Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશી પર દિગ્ગજ ખેલાડીએ લગાવ્યો ગંભીર આરોપ, દોષિત સાબિત થશે તો લાગશે પ્રતિબંધ

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી છે. જો કે હવે તેના પર એક મોટો આરોપો લાગ્યો છે. ભૂતપૂર્વ બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા વિજેન્દ્ર સિંહે 14 વર્ષના વૈભવ સૂર્યવંશી પર ઉંમરની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશી પર દિગ્ગજ ખેલાડીએ લગાવ્યો ગંભીર આરોપ, દોષિત સાબિત થશે તો લાગશે પ્રતિબંધ
Vaibhav Suryavanshi
Image Credit source: PTI
| Updated on: May 26, 2025 | 9:35 PM

માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ જે સિદ્ધિ મેળવી છે, તે મહાન ખેલાડીઓ પણ કરી શક્યા નહીં. આ ડાબોડી બેટ્સમેને આટલી નાની ઉંમરે IPLમાં માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. તેની ઈનિંગ જોયા પછી દુનિયાભરના ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા હતા. દુનિયા વૈભવ સૂર્યવંશીને સલામ કરી રહી છે પણ કેટલાક લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ઓલિમ્પિકમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતનાર ભૂતપૂર્વ બોક્સર વિજેન્દર સિંહે આરોપ લગાવ્યો છે કે વૈભવ સૂર્યવંશીએ ઉંમરની છેતરપિંડી કરી છે.

વિજેન્દ્ર સિંહે શું કહ્યું?

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ જોયા પછી વિજેન્દ્ર સિંહે તેના ‘X’ એકઉન્ટ પર લખ્યું- ‘ભાઈ, આજકાલ લોકો પોતાની ઉંમર ઘટાડીને ક્રિકેટ રમવા લાગ્યા છે.’ વિજેન્દ્ર સિંહની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે ઘણા લોકો વિજેન્દ્ર સિંહને ટ્રોલ કરી રહ્યા છે. ચાહકોએ લખ્યું કે ‘તેની ઉંમર નહીં, તેની પ્રતિભા જુઓ.’

 

વૈભવ પર આ આરોપ કેમ લગાવવામાં આવ્યો?

વૈભવ સૂર્યવંશી પર ઉંમર છેતરપિંડીનો આરોપ કેમ લગાવવામાં આવ્યો એના પાછળ અમુક કારણ છે. વાસ્તવમાં આ ખેલાડી માત્ર 14 વર્ષનો છે, પણ તેનું કદ મોટા ખેલાડી જેવું છે. તેના શોટ્સ પણ મજબૂત અને અદ્ભુત હોય છે. તે 90-90 મીટર લાંબા છગ્ગા મારી રહ્યો છે, જે કોઈપણ 14 વર્ષના બાળક માટે લગભગ અશક્ય લાગે છે. જોકે, BCCIની કોઈ પણ ટુર્નામેન્ટમાં વૈભવ સૂર્યવંશી ક્યારેય ઉંમર સંબંધિત કેસમાં નિષ્ફળ ગયો નથી.

જો ઉંમરમાં છેતરપિંડી હોય તો શું?

તમને જણાવી દઈએ કે જો કોઈ ભારતીય ક્રિકેટર ઉંમરની છેતરપિંડીમાં પકડાય છે તો BCCI તેની સામે કડક કાર્યવાહી કરે છે. તે ખેલાડી પર પ્રતિબંધ પણ લાગી શકે છે. જે ક્રિકેટર ઉંમર સાથે છેતરપિંડી કરે છે તેને બે વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડે છે, જે દરમિયાન તે BCCI સાથે સંકળાયેલ કોઈપણ ટુર્નામેન્ટ અથવા લીગમાં રમી શકતો નથી. અંકિત બાવને, નીતિશ રાણા, રસિક સલામ, મનજોત કાલરા, પ્રિન્સ રામ નિવાસ યાદવને પણ ઉંમરની છેતરપિંડીના દોષી ઠેરવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: CSK vs PBKS : યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક લેતાની સાથે જ પંજાબ કિંગ્સે તેને ટીમમાંથી બહાર કરી દીધો, અચાનક લીધો આ નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:33 pm, Thu, 1 May 25