PBKS vs MI : પ્રીતિ ઝિન્ટા શક્તિપીઠ અંબાજી ધામ મંદિર પહોંચી, પંજાબ કિંગ્સની જીત માટે પ્રાર્થના કરી

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ક્વોલિફાયર-2 માં ટકરાવવા માટે તૈયાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માટે બંને ટીમો પરસેવો પાડી રહી છે. આ ઉપરાંત, ટીમ મેનેજમેન્ટ પણ નવી રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. ક્વોલિફાયર-2 પહેલા બોલિવૂડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા 31 મે, શનિવારના રોજ શક્તિપીઠ અંબાજી ધામ મંદિર પહોંચી હતી.

PBKS vs MI : પ્રીતિ ઝિન્ટા શક્તિપીઠ અંબાજી ધામ મંદિર પહોંચી, પંજાબ કિંગ્સની જીત માટે પ્રાર્થના કરી
Preity Zinta
Image Credit source: Getty Images
| Updated on: Jun 01, 2025 | 5:00 PM

પોતાના પહેલા ખિતાબની શોધમાં રહેલી પંજાબ કિંગ્સ ટીમના ખેલાડીઓ મેદાન પર ખૂબ પરસેવો પાડી રહ્યા છે. આ સાથે, ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ પણ ટીમની જીત માટે માતાનો આશરો લીધો છે. પ્રીતિ ઝિન્ટા શક્તિપીઠ અંબાજી ધામ મંદિર પહોંચી હતી અને માતાના દર્શન કરી પંજાબ કિંગ્સની જીત માટે પ્રાર્થના કરી હતી.

પ્રીતિ ઝિન્ટા અંબાજી મંદિર પહોંચી

2014 પછી પહેલીવાર પ્લેઓફમાં પહોંચેલી પંજાબ કિંગ્સને ક્વોલિફાયર-1 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે PBKSની પાસે ફાઈનલમાં પહોંચવાની બીજી અને અંતિમ તક છે. ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. બંને ટીમો ફાઈનલમાં પહોંચવા માટે ખાસ રણનીતિ બનાવી રહી છે. આ દરમિયાન, પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા શક્તિપીઠ અંબાજી ધામ મંદિર પહોંચી હતી અને જીત માટે પ્રાર્થના કરી હતી.

15 મિનિટ મંદિરમાં પૂજા કરી

ફિલ્મ અભિનેત્રી અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા 31 મે, શનિવારના રોજ શક્તિપીઠ અંબાજી ધામ મંદિર પહોંચી હતી. આ દરમિયાન તેણે શ્રી યંત્રની પૂજા કરી હતી. તે લગભગ 15 મિનિટ મંદિરમાં રહી. આ પછી તે સીધી અમદાવાદ જવા રવાના થઈ ગઈ. આ દરમિયાન મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રીતિ ઝિન્ટાએ અંબાજી ધામની મુલાકાત લઈ ટીમની જીતની ઈચ્છા સાથે જોડવામાં આવી રહી છે.

 

પંજાબ એકપણ વાર ચેમ્પિયન બન્યું નથી

પંજાબ કિંગ્સે હજુ સુધી એક પણ IPL ટાઈટલ જીત્યું નથી. 2014માં PBKS ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે તે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં PBKS ખિતાબ જીતવા માંગે છે.

મુંબઈ-પંજાબ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ

IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રવિવાર, 1 જૂને અમદાવાદમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ સિઝનમાં ટોચ પર રહેલી પંજાબ કિંગ્સ ટીમ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ ફાઈનલમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સને હરાવવા માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. જ્યારે એલિમિનેટરમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સનું મનોબળ પણ ખૂબ જ મજબૂત છે.

આ પણ વાંચો: IPL 2025 : ચહલ MI સામે ઈન્જેક્શન લઈને પણ રમવા તૈયાર, ક્વોલિફાયર 2 પહેલા લીધો મોટો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો