
આઈપીએલ 2026 માટે ખેલાડીઓનું ઓક્શન થોડી કલાકોમાં શરુ થશે. અબુ ધાબુમાં આઈપીએલ ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આઈપીએલની શરુઆતમાં ઓક્શનની જવાબદારીઓ રિચર્ડ મૈડલના હાથમાં હતી. ત્યારબાદ હ્યુગ એડમેડ્સ અને ચારુ શર્મા પણ આ જવાબદારી નિભાવી ચૂક્યા છે. પરંતુ 2024ની સીઝનથી મલ્લિકા સાગર ઓક્શન કરી રહી છે. આઈપીએલના ઓક્શનમાં તેની પાસે સૌથી મોટી જવાબદારીઓ હોય છે.
મલ્લિકા સાગર આઈપીએલ ઓક્શનનો મહત્વનો ભાગ બની ચૂકી છે. પરંતુ શાંત ચેહરા પાછળ અનોખી સફળ છુપાયેલી છે.1975ના રોજ મુંબઈમાં જન્મેલી મલ્લિકા સાગરને એક એવું કરિયર બનાવવું હતુ. જે અલગ અલગ દુનિયા સાથે જોડાયેલું હોય. ફાઈન આર્ટ અને મોટી ઈવેન્ટમાં ઓક્શનર રહી ચુકી છે. બિઝનેસમેનના પરિવારમાં મોટી થયેલી મલ્લિકાને ઓક્શનર બનાવાની ઈચ્છા એક બુકથી શરુ થઈ હતી. જેમાં એક મહિલા ઓક્શનરનો મુખ્ય રોલ હતો. આ પ્રેરણાએ તેને આ રસ્તા પર લાવી જેને પર ખુબ ઓછા લોકો આપણે જોવા મળે છે.
50 વર્ષીય મલ્લિકા સાગરે મુંબઈથી કનેક્ટિકટનો અભ્યાસ કર્યો અને પછી ફિલાડેલ્ફિયાની બ્રાયન માવર કોલેજમાંથી કલા ઇતિહાસમાં ડિગ્રી મેળવી. 2001માં, તેમણે લંડનના સોથેબીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી, જ્યાં તેમણે ભારતીય અને દક્ષિણ એશિયન કલામાં ઊંડી કુશળતા વિકસાવી. માત્ર 26 વર્ષની ઉંમરે, તેણી ન્યૂ યોર્કમાં ક્રિસ્ટીઝ ખાતે પ્રથમ ભારતીય મહિલા ઓક્શનર કરનાર બની, જેણે આધુનિક અને સમકાલીન ભારતીય કલા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ એક મોટી સિદ્ધિ હતી જેણે તેણીને વિશ્વભરના ઓક્શન બજારમાં ઓળખ અપાવી.
કલા જગતમાં તેની સફળતાએ તેમણે રમત ગમતમાં ઓક્શનર બનવાની તક આપી. 2021માં પ્રો કબડ્ડી લીગમાં પહેલી મહિલા ઓક્શનર બની તેમણે મોટી સફળતા મેળવી હતી. તેના 2 વર્ષ બાદ પહેલી મહિલા પ્રીમિયર લીગની ઓક્શન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ આઈપીએલ 2024માં મિની ઓક્શન તેમજ 2025માં આઈપીએલ 2025 મેગા ઓક્શનનું સંચાલન કર્યું હતુ. ગત્ત મહિને મહિલા પ્રીમિયર લીગના ઓક્શનમાં પણ તે ઓક્શનર રહી હતી.