યું છે. ભરત અરુણ ઈન્ડિયા અંડર-19 ટીમનો કોચ પણ રહી ચૂક્યો છે. હવે જો ભરત અરુણ IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાય છે, તો ધોની અને તેની જોડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પછી IPLમાં ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.
હાલમાં, એરિક સિમન્સ ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલિંગ કોચ છે. દક્ષિણ આફ્રિકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર 2018થી ફ્રેન્ચાઈઝી સાથે છે. IPL 2025માં, ચેન્નાઈએ શ્રીધરન શ્રીરામને આસિસ્ટન્ટ બોલિંગ કોચ તરીકે ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, ટીમના પ્રદર્શનમાં કોઈ સુધારો થયો ન હતો. હવે IPL 2026 પહેલા આ બંનેને ટીમમાંથી બહાર કરી શકે છે.
આ પણ વાંચો: IND vs ENG : જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં નહીં રમે? કોચે ખોલ્યું રહસ્ય