
IPL 2025ની 42મી મેચમાં, રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે RRની ઈનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને IPL ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. પરંતુ તે આ મેચમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી શક્યો નહીં અને 49 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પાછો ફર્યો.
રાજસ્થાનનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. યશસ્વીએ આ સિઝનમાં ચાર અડધી સદી ફટકારી છે, જેમાંથી સતત ત્રણ મેચોમાં ફિફ્ટી ફટકારી છે. તે RCB સામે સતત ચોથી અડધી સદી ફટકારી શક્યો હોત પરંતુ એક રનથી તે નિષ્ફળ ગયો. યશસ્વીએ પહેલા બોલ પર ત્રણ વખત છગ્ગો ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.
રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે ઈનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. RCBના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની આ ઓવરમાં ટીમે 8 રન બનાવ્યા. તે બેંગલુરુમાં પહેલા બોલે સિક્સર ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. આ પહેલા 2012માં, મયંક અગ્રવાલે રાજસ્થાન રોયલ્સ સામે ઈનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી, 2019માં, રાજસ્થાન રોયલ્સ સામે વિરાટ કોહલીએ ઈનિંગના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો.
People watch Yashasvi Jaiswal play cricket and still say Gill or Abhishek is better pic.twitter.com/LpirX8vzjg
— AdityaRRaj (@RR_for_LIFE) April 24, 2025
રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ આઈપીએલના ઈતિહાસમાં ઈનિંગ્સના પહેલા જ બોલ પર સિક્સર ફટકારવાના મામલે સૌથી આગળ છે. તેણે આ સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી છે. યશસ્વી સિવાય નમન ઓઝા, મયંક અગ્રવાલ, સુનીલ નારાયણ, વિરાટ કોહલી, રોબિન ઉથપ્પા, ફિલ સોલ્ટ અને પ્રિયાંશ આર્યએ ઈનિંગના પહેલા બોલ પર એક વાર સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.
આ સિઝનમાં યશસ્વી જયસ્વાલનું બેટ સારું પ્રદર્શન કરી રહ્યું છે. RCB સામેની મેચ પહેલા તેણે સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. આ સિઝનમાં 9 મેચની 9 ઇનિંગ્સમાં, તેણે 39.55 ની સરેરાશથી 356 રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. RCB સામેની મેચમાં, તે 19 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 49 રન બનાવીને આઉટ થયો હતો. તે એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો.
આ પણ વાંચો: IPL 2025 : રિયાન પરાગે 4 કેચ છોડ્યા, શું એટલા માટે તેને 14 કરોડ મળ્યા?
Published On - 10:56 pm, Thu, 24 April 25