
IPL Auction 2026 : વેંકટેશ અય્યરે કમાલ કરી છે. એક બાજુ અબુ ધાબુમાં આઈપીએલ 2026માં ઓક્શન ચાલી રહ્યું છે. આ ઓક્શનમાં આ ખેલાડી પર બોલી પણ લાગવાની છે. ભારતમાં તેમના બેટથી ધમાલ મચાવી દીધી છે. વેંકટેશ ઐયરે 16 ડિસેમ્બરના રોજ એટલે કે, આઈપીએલના દિવસે જ પંજાબ વિરુદ્ધ રમતા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ડાબોડી ઓલરાઉન્ડરે આ ધમાકો પોતાની ટીમ મધ્યપ્રદેશ માટે ઓપનિંગ કરતા કર્યો છે.
વેંકટેશ અય્યર ગત્ત સીઝન કેકેઆરનો ભાગ હતો પરંતુ આઈપીએલ 2026ના ઓક્શન પહેલા કેકેઆર ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કર્યો હતો. હવે આઈપીએલ 2026ના ઓક્શનમાં ઉતરી વેંકટેશ અય્યરે પોતાની પ્રાઈઝ મની 2 કરોડ રાખી છે.
વેંકટેશ અય્યરે 16 ડિસેમ્બરના પંજાબ વિરુદ્ધ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં 162થી વધારેની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તેમણે 43 બોલ પર 8 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી 70 રન બનાવ્યા છે. જે ટૂર્નામેન્ટની આ સીઝનમાં તેનો એક સૌથી મોટો સ્કોર છે અને બીજી અડધી સદી છે. આ પહેલા તેનો મોટો સ્કોર 55 રનનો હતો.
બિહાર વિરુદ્ધ રમાયેલી આ 35 રનની ઈનિગ્સ બાદ વેંકટેશ અય્યર SMAT 2025માં રમાયેલી 7 ઈનિગ્સમાં ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવામાં અસફળ રહ્યો પરંતુ મોટી વાત એ છે કે,આઈપીએલમાં ધમાલ મચાવશે
આઈપીએલમાં વેંકટેશ અય્યરનો અત્યારસુધી રેકોર્ડ જોઈએ તો. કેકેઆર માટે 6 સીઝનમાં 62 મેચ રમી છે. જેમાં 1 સદી અને 12 અડધી સદીની સાથે 1468 રન બનાવ્યા સિવાય તેમણે 3 વિકેટ પણ લીધી છે. આઈપીએલ 2025ના ઓક્શનમાં કેકેઆરે તેના પર 23 કરોડ રુપિયા ખર્ચ્યા હતા પરંતુ રિઝલ્ટ સારું રહ્યું ન હતુ. હવે જોવાનું રહેશે કે, આ વખતે કેકેઆરની તેની પર બોલી લગાવશે કે, અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી