IPL 2025 : હાર્દિક પંડ્યા બહાર, મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ માટે નવા કેપ્ટનની જાહેરાત

|

Mar 19, 2025 | 2:55 PM

હાર્દિક પંડ્યા IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચમાંથી બહાર છે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાવાની છે, હવે સવાલ એ છે કે જો પંડ્યા નહીં હોય તો ટીમનો કેપ્ટન કોણ હશે? તેના માટે આ ખેલાડીનું નામ સામે આવ્યું છે.

IPL 2025 : હાર્દિક પંડ્યા બહાર, મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ માટે નવા કેપ્ટનની જાહેરાત

Follow us on

22 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ 23 માર્ચના રોજ છે. આ પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ છે પરંતુ આ મેચ પહેલા હાર્દિક પંડ્યા બહાર રહેશે. હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન બનાવ્યો છે પરંતુ જ્યારે એ વાત થઈ રહી હતી કે, નવી સીઝનમાં પહેલા મેચમાં કેપ્ટન બહાર થશે. તો તેનું સ્થાન કોણ લેશે. મતલબ કે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશીપ પ્રથમ મેચમાં કોણ કરશે.

તો હાર્દિક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં આ મોટા સવાલનો જવાબ આપી દીધો છે. તેમણે આ ખેલાડીના નામ પર ખુલાસો કર્યો છે. જે આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચમાં કેપ્ટનશીપ કરશે.

IPL 2025ના એક દિવસ પહેલા દેશ છોડીને ચાલ્યો ગયો ગૌતમ ગંભીર
હાઈકોર્ટના જજ નો પગાર કેટલો હોય છે? જસ્ટિસ યશવંત વર્માના કેસ બાદ ઉઠી ચર્ચા
IPLમાં શ્રેયસની કેપ્ટનશીપનો કોઈ જવાબ નથી, રોહિત-વિરાટ રહી ગયા પાછળ
AC Tips : ઉનાળામાં નવું AC ખરીદો તો આટલી વાતનું રાખજો ધ્યાન
IPL 2025માં આ 8 માનુનીઓ લગાવશે 'તડકો'
ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ છે બેસ્ટ ? ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ...

 

હાર્દિક પંડ્યા કેમ પ્રથમ મેચ રમશે નહી?

હાર્દિક પંડ્યા ગત્ત સીઝનમાં 3 વખત કેપ્ટન તરીકે કરેલી ભૂલની સજા મળી હતી. IPL 2024માં તેમણે 3 વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો, ત્યારબાદ IPLના નિયમો હેઠળ તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રમાયેલી છેલ્લી મેચમાં તે ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થયો હોવાથી આ વખતે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અને, આ જ કારણ છે કે તે IPL 2025ની પ્રથમ મેચમાંથી બહાર રહેશે.

હું નહી સૂર્યકુમાર યાદવ હશે કેપ્ટન : હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ જયવર્ધને સાથે મુંબઈમાં કરેલી એક પ્રેસ કોન્ફરન્સમાં નવા કેપ્ટનને લઈ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જો હું પ્રથમ મેચ નહી હોય તો સૂર્યકુમાર યાદવ પ્રથમ મેચમાં કેપ્ટનશીપ કરશે. પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સાથે જોડાયેલા પ્રશ્નનો અંગે પણ વાત થઈ હતી.તેને પુછવામાં આવ્યું કે, તમે પહેલા પણ અનેક ટીમની કેપ્ટનશીપ કરી છે. તેના મુકાબલે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરવી વધુ પડકાર છે. આના પર હાર્દિકે કહ્યું આવું નથી.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. તેમણે સૌથી વધારે ખિતાબ જીત્યો છે પરંતુ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં હજુ કોઈ ખિતાબ આવ્યો નથી. હાર્દિક પંડ્યાનું નામ કેપ્ટન તરીકે આઈપીએલ ખિતાબમાં છે પરંતુ તે ગુજરાત ટાઈટન્સ સાથે જીત્યો હતો.

Published On - 2:38 pm, Wed, 19 March 25